home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

આસામના કરીમગંજની ઘટના
મૃત કાકાને ખાઈ જનારા ત્રણ ભત્રીજાની ધરપકડ

(પી.ટી.આઈ.) કરીમગંજ, તા. ૨૬

અત્રે એક ઘૃણાસ્પદ બનાવ અંગે પોલીસે એવું જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે ત્રણ વ્યકિતઓએ તેમના કાકાની લાશની અંતિમ વિધિ કરતી વખતે મૃતદેહમાંથી માસ ખાઘું હતું, આથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય કરનારાના માથા મૂડી ગ્રામજનોએ જૂતાનો હાર પહેરાવ્યો

મંગળવારે હરિપ્રસાદ રાકિયાસને (૫૦) કથિત રીતે બંટરપુર ખાતે આપઘાત કર્યો હતો અને પોલીસ કેસથી બચવા તેમના ત્રણ ભત્રીજાઓએ મૃત વ્યકિતના ઘરની નજીક તેને દાટી દીધો હતો એવું તેમણે જણાવ્યું હતું.

જયારે પડોશીઓએ તે સ્થળેથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી ત્યારે દિલબર રાકિયાસન (૩૩), સકુકુમુરા રાકિયાસન (૩૪) અને સંજીબ રાકિયાસને (૨૧) મૃતદેહ કાઢીને તેને શુક્રવારે બાળવાનો નિર્ણય કર્યો હતો.

પણ જયારે ચિતા સળગાવવામાં આવી ત્યારે ત્રણે યુવાનોએ મૃતદેહમાંથી માસના ટુકડા કાઢી ખાવાનું ચાલુ કર્યુ હતું. ભત્રીજાઓના આવા કરતુત જોઈ સ્થાનિક લોકોએ આ ત્રણેનો ટકો મુંડો કરાવીને તેમના ગળામાં જુતાનો હાર પહેરાવીને ગામમાં કાઢયું હતું, અને તે પછી પોલીસને સોંપી દીધા હતા.

પોલીસે ત્રણે સામે ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ કરીને તેમને શનિવારે કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં રીમાન્ડ આપ્યા હતા.

 
Copyright   © Gujarat Samachar