home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગ્રહોનાં તેજ-તિમિર

આવનાર ત્રણ મહિના મનમોહનસંિહ માટે કસોટીજનક નીવડે

પોતાની તીવ્ર પ્રજ્ઞા અને અનુભવના આધારે આપણા શાસ્ત્રકારોનું કથન છે કે ‘રાજા કાલસ્ય કારણમ્‌’ સરળ અર્થમાં રાજા કાળનું કારણ છે. સારો કે ખરાબ, વ્યવસ્થિત કે આધાંઘૂધીવાળો - શાંતિ-આબાદી કે મુશ્કેલીઓ-વિટંબણાઓથી ભરેલો સમય પ્રજાજનોએ સહન કરવાનો આવે છે - તેનું મુખ્ય કારણ તે સમયનો રાજા - રાજ્યનો વડો કે તે સમયની તેની રાજ્યવ્યવસ્થા હોય છે.

આજે આ લેખમાં ૧૨૦ કરોડથી વઘુ માનવવસ્તી ધરાવતો અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભૌગોલિક સીમા ધરાવતા દેશના વડાપ્રધાન મનમોહનસંિહની જન્મકુંડળીની ચર્ચા કરીએ. મનમોહનસંિહનો જન્મ હાલમાં પાકિસ્તાનમાં ઇસ્લામાબાદથી ૮૦ કીલોમીટર દૂર ‘ગેહ’ નામના ગામમાં તા. ૨૬-૦૯-૦૯ના રોજ લગભગ ૧૧-૩૦ કલાકે થયો હતો.

ગુરૂના ઘરનું ધનલગ્ન ધરાવતા મનમોહનસંિહ રાજકારણના કોઈ બેકગ્રાઉન્ડ વગર આટલા મોટા દેશના વડાપ્રધાન થવા ભાગ્યશાળી નીવડ્યા છે. ધનલગ્ન અને લગ્નેશ ગુરૂ નવમાં સ્થાનમાં સંિહ રાશિનો મજબૂત થઈને બેઠો છે. નવમા સ્થાનમાં રહેલો ગુરૂ, લગ્ન જોતો હોવાથી લગ્ન અને લગ્નેશ બન્ને મજબૂત બન્યાં છે.

ધનલગ્ન અને લગ્ન ઉપર ગુરુની શુભદ્રષ્ટિને કારણે પહેલી નજરે શાંત-સૌમ્ય દેખાતા આ વિદ્વાન વડાપ્રધાનની કુંડળીમાં ત્રીજા પરાક્રમ સ્થાને કુંભ રાશિના રાહુએ તેમને મક્કમતા અને પોતાના નિર્ણયને વળગી રહેવાની દ્રઢતા આપી છે.

આર્થિક બાબતોના નિષ્ણાંત એવા ડૉ. મનમોહન સંિહની કુંડળીમાં દસમા કર્મ સ્થાનમાં કન્યા રાશિનો સ્વગ્રહી બુધ આવેલો છે. આ સ્વગ્રહી કન્યાના બુધના કારણે આ રાજપુરૂષ અતિબુઘ્ધિશાળી-વિશાળ વાંચન અને તીવ્ર તર્કશક્તિ ધરાવતા વિદ્વાન બનાવ્યા છે અને નવમા સ્થાનનો માલિક સૂર્યની દસમા સ્થાનનાં માલિક બુધ જોડેની યુતિએ તેમની કુંડળીમાં ‘બુધાહિત્ય’ યોગ બનાવ્યો છે. જેને તેમને યશ-કીર્તિ-જ્ઞાન અને મેધા આપી છે.

જમણેરી મૂડીવાદી વિચારશરણીના પુરસ્કર્તા અર્થશાસ્ત્રના નિષ્ણાંત મનમોહનસંિહની કુંડળીમાં ‘વિપરીત રાજયોગ’ થયો છે. જ્યારે ખાડાના (૬ઠ્ઠા-આઠમા-બારમા) સ્થાનના માલિકો ૬ઠ્ઠા-આઠમા અથવા બારમા સ્થાનમાં હોય ત્યારે આવો વિપરીત રાજયોગ બને છે. મનમોહનસંિહની ધનલગ્નની કુંડળીમાં બારમા સ્થાનનો માલિક મંગળ ૬ઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનનો માલિક શુક્ર પણ છઠ્ઠા સ્થાનમાં અને ૬ઠ્ઠા સ્થાનનો માલિક ચંદ્ર સ્વગ્રહી થઈને આ મંગળ શુક્રની સાથે યુતિ કરે છે. આવો વિપરીત રાજયોગ ભાગ્યે જ જોવામાં આવે છે. (સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન - ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ વગેરે ગણીગાંઠી સફળ વ્યક્તિઓની કુંડળીમાં આ વિપરીત રાજયોગ જોવામાં આવે છે.) આ વિપરીત રાજયોગ ધરાવતી વ્યક્તિઓ સામાન્ય પરિસ્થિતિમાં જન્મી ભાગ્યના બળે જીવનની ટોચ ઉપર પહોંચી જાય છે.

વડાપ્રધાન મનમોહનસંિહની કુંડળીના નબળા પાસામાં આઠમા સ્થાનમાં કર્ક રાશિનો મંગળ અને વઘુમાં તેની બીજા સ્થાનમાં રહેલા શનિ ઉપર અશુભ દ્રષ્ટિ-પાંચમા સ્થાનનો માલિક આઠમા ખાડાના સ્થાનમાં ગણી શકાય. આઠમા સ્થાનમાં રહેલા આટલા બધા ગ્રહો-અવારનવાર તેમને શારીરિક અસ્વસ્થતા આપે છે.

હવે ભારતના વડાપ્રધાનનો આવનાર સમયનો વિચાર કરીએ તો સામાન્ય પ્રજાને પરેશાન કરી નાંખતી મોંઘવારી-આતંકવાદ-નકસલવાદ પોતાના અને સાથી પક્ષોમાં મતભેદ - ગૃહપ્રધાન ચિદંબરમ્‌, પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ પક્ષના સિનિયર નેતા દિગ્વિજયસીંહ - ટેલિકોમ પ્રધાન રાજા - આ બધાના તોફાની - એકબીજાની વિરૂઘ્ધનાં નિવેદનોને તેમની નિષ્ફળતાઓ આ બધાનો દોષનો ટોપલો વિના કારણે વડાપ્રધાન માથે આવ્યો છે.

‘ગ્રહો જ સંજોગો પેદા કરે છે અને સંજોગો જાતકને યશ-અપયશ અપાવે છે’ એ જ્યોતિષ શાસ્ત્રના કથન મુજબ મનમોહનસીંહ સંજોગોના શિકાર બન્યા છે. તા. ૨૫-૧૦-૨૦૦૯ના રોજ પ્રગટ થયેલા લેખમાં ઓક્ટોબર ૨૨૦૯ થી મે - ૨૦૧૦ સુધી વક્રીમાર્ગી ગતિથી લગભગ સાડાસાત મહિના જેટલા લાંબા સમય સુધી કર્ક રાશિના મંગળની અસરો નોંધતા વડાપ્રધાન મનમોહનસંિહ વિશે લખ્યું હતું કે ‘‘ધન લગ્ન ધરાવતાં વડાપ્રધાન મનમોહનસંિહ માટે જન્મના સૂર્ય ઉપરથી કન્યાના શનિનું ભ્રમણ તથા આઠમાં સ્થાનમાં કર્કના મંગળનું ભ્રમણ-અશુભ-કસોટીવાળું ગણાય. માનસિક વિટંબણા અને નિરાશાવાળો સમય ગણાય’’ છેલ્લા છ મહિનામાં બનેલી ઘટનાઓ આ ફળકથનને સત્ય સાબિત કરે છે.

હવે તા. ૨૬-૫-૨૦૧૦ થી ૨૦-૦૭-૨૦૧૦ સુધી મંગળ સંિહ રાશિમાં અને તા. ૨૦-૦૭-૨૦૧૦ સુધીમાં કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આ બન્ને રાશિમાં મંગળનું ભ્રમણ વડાપ્રધાન મનમોહનસંિહ માટે પ્રતિકૂળ નીવડવાનું છે. રાજકીય મતભેદો-સાથીઓનું નિરંકુશ વર્તન - દેશની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને અંગત સ્વાર્થ આ બધી બાબતો પ્રતિકૂળ નીવડવાની છે.

આમાં પણ તા. ૨૦-૦૭-૨૦૧૦ થી ૫-૦૯-૨૦૧૦ સુધી કન્યા રાશિમાં ભ્રમણ કરશે જે તેમના દસમા કર્મસ્થાનમાં રહેલા જન્મના સૂર્ય-બુધ ઉપર ભ્રમણ કરશે. આ સમય ગોચરનો કન્યાનો સૂર્ય અને કન્યાનો બુધનું જન્મના સૂર્ય ઉપરનું ભ્રમણ વધારે અશુભ કસોટીમય નિવડશે એમ ગ્રહો સંકેત આપી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar