home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલો વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ્યો છે અને કેટલીક સુપરસ્ટાર ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇને ઘરભેગી થઇ ગઈ છે. વર્લ્ડ ચેમ્પિયન ઇટાલી, ફ્રાન્સ, ડેનમાર્ક અને સર્બિયા હારીને સ્વદેશ પરત ફરી ચુક્યા છે. યુરોપની અન્ય હાઇપ્રોફાઇલ ટીમો ઇંગ્લેન્ડ અને જર્મની આજે આમને-સામને ટકરાશે અને તેમનો મુકાબલો ભારે રસપ્રદ બનશે. આ બંને ટીમો વચ્ચેના મુકાબલા ભૂતકાળમાં એક્સ્ટ્રા ટાઇમથી પણ આગળ વધીને પેનલ્ટી સુધી પહોંચેલા છે. ક્લોસા આજની મેચમાં જર્મનીને વિજય અપાવવા આતુર છે.

જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ બે મેચોમાં આસાન જીત મેળવી શક્યું નથી. તેમનો સ્ટાર ખેલાડી વેન રૂની જાણે મેદાન પર દેખાતો જ ન હોય તેવું તેનું પ્રદર્શન રહ્યું છે. જર્મનીનું ડિફેન્સ કેપ્ટન લામની આગેવાનીમાં છે જ્યારે ઈંગ્લેન્ડનું ડિફેન્સ ટેરીના નેતૃત્વ હેઠળનું છે બંને ખુબ જ અનભવી અને મહેનતું છે. મીડ ફિલ્ડમાં બંને ટીમો બરોબરીની છે. બેરી, લામ્પાર્ડ અને જેર્રાડની ત્રીપુટીના જવાબમાં જર્મની પાસે સ્વાઇન્સટાઇગર, મુલર અને ઓઝીલ છે.

જર્મનીનું આક્રમણ પોડોસ્કી અને ક્લોસાના હાથમાં છે તો કપેલો તેની સામે રુની અને ડેફોને ઊતારશે. જર્મની અને ઇંગ્લેન્ડના મુકાબલામાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે પણ આ મેચ ચુકવા જેવી નથી.

જર્મનીમાં ૨૦૦૬માં રમાયેલા વર્લ્ડ કપમાં આર્જેન્ટીના અને મેક્સિકો વચ્ચે રમાયેલી મેચ ખરેખર આકર્ષક રહી હતી. જો કે ત્યાર બાદ આર્જેન્ટીનાની ટીમ વઘુ મજબુત બની છે.

કોચ મેરેડોનાને જીતવાનો વિશ્વાસ છે અને તેની ટીમ ફેવરિટ જ મનાય છે. જો કે મેક્સિકોને પણ નબળુ ન માની શકાય. મેક્સિકો પાસે હેર્નાન્ડેઝ, ડોસ સાન્તોસ અને માર્ક્યુએઝ જેવા સ્ટાર ખેલાડીઓ છે.

વર્લ્ડ કપમાં આજની મેચો

જર્મની વિ. ઈંગ્લેન્ડ, સાંજે ૭.૩૦ વાગ્યાથી

આર્જેન્ટીના વિ. મેક્સિકો, રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી

Copyright   © Gujarat Samachar