એન્કાઉન્ટરઍનકાઉન્ટર માણવાની ચાવી દરેક સવાલ વાંચીને, પહેલાં તમારી રીતે જવાબ વિચારી જાુઓ..... અને પછી અમારો જવાબ વાંચો....ત્યારે ખ્યાલ આવશે કે, અમારા કરતાં તો તમને વઘુ સારા જવાબો આપતાં આવડે છે. લગ્નના ૨૦-૨૫ વર્ષ પછી પતિ-પત્નીના મોંઢા યા એકસરખા થવા માંડે છે, એનું શું કારણ ? - એ બન્નેના મમ્મી-પપ્પાઓને ખબર ! (અજય પંચાસરા, રાજકોટ) રામકથા કે ભાગવત-કથા થાય પણ ‘મહાભારત’ની કથા કેમ નહિ થતી હોય ? - એ વગર મારામારીઓ કરવી કિફાયતભાવે પડે ! (મન્નાલાલ નંદવાણા, મુંબઇ) મુંબઇનો આતંકવાદી કસાબ હજી સલામત છે. આમ કેમ ? - આ જ સવાલ મને ઇ.સ. ૨૦૩૦માં પૂછશો, ત્યારે હું નહિ હોઉં, કસાબ જીવતો હશે. ‘મેરી કોંગ્રેસ મહાન’. (જમીલા અસદ મુન્શી, કાવી) પૂછેલા સવાલોમાંથી આપ ઓપ્શનમાં કયા સવાલો કાઢી નાંખો છો ? - જેના જવાબો મને ય સમજાતા હોય એ ! (રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) તમે નસીબમાં માનો છો ? - હા, હું પરણેલો છું. (ગણેશ આર. પટેલ, પાલનપુર) તમે ભાવનગર કેમ નથી આવતા ? - ત્યાં તો બધાને હાસ્યની સમજ પડે છે ... ! (પિનલ જે. પારેખ, ભાવનગર રામાયણ અને મહાભારત શો બોધ આપે છે ? - પત્ની એક હોય કે પતિ પાંચ હોય, ભોગવવાનું બધાને છે. (રમેશ આર. સુતરીયા, મુંબઇ) પશ્ચિમના દેશોમાં કબર પર સંદેશ લખવાની પ્રથા કેમ છે ? - મહીં પડેલાને ભૂલમાં કોઈ ઉઠાડી ન દે માટે. (સ્વાતિ સુબોધ પટેલ, અમદાવાદ) ‘સાળી સાડલો પહેરીને જાય... બહેન જાય રોતા રોતા.’ તમારે કેમનું છે ? - મારો સાઢુ એનો ઝભ્ભો-લેંઘો ય મૂક્તો જાય છે. (સંજય વાળા, સુરેન્દ્રનગર) બારીમાં ઊભી ઊભી વાળ ઓળતી સ્ત્રીઓ અંગે શું કહો છો ? - ત્યાં સુધી વાંધો નથી. (કૃષ્ણકાંત વેદ, ભાયંદર) ‘સ્વર્ણિમ ગુજરાત’માં આપની સૌથી મોટી સિઘ્ધિ કઇ ? - બે બાળકો. (સરોજ વોરા, ગાંધીનગર) મલ્લિકા શેરાવતના બદન પર વીંટળાયેલો અજગર શું વિચારતો હશે ? - આ મને ય ગળી જશે. (બી. એમ.પ્રજાપતિ, ગાંધીનગર) ફાંસીની સજા સાંભળ્યા પછી કસાબ ઘુ્રસકે ને ઘૂ્રસકે રડી કેમ પડ્યો હતો ? - ફાટી’તી. (હિતેશ એસ. દેસાઈ, તલીયારા-નવસારી) ચંદ્ર ઉપર પહેલો પગ તમે મૂક્યો હોત તો ક્યું ગીત ગાત ? - ‘સારે જહાં સે અચ્છા, હંિદુસ્તાં હમારા...’ (પ્રયોગિની માંજરેકર, વડોદરા) શેક્સપિયરે કહ્યું છે, ‘દગો એ સ્ત્રીનું બીજું નામ’. આપનું શું કહેવું છે ? - બસ. મારા જુનિયરે કહી દીઘું છે. રીપિટ ક્યાં કરવું ? (ભરત ડી. સાંખલા, ડીસા) માણસોમાં આજકાલ ત્યાગની ભાવના કેમ લૂપ્ત થતી જાય છે ? - જેટલું પ્રીમિયમ ભર્યું હોય, એટલી જ પોલિસી ચાલે. (સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ) કહે છે કે નરકમાં પણ હસવાની જરૂરત છે. તમે અરજી કરી શકશો ? - ઓહ... સવાલ તમે ઠેઠ ત્યાંથી મોકલ્યો છે ? (કુ. વિરલ દવે, દામનગર-લાઠી) લગ્ન પછી સાનિયાએ પોતાની અટક ‘મિર્ઝા’ જ રાખવાનો નિર્ણય કર્યો છે. સુઉં કિયો છો ? - શોએબ પણ એ જ અટક રાખવાનો છે. (વંદિત નાણાવટી, રાજકોટ) એકસો ડો. કેતન દેસાઈઓ આપો, તો દેશનું બઘું દેવું ચૂકવી આપું. - એકાદ ખોખું પહેલા મને મોકલાવો... આખો કેતન ચૂકવી આલું. (વિદુર પંડ્યા, ગાંધીનગર) સંિહોની વસ્તીગણત્રી થાય છે... કૂતરાંઓની કેમ નહિ ? - વિગતો લખાવતી વખતે સંિહો પગ ઊંચો નથી કરતા. (શ્યામ ચિરાગ ખીમાણી, ગોંડલ) ડેબિટ-કાર્ડની જા.ખ.માં સ્ત્રી-મોડેલો કેમ નથી હોતી ? - ઘણાં પોતાની વાઇફને ડેબિટ-કાર્ડ કહે છે. (નયન ભટ્ટ, મુંબઇ) રાષ્ટ્રીય ફૂલ તરીકે ‘કમળ’ જ કેમ પસંદ થયું ? - લીંબુના ફૂલ મોંઘા પડતા’તા... ! (પૂજા/હિતેન દોમડીયા, વડાલ-જૂનાગઢ) અમારે આપના શિષ્ય થવું છે. - હું ‘અસોકરામ બાપુ’ નથી. (ખુશાલ ડી. ચંદે, જૂનાગઢ) તમે કુંવારા હશો, ત્યારે કેટલા બુઘ્ધિશાળી હશો... નહિ ? - તમે ય પરણ્યા પછી આ સવાલ પૂછ્યો લાગે છે ! (વિનોદ ભી. ભરખડા, બગસરા) ‘મેરા ભારત મહાન’, તો ‘મેરા ગુજરાત ?’ - ભારતથી મહાન બીજું કાંઈ ન હોય. (રશિદા-ઇલ્યાસ તરવાડી, ચલાલા) ગુરૂને પ્રસન્ન કરવા શું કરવું જોઇએ ? - હળી. (વિજય એમ. જોશી, ભાવનગર) ‘પરાઈ નાર પર બુરી નજર મત ડાલો’, એવું ગાનાર સ્વ. કિશોરકુમારે ચાર લગ્નો કેમ કર્યા હતા ? - પાંચમી નહોતી મળી માટે. (લલિત ઓઝા, જૂનાગઢ) શાહજહાંની જગ્યાએ અશોક દવે હોત તો શું બંધાવત ? - લૉજનું ટીફિન. (વી.કુમાર નાયી, હંિમતનગર) |