home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

દિલ્હીની વાત

ભાવવધારાના નિર્ણયમાં યુપીએના ટેકેદાર

નવીદિલ્હી, તા. ૨૬

પેટ્રોલ-ડીઝલ-કેરોસીન અને રાંધણગેસના ભાવવધારાનો અળખામણો નિર્ણય યુપીએ સરકારે આખરે જાહેરકર્યો. ભાજપ અને ચાર ડાબેરી પક્ષોએ આ મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી. યુપીએનાં સાથીદાર મમતા બેનરજીએ પણ ભાવવધારાના નિર્ણયનો વિરોધ કર્યો. છતાં યુપીએ સરકાર પર કોઈ પ્રકારનું જોખમ નથી. તેનું મુખ્ય કારણ છે ઃ ડીએમકે અને એનસીપીએ યુપીએને આપેલો ટેકો. આ બન્ને પક્ષોના મળીને કુલ ૨૭ સાંસદો છે. તેમણે ભાવવધારાનો વિરોધ કર્યો હતો તો સરકારને તકલીફ પડી હોત, એવું એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કબૂલ્યું હતું.

ડીએમકે અને એનસીપીના ટેકાને કારણે જ ૧૯ સાંસદોનું જોર ધરાવતાં મમતા બેનરજી થોડાં ઢીલા પડ્યાં. જેમ કે, તેમણે કહ્યું કે ‘હું યોગ્ય સ્તરે આ નિર્ણયનો વિરોધ કરીશ’, પણ એ વિધાનનો વિસ્તાર કરવાનું ટાળ્યું. હકીકતમાં જે એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં મમતા પણ એક સભ્ય હતાં.

એનસીપીના શરદ પવાર અને ડીએમકેના અલાગીરી એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સી બેઠકોમાં હાજર રહેતા હતા, પણ મમતા તેમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં. હકીકતે તેમણે એ જગ્યાએ જ વિરોધ નોંધાવવો જોઇતો હતો. પરંતુ તેમણે એમ્પાવર્ડ ગુ્રપના વડા પ્રણવ મુખર્જીને અલગથી મળવાનું પસંદ કર્યું.

કોંગ્રેસી વર્તુળોમાં એવી છાપ પ્રચલિત છે કે મમતાના વિરોધનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આવી રહેલી ચૂંટણીઓ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પર નજર ઠેરવીને બેઠેલાં મમતા ભાવવધારાના મુદ્દે યુપીએ સરકારની સાથે દેખાવા ન ઇચ્છે. એ જ કારણથી તે પેટ્રોલના ભાવવધારાના મુદ્દે ચંિતિત પણ જણાતાં નથી. તેમનો વિરોધ કેરોસીન, રાંધણગેસ અને ડીઝલના વધારા પૂરતો મર્યાદિત છે. કેમ કે, આ ચીજોમાં ભાવવધારાની અસર સામાન્યમાં સામાન્ય માણસ પર થશે અને ડીઝલમાં ભાવવધારાથી રેલવે પર ભારણ વધશે.

એનસીપી અને ડીએમકેના માથે ચૂંટણીની ચંિતા નથી. એટલે તેમને ભાવવધારાના મુદ્દે સરકારની સાથે ઉભા રહેવાનું પોસાય એમ છે.

ફેશની ઝાકઝમાળ

દિલ્હીમાં ૨૫ જુલાઈથી પર્લ્સ કૂટ્યર વીકનો પ્રારંભ થયો. તેમાં ફેશનક્ષેત્રના નિષ્ણાતો રેમ્પ પર મોડેલો મારફતે અને ગોઠવણ સ્વરૂપે પોતપોતાની ડીઝાઈનો પ્રદર્શીત કરશે. ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અઘ્યક્ષ સુનિલ સેઠીએ આ આયોજનને ફેશની દુનિયાના વઘુ એક સીમાચિહ્ન તરીકે ઓળખાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar