home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

મરાઠી ભાષા માટે તોફાનો કરાવતા
રાજ ઠાકરેનો પુત્ર મરાઠીમાં નહિ, અંગ્રેજીમાં અભ્યાસ ઇચ્છે છે

મુંબઈ, તા. ૨૬

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણસેના (મનસે) મુંબઈમાં મરાઠી નહિ બોલનારાઓ માટે મરાઠી ભાષા શીખવાના વર્ગો ચલાવે છે, પરંતુ મનસેના જ પ્રમુખ રાજ ઠાકરેનો પુત્ર અમિત માસ મીડિયામાં સ્નાતક બનવા માટુંગાની રૂઈઆ કોલેજમાં અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસ કરવા માગે છે.

મુંબઈની રૂઇઆ કોલેજમાં માસમીડિયા માટે મરાઠી માઘ્યમ હોવા છતાં અંગ્રેજી માઘ્યમ પસંદ કરતા દંભની પોલ ખુલી

હકીકત એ છે કે, રૂઇઆ કોલેજ આ જ અભ્યાસક્રમ આ વર્ષથી મરાઠી ભાષામાં ચલાવવાની છે, પરંતુ રાજ ઠાકરેપક્ષના ઓછામાં ઓછા ૫૦ કાર્યકરોનો કાફલો લઈને ગુરૂવારે બપોરના ૧૨-૩૦ કલાકે પોતાના પુત્ર અમિતને બેચલર ઓફ માસમીડિયા (BMM)ના અંગ્રેજી અભ્યાસક્રમમાં કલેજમાં ભણાવાતા વિષયો અને અન્ય વિષયોની પૂછપરછ કરી હતી.

પુત્ર અને પતિએ રૂઈઆ કોલેજની મુલાકાત લીધાને સમર્થન આપતા રાજ ઠાકરેના પત્ની શર્મિલાએ જણાવ્યું હતું કે, ‘તેઓ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ જો અમિત BMMમાં આગળ વધવા માગે તો કયા માઘ્યમને પસંદગી આપશે તેની ટીપ્પણ હું કરી શકીશ નહીં. હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.’ મનસેના પ્રવક્તા શિરીષ પારકરે પણ રાજ અને અમિત રૂઈઆ કોલેજ ગયા હોવાનું સ્વીકાર્યું હતું. ‘તેઓ ત્યાં પિતાની હેસિયતથી ગયા હતા, રાજકારણી તરીકે નહિ, મને મુલાકાતના હેતુની જાણ નથી.’ તેમ પારકરે જણાવ્યું હતું.

રૂઈઆ કોલેજમાં BMM નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, જો અમિત ઠાકરે કોલેજમાં એડમિશન મેળવશે તો રાજનીતિ વિજ્ઞાનના શિક્ષકને મુશ્કેલી પડશે. કારણ કે આ શિક્ષક મનસે તથા તેના જેવી વિચારધારા ધરાવતા પક્ષો દ્વારા હાથ ધરાતા મુદ્દાઓની નિયમિત ચર્ચા કરાવે છે. હવે અમિત વર્ગમાં હશે તો શિક્ષક આવી ચર્ચા કેવી રીતે કરાવશે તેનું અમને આશ્ચર્ય થાય છે.

બે વર્ષ પહેલા રાજ ઠાકરેના પુત્ર અમિતે માટુંગાની પોદાર કોલેજમાં મેળવી બીજી ભાષા તરીકે મરાઠીના બદલે જર્મન ભાષાને પસંદગી આપી ત્યારે મનસેએ બચાવમાં કહ્યું હતું કે, જર્મન ભાષા ‘સ્કોરંિગ વિષય’ હોવાથી અમિતે તેને પસંદગી આપી હતી.

 
Copyright   © Gujarat Samachar