home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સોનમ કપૂરને હવે પિતા અનિલ કપૂર સાથે કામ કરવાની ઇચ્છા

મુંબઈ, તા.૨૬

અનિલ કપૂરની મોટી દીકરી સોનમે હિરોઇન બનવાનો નિર્ણય લીધો છે જ્યારે સોેનમની નાની બહેન રિયાએ નિર્માતા બનવાનું નક્કી કરીને પોતાની બહેનને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ‘આયેશા’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું છે અને આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે, સોનમ તેને હિરોઇન તરીકે ચમકાવતી પોતાની બહેનની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ વિશે બહુ ઉત્સાહિત છે અને હવે તેને પિતા અનિલ કપૂર સાથે કામ કરવાની ઇચ્છા છે.

હિરોઇન તરીકે ચમકાવતી પોતાની બહેનની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ વિશે સોનમ બહુ ઉત્સાહિત છે

સોનમ કપૂરની બે ફિલ્મો નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે. બીજી જુલાઇના દિવસે રિલીઝ થનારી ઇમરાન ખાન સાથેની તેની ‘આઇ હેટ લવસ્ટોરીઝ’ના પ્રોમો લોકોને પસંદ પડી રહ્યા છે. આ ફિલ્મ પછી ઓગસ્ટમાં તેની અભય દેઓલ સાથેની ‘આયેશા’ રિલીઝ થશે. સોનમ આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે કારણ કે એનું નિર્માણ તેની બહેન રિયાએ કર્યું છે. આ ફિલ્મ વિશે વાત કરતા સોેનમ કહે છે કે ‘‘મેં આ ફિલ્મમાં કલાકારની જવાબદારી નિભાવી છે અને રિયાએ નિર્માતા તરીકેની. મેં અને રિયાએ નિર્માણ દરમિયાન કે એના પછી એકબીજાના કામમાં માથું નથી માર્યું. જોકે આ મારી બહેનની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ હોેવાના કારણે હું એના વિશે બહુ ઉત્સાહિત છું.’’

છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે સોનમને તેના પિતા અનિલ કપૂર સાથે ‘મિસ્ટર ઇન્ડિયા’ની સિક્વલ માટે સાઇન કરવામાં આવી છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા સોનમ કહે છે કે ‘‘એ વાત સાચી છે હું મારા પિતા સાથે કામ કરવા માગું છું. મેં તેમની સાથે એક એડમાં કામ કર્યું છે અને તેઓ જોરદાર અભિનેતા છે. જોકે હું તેમની સાથે ‘મિસ્ટર ઇન્ડિયા’ની સિક્વલમાં કામ કરવાની છું એ વાત અત્યારે તો સાચી નથી કારણકે હજી સુધી આ ફિલ્મના કોઈ કલાકારોની પસંદગી કરવામાં નથી આવી. જોકે મને ઓરિજિનલ ફિલ્મ આજે પણ બહુ ગમે છે અને હું એને ગમે તેટલી વાર જોઇ શકું છું. હું આ સિક્વલનો હિસ્સો હોઇશ કે નહીં એ તો મને ખબર નથી, પણ આ સિક્વલ માટે હું બહુ ઉત્સાહી છું. અત્યારે તો હું એ વાતે ખુશ છું કે મને અક્ષયકુમાર સાથે ‘થેન્ક યુ’માં કામ કરવાની તક મળી છે. હું મારી સ્કૂલના દિવસોથી અક્ષયકુમારની મોટી ચાહક છું અને આજે પણ તેમની સાથે કામ કરવી વખતે ઉત્તેજનાથી મારા રુંવાડા ઉભા થઈ જાય છે.’’

 
Copyright   © Gujarat Samachar