home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

લોથર મેથ્યૂસની કોલમ

મેક્સિકો અને આર્જેન્ટીના વચ્ચે હાઇવોલ્ટેજ જંગ
જર્મની સામે ઇંગ્લેન્ડને વિજય અપાવવા માટે રૂનીએ શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે

નોક આઉટમાં જર્મની અને ઈંગ્લેન્ડના મુકાબલાએ ફૂટબોલ ચાહકોમાં ભારે રોમાંચ ફેલાવી દીધો છે. ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ મનાતાં ઈંગ્લેન્ડે પ્રથમ બે મેચોમાં નબળો દેખાવ કર્યો, જો કે ત્રીજી મેચમાં તેમનો દેખાવ ઉત્સાહવર્ધક રહ્યો હતો. જર્મની પણ ખુબ જ મજબુત ટીમ છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં હરિફ ટીમને કચડી નાંખવાની તેમની ક્ષમતા દર્શાવી દીધી છે. ઈંગ્લેન્ડને આશા નહતી કે તેમની સામે અમેરિકા મેચ ડ્રો કરી જશે. જ્યારે જર્મનીએ ક્યારેય કલ્પના જ નહતી કરી કે તેઓ સર્બિયા સામે હારી જશે. જો કે આનું નામ જ ફૂટબોલ.

રુનીએ વિજય મેળવવા આક્રમક દેખાવ કરવો પડશે.

જર્મની હાલ તો બોએટેંગ, સ્વાઇન્સટાઇગર અને ઓઝિલની ફિટનેસ અંગે ચંિતિત છે. ઓઝિલ યુવા છે અને તેને ભાગ્યનો સારો સાથે મળે છે, તે ટીમને નાવિન્ય પ્રદાન કરે છે. ક્લોસા અને પોડોસ્કી ઈંગ્લેન્ડના ડિફેન્સને ભેદવાની ક્ષમતા ધરાવે છે, જ્યાર રૂનીએ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ઇતિહાસ કહે છે કે જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચો મોટાભાગે બરોબરી પર જ પુરી થતી હોય છે અને આખરે પેનલ્ટી શૂટ આઉટમાં નિર્ણય લેવાય છે, જેમાં જર્મની જ જીતે છે. ૧૯૯૦ના વર્લ્ડ કપમાં અને ૧૯૯૬ના યુરો કપમાં આમ થયું હતુ અને હવે કદાચ ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આ જોવા મળે તો નવાઇ નહીં.આર્જેનટીના માટે મેક્સિકો સામેની મેચ આસાન રહેશે તેમ લાગી રહ્યું છે. જો કે આ વર્લ્ડ કપમાં આપણે જોયું છે કે કોઇ ટીમ ચોક્કસ જીતશે જ તેવું માની શકાય નહીં. મેક્સિકોની ટીમ ભારે આક્રમક છે અને તેઓ સતત આક્રમણ કરવાની માનસિકતા સાથે જ રમવા ઉતરશે. લાયોનેલ મેસી સુપર સ્ટાર છે અને તે મેદાન પર રમતો હોય ત્યારે આખરી વ્હીસલ ન વાગે ત્યાં સુધી આર્જેન્ટીના હારી ગયું તેમ માની ન શકાય. આર્જેન્ટીના અને મેક્સિકોનો ુમુકાબલો હાઇટેન્શન રહેશે, જે ટીમ પહેલા ગોલ ફટકારશે તેને થોડો વઘુ ફાયદો મળશે.

Copyright   © Gujarat Samachar