home page
ગુજરાત
રાષ્ટ્રીય
અમેરિકા
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > અમેરિકા >

બે એરિયામાં સ્વીટ સિનિયર સેન્ટરની શરૂઆત

બે એરિયામાં વસતા સિનિયર સિટીઝનોને યોગ્ય મદદ અને માર્ગદર્શન આપી તેમને મુંઝવતા પ્રશ્નોને સંતોષકારક રીતે ઉકેલવા અને સમાજમાં સિનિયર સિટીઝનો તેમના જીવનના બહુમુલ્ય વર્ષો આનંદ-મંગલથી પસાર કરી નવી પેઢીને કંઈ નવું ને નવું ગૌરવપ્રદ પ્રદાન કરતા રહે તે આશયથી સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોએ ચાલુ મહિને સ્વીટ સિનિયર સેન્ટર નોન પ્રોફિટ ઓરગેનાઇઝેશનની સ્થાપના કરી છે.

આશરે ૫૫ સભ્યોના સભ્યપદથી શરૂ થયેલ આ સંસ્થાને સફળ નેતાગીરી અને મહત્તમ યોગદાન આપવા ફ્રિમોન્ટ સિટી હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટના કોમ્યુનિટી એમ્બેસેડર પ્રોગ્રામ ફોર સિનિયર્સ (CAPS)તરીકે તાજેતરમાં જ ગ્રેજ્યુએટ જાહેર થયેલ મહેન્દ્રભાઈ શાહ તથા અન્ય સહકાર્યકરો રમેશભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, હરેશભાઈ શાહ, જયશ્રીબેન શાહ વિ.એ પહેલ કરીને બે એરિયાના સિનિયરોને મળીને સ્વીટ સિનિયર સેન્ટરની શુભ શરૂઆત પ્રસંગે સંસ્થાના પ્રથમ કાર્યક્રમ સુગમ સંગીતનું શાનદાર આયોજન કર્યું હતું.

Copyright   © Gujarat Samachar