સાયના ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં
જકાર્તા,તા.૨૬
ભારતીય બેડમંિટન સ્ટાર સાયના નેહવાલે વઘુ એક સિઘ્ધિ મેળવવા તરફ આગેકૂચ કરતાં ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાયનાએ ગત સપ્તાહે જ સંિગાપોર ઓપન સુપર સિરીઝ ટાઇટલ જીતી ઇતિહાસ રચી દીધો હતો અને તે વર્લ્ડ રન્કિગમાં રેકોર્ડ ત્રીજા ક્રમે પહોચી ગઇ હતી. હવે સાયના પાસે સતત બીજા સપ્તાહે ટાઇટલ જીતવાની તક છે, જે તેને રેન્કિગમાં ફાયદો કરાવી શકે છે.
ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝની સેમિ ફાઇનલમાં સાયના નેહવાલે જાપાનની એરીકો હિરોસેને ૨૧-૯, ૨૧-૧૦થી કચડીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સાયના ગત વર્ષે ઇન્ડોનેશિયામાં જ તેની કારકિર્દીનું પ્રથમ સુપર સિરીઝ ટાઇટલ જીતી હતી. ટોપ સીડ સાયનાએ તેની ચોથો સીડ ધરાવતી હરિફ પર બરોબર પકડ જમાવી રાખી હતી અને તેને પરત ફરવાની તક આપ્યા વિના જ માત્ર ૨૭ મિનિટમાં જીત મેળવી હતી. આ સાથે સાયનાને સતત ત્રણ આંતરરાષ્ટ્રીય બેડમંિટન ટાઇટલ જીતવાની તક છે.
સાયનાએ સંિગાપોર ઓપન ટાઇટલ પહેલા ઘરઆંગણે ઇન્ડિયન ઓપન ગ્રાં પ્રિ જીતી હતી. વર્લ્ડ રેન્કિગમાં ત્રીજો ક્રમ મેળવી ઇતિહાસ રચનારી સાયનાનો મુકાબલો હવે જાપાનની સાયાકા સાતો સામે થશે. જેણે સેમિ ફાઇનલમાં ઇન્ડોનેશિયાની એના રોવીતાને ૨૧-૧૯, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો.