home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

રંગલાનું ભ્રમ સત્ય

બુદ્ધુ અને બુદ્ધિજીવીઓની જયંતી!

ગૌતમબુઘ્ધની જયંતિ તો ઉજવાઈ અને હવે ઉજવીશું આવતીસાલ બુઘ્ઘુ લોકો અને બુદ્ધિજીવીઓની જયંતિ. બંનેનો પ્રોબ્લેમ એ છે કે પકડી રાખે તોય પ્રોબ્લેમ અને છોડી દે તોયે પ્રોબ્લેમ ! આપણે નથી ઉજવવી પણ એ જીવાત્માઓ એવા માથે પડ્યા છે કે એ લોકો રોજ સવારસાંજ જયંતિનો ઉત્સવ ઉજવ્યા કરે છે. એમ કેમ ? એનો વિચાર હું કરતો હતો ત્યાં રંગલો હાંફતો હાંફતો આવ્યો. મને કહે પટેલ સાહેબ ! મને એક સોલીડ વિચાર આવ્યો છે. મારે ગૌતમ બુઘ્ધને ઇમેઇલ કરવો છે. પટેલે પૂછ્‌યું કે તારી પાસે એમનું ઇમેઇલનું સરનામુ છે ? રંગલાએ જવાબમાં કહ્યું - બુઘ્ધમ શરણમ્‌ ગચ્છામિ પીપળાના ઝાડ નીચે.

પટેલ ઃ મને કંઇ સમજાતું નથી.

રંગલો ઃ વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. ઘ્યાનમાં એમને ચરમસીમાએ પહોંચી જવું હતું અને એ જ સાંજે સુજાતા નામની કન્યાએ ભિક્ષામાં ખીર આપી હતી. બસ એ પછી એ પીપળાના ઝાડ નીચે ઘ્યાનમાં બેસી ગયા છે.

પટેલ ઃ તું એમને મળ્યો હતો ?

રંગલો ઃ ના.

પટેલ ઃ એમને મળ્યો નથી તો પછી એ ઘ્યાનમાં બેઠા છે એમ શી રીતે કહી શકે ?

રંગલો ઃ દુનિયામાં જેટલા મંદિર અને મ્યુઝિયમ છે એ બધામાં આંખો બંધ કરીને એ ઘ્યાનમાં બેઠા છે. મારો ઇમેઇલ વાંચશે તો એમની આંખો ઉઘડી જશે.

પટેલ ઃ તમે ખબર છે અફઘાનિસ્તાનમાં એ ઉભા હતા એવી મૂર્તિ હતી ?

રંગલો ઃ તાલીબાનોએ એમને કહ્યું કે બેસી જાવ પણ એ મક્કમ રહ્યા. હવે ત્યાં કશું નથી. મારે એમને કહેવું છે કે તમારો સંદેશો તમારા પાંચ શિષ્યો સુધી પહોંચ્યો હતો. આજે એ છે નહીં અને તમારો સંદેશો પથ્થરની મૂર્તિમાં જ કેદ થઇ ગયો છે. બાકી બધા બુઘ્ઘુઓ અને બુદ્ધિજીવીઓ પૂર્વથી માંડી પશ્ચિમમાં તમારો સંદેશો ગળામાંથી માઈક્રોફોનમાં ફેંકે છે પણ ગળાની નીચે ઉતારતા નથી.

પટેલ ઃ જગત આજે એમને યાદ તો કરે છે ને !

રંગલો ઃ એમના નામે ચરી ખાવા. યાદ તો તમે ને હું નથી કરતા ? અરે યાદ તો માયાદેવીથી માંડીને પશ્ચિમની માયામાં ફસાઈ ગયેલા લોકો પણ એની જ જૂની ગ્રામોફોનની રેકર્ડ મુજબ વર્ષોથી માનવતાવાદી સિઘ્ધાંતોનો બકવાસ કર્યા જ કરે છે.

પટેલ ઃ ઉત્તરપ્રદેશમાં માયાદેવી તો કહે છે કે આ એકમાત્ર બૌઘ્ધ ધર્મનું હૃદય સ્થળ છે. એમના ગળામાં લાખ્ખો રૂપિયાની નોટોના હાર છે. એમની મિલ્કત ચોસઠ કરોડથી વધારે છે અને હવે એમણે નવા ઠરાવો, નવી કમીટી ને નવો રીપોર્ટ દલીતોના ઉઘ્ધાર માટે કર્યા છે. પશ્ચિમમાં બુશ મહારાજે માનવતાવાદી સિઘ્ધાંતોના ઉઘ્ધાર માટે લાગણીને કચડીને ટેકનોલોજીથી વૉર જાહેર કરી દેશની ઇકોનોમીની ઉંચી રાખવા લડાઈના શસ્ત્રોની સહાય લીધી હતી જેથી માનવતાનો કોપીરાઇટ અમેરિકાનો છે એ પૂરવાર થાય.

પશ્ચિમમાં માયા સંસ્કૃત શબ્દ કોઈ સમજતું નથી પણ એ સમજવું હોય તો તમારે ગ્લોબલાઇઝેશન શબ્દનો અર્થ સમજવો. બન્નેમાં સત્ય એક જ છે. ગ્લોબલાઇઝન = માયા. સમયે બુશજીને ગુલાંટ ખવડાવી ને નવી માનવતાવાદની ગુલાંટ ખાઈને ઓબામા સત્તા ઉપર આવ્યા. એમણે સોનેરી ભવિષ્યની મીડીયા દ્વારા આંતરરાષ્ટ્રીય જાહેરાત કરી. એ જાહેરાત સાંભળીને નોબેલ પ્રાઇઝવાળા ગાફેલબંદાઓએ એમને નોબલ પ્રાઇઝ આપ્યું.

અત્યારે હજારો ટન તેલની ટાંકીઓ સમુદ્ર ઉપર અકસ્માતથી ઠલવાઇ ગઇ છે. પાણીના બદલે સમુદ્ર ઉપર તેલ છે. પરીણામે સમુદ્રના પ્રાણીઓ ગૂંગળાઈ રહ્યા છે. એ જ રીતે ઓબામા પણ અમેરિકાના અને પાકિસ્તાનથી માંડી કોરીયાના પ્રોબ્લેમમાં ગૂંગળાઈ રહ્યા છે. બઘું ગૂંચાઈ ગયું છે.

જ્યારે ગૂંચાઈ જાય અને ઉકેલ જડે નહી ત્યારે રાજકારણમાં આજે નવી પ્રથા દાખલ થઇ છે. રંગલાએ જેવો રીપોર્ટ તૈયાર કર્યો છે એવો લાંબો રીપોર્ટ માયાદેવીથી માંડી ઓબામા અને સત્તાધીશોએ લોકોને શાંત કરવા કરવો પડે. રીપોર્ટ એટલો લાંબો હોય કે એને સમજાવવા કમીટીની નીમણૂંક કરવી પડે -

કમીટી ! કમીટી એટલે શું ?

કમીટીમાં નથી જોવાનું. કમીટીઓએ ઘડેલા ઠરાવો જુઓ.

ઠરાવો શું ઘડ્યા છે ?

મહત્ત્વ ઠરાવોનું નથી. ઠરાવો માટે ભાષણો કોણે કર્યા છે?

તમે કહેતા હો તો હું ભાષણ કરૂ.

ભાષણો તો કરવાના હોય જ્યારે કામ ન કરવું હોય ત્યારે. કામ કરવાનું હોય ત્યારે શું કરવાનું ?

એ તો જ્યારે કામ કરીએ ત્યારે ખબર પડે.

રંગલાનો ઇમેઇલ વાંચીને કહ્યું કે આ રીપોર્ટ પીપળાના ઝાડ નીચે પહોંચાડી દે. રંગલો પીપળાના ઝાડ નીચે પહોંચ્યો. ગૌતમ બુઘ્ધ તો મળ્યા નહીં. ઘ્યાનમાં બેઠો કે આમ કેમ ? ગૌતમ બુઘ્ધ જરૂર મને સંદેશો આપશે. ઉડતું ઉડતું એક છાપું એના માથા ઉપર પડ્યું. મોટા અક્ષરોમાં અદ્યતન સમાચારો હતા. લાઈન હતી ઃ

કુંભના મેળામાં એક નાગાબાવાનું ખીસ્સુ કપાયું.

બુઘ્ધનો બુઘ્ઘુજીવીઓ માટેનો આ સંદેશો સી.એન.એન. ઉપર બ્રેકીંગન્યુઝમાં પટેલે જોયો. એમાં નાગાબાવાઓના હાથમાં બંદુકો અને લડાઈનો શસ્ત્રસરંજામ હતો. આગળ રંગલો એ લોકોને લઇને ચાલતો હતો. ગૌતમ બુઘ્ધનો સંદેશો તમને સમજાયો ?

Copyright   © Gujarat Samachar