| ર્લ્લસી ઁચયી
> Picture gallery |
| |
| શનિવારે જેઠ પુનમના દિવસે જમાલપુરના પ્રસિઘ્ધ જગન્નાથ મંદીરથી સાબરમતી નદીના સરદાર બ્રીજના કીનારા સુધી જલયાત્રા કાઢવામાં આવી હતી. આ જલયાત્રામાં હાથીઓ અને માથે કળશ લઇને અસંખ્ય ભાવિકો જોડાયા હતા. રથયાત્રા નિકળેતે પહેલા જલયાત્રાનું ખુબ જ મહત્ત્વ હોય છે. જગન્નાથ મંદીરના મુખ્ય મહંત શ્રી રામેશ્વરદાસજી દ્વારા જલયાત્રાન વિધિ કરવામાં આવી હતી. આ સમયે આખો કિનારો ભાવિકોથી છલકાઈ ગયો હતો. અને ભક્તિમય દ્રશ્યો સર્જાયા હતા. જલયાત્રાએ રથયાત્રાની તૈયારીઓનું સૌથી મોટુ ધાર્મિક પાસુ છે. (તસવીર ઃ ગૌતમ મહેતા) |
|
|
| ફિલ્મો હોય કે રિયાલિટી શો હોય, દિલધડક અને સનસની ખેજ ‘સ્ટંટ’નું વિશેષ મહત્ત્વ હોય છે. કેટલાક વીરલા એવા હોય છે જેઓ આવાં સાહસનો વિચાર કરે તેની સાથે જ શરીરમાં એડ્રેનલિન ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે અને તેઓ અદમ્ય જોશનો અનુભવ કરે છે. રશિયન ખસ્ઠ રાઇડર એલેકસી કોલેશ્નીકોવ તેમજ ડકાર ૨૦૧૦ના વિજેતા અને કામાઝ માસ્ટર ટીમના પાઇલોટ વ્લાદિમિર ચાજિને હવામાં ઉડતી હોય તેવી ટ્રકો પરથી પસાર થઇ જવાનો સૌ પ્રથમ વખત મોટર સાઇકલ જમ્પ મારવાની સિઘ્ધિ હાંસલ કરી છે. હેરતઅંગેજ આ જમ્પમાં રેમ્પની ઊંચાઈ ૨.૫ મીટરની હતી. હવામાંથી વછૂટવા અને સામે પાર ઉતરવા માટે ગેપ-વિસ્તારનું માપ ૧૨ મીટર થયું હતું. ટ્રકો પરથી હવાઈ કૂદકો મારતા પહેલાં મોટરસાઇકલ સવારની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. સાહસની અદમ્ય ઇચ્છા ધરાવનારાઓ જ આવા દિલધડક પડકારો ઝીલી શકે છે અને આપણા જેવાં માત્ર તાળીઓના ગડગડાટ કરવા સિવાય કશું કરી શકતાં નથી ! |
|
|
| ક્રિકેટ લેજન્ડ તેંડુલકર ટેનિસનો જબરદસ્ત ચાહક છે. અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ તે સમય કાઢીને ટેનિસ જોવાનું ચુકતો નથી. તેણે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની કેટલીક મેચો નિહાળી હતી. |
| |
| બ્રાઝિલીયન ચાહકોએ પોર્ટુગલ સામેની મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જો કે બ્રાઝિલ ગોલ ફટકારવામાં નિષ્ફળ રહ્યું હતુ. |
| |
વોશંિગ્ટન ખાતે યોજાયેલા એક સમારોહમાં મેક્સિકોના તીનેક સમૂદાયના લોકોએ એક ખાસ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ એક ખાસ પ્રકારનો ડાન્સ છે જે તહેવારોના દિવસોમાં આ સમૂદાયના લોકો કરે છે જેમાં એક ઉંચા થાંભલા સાથે બાંધેલા દોરડા પર ઉંધા લટકીને વિવિધ કરતબો કરવામાં આવે છે. |
| |
ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામેલા સુધાકર યાદવે ફિફા વર્લ્ડ કપની વિવિધ ટીમોને ઉત્સાહ આપવા માટે એક ખાસ પ્રકારની સાઈકલ બનાવી છે. ફુટબોલના બોલ જેવા આકારની આ સાઈકલને ત્રણ પૈડા છે. આ સાઇકલને હૈદરાબાદ ખાતે રજૂ કરવામાં આવી હતી અને તેને નિહાળવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. |
| |
| |