home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >
શસ્ત્રોના જથ્થા સાથે પકડાયેલા જહાજની સંપૂર્ણ તપાસ થશે

(પીટીઆઇ) કોલકાતા, તા. ૨૬

સૈન્ય માટેનો દારૂગોળો અને વિસ્ફોટકો સહિત અન્ય કેટલીક સામગ્રી સાથે પકડાયેલા કરાચી જતા જહાજના કેપ્ટનની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કેપ્ટને પૂરા પાડેલા જહાજ અંગેના દસ્તાવેજો ‘‘વિરોધાભાસી’’ જણાતા અધિકારીઓ હવે જહાજને કોલકાતા બંદર ખાતે લઇ જવાની યોજના બનાવી રહ્યા છે.

જહાજના કેપ્ટન પાસેના દસ્તાવેજો શંકાસ્પદ તમામ કન્ટેનરની ચકાસણી કરવા નિર્ણય

ડીજીપી ભુપિન્દર સંિહે જણાવ્યું હતું કે ગઇકાલે અટકાયતમાં લેવાયેલા જહાજ ‘એગેન ગ્લોરી કંિગ્સટાઉ’ના કેપ્ટને પોલીસ અને કસ્ટમ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં ઘણી વિસંગતતા અને વિરોધાભાસ જોવા મળ્યો છે. જેના કારણે હવે જરૂર જણાશે તો જહાજને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ કોલકાતા બંદરે વઘુ તપાસ માટે લઇ જશે. પોલીસને અપાયેલી યાદીમાં જહાજના માલસામાન અંગેની વિગતો પૂરી પાડવામાં આવી નથી.

સંિહે જણાવ્યું હતું કે તપાસ ટુકડી આ જહાજમાં વઘુ શોધખોળ કરશે અને કેપ્ટનને જહાજમાંથી ઉતારીને ‘રેડિસન એરપોર્ટ’ ખાતે પૂછપરછ માટે લઇ જવાયો છે. બાંગ્લાદેશના ચિતાગોંગથી પાકિસ્તાનના કરાચી બંદરે જતા આ લિબેરિયન જહાજને પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ઘેરી લીઘું છે. આ અગાઉ ગઇકાલે ગુપ્તચર માહિતીના આધારે તેને કોલકાતા પાસેના દરિયામાંથી પકડવામાં આવ્યું હતું.

ગઇકાલે આ ૧૫૩ મીટરના જહાજમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો, રોકેટ લોન્ચર, વિમાનવિરોધી ગન અને બે મોટા ખોખા ભરીને સ્મોક બોમ્બ મળી આવતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. પાકિસ્તાન જતું જહાજ ભારતીય દરિયામાં શા માટે આવ્યું હતું તેની પણ અનેક અટકળો ચાલી હતી.

દરમિયાન આ જહાજને મુદ્દે આજે કોલકાતા ખાતે કોલકાતા બંદર, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ્સના અધિકારીઓની એક બેઠક મળી હતી. ડાયમંડ હાર્બર ખાતે લાંગરવામાં આવેલા આ ‘ભેદી’ જહાજની ડીઆઈજી (સીઆઈડી) અનુજ શર્મા, દક્ષિણ ૨૪ પરગણાના એસપી એલ એન મીણા અને કસ્ટમ્સના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સલામતીના કારણોસર હાલ આ જહાજની નજીક કોઇને પણ જવાની પરવાનગી આપવામાં આવી નથી.

 
Copyright   © Gujarat Samachar