home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

નકામા પ્લાસ્ટિકમાંથી લેપટોપ, મોબાઈલની બેટરી બનાવાશે

વોશંિગ્ટન, તા. ૨૬

હવે પ્લાસ્ટિક ફેંકવાને બદલે તેમાંથી રીચાર્જેબલ સેલ ફોન અથવા લેપટોપની બેટરી અને ટોનર તથા લુબ્રીકન્ટ જેવા ઉપયોગી ઉત્પાદન બનાવવામાં ઉપયોગ કરી શકાશે. એવો સંકેત એક નવા રીસર્ચમાંથી મળ્યો છે.

અમેરિકાની રીસર્ચ સંસ્થાએ પ્લાસ્ટિકનું કાર્બનના શુઘ્ધ કણોમાં રૂપાંતર કરવાની ટેકનિક વિકસાવી

અમેરિકાના ઇલ્લીનોઇના આરગોન નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિક વિલાસપોલે પ્લાસ્ટીકને શુઘ્ધ કાર્બનના ગોળાકારા કણોમાં રૂપાંતર કરવાનો સફળ પ્રયોગ કર્યો છે, અને તે કાર્બનનો ઉપયોગ ટાવર, બેટરી અને લુબ્રીકન્ટ બનાવવામાં કરી શકાશે.

જો આ શુઘ્ધ કાર્બનનો ઉપયોગ ટાયરમાં કરવામાં આવે તો માર્ગ સાથેના ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીને ઘટાડી શકાશે જેથી તેની અસર ઓછી થશે તથા ટાયરનું રબ્બર પીગળવાથી બચી જશે.

પોલી પ્રક્રિયામાં પ્લાસ્ટીકને એક બંધ ચેમ્બરમાં ગરમ કરવામાં આવે છે અને તેનું ગેસમાં રૂપાંતર કરવામાં આવે છે તે પછી ચેમ્બરમાં ‘ઇર્નટ ગેસ’ દાખલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટીકમાંના હાઈડ્રોજનને છુટો કરે છે.

આ હાઇડ્રોજન ગેસનો બળતણ તરીકે ઉપયોગ થઇ શકે છે. ચેમ્બરમાં જે કાર્બન રહી જાય છે તે ગોળાકાર અથવા ઇંડાનો આકાર અપનાવે છે અને તેનો ઉપયોગ ફીલ્ટરેશન જેવા કામમાં થઇ શકે છે. પોલે કહ્યું કે ‘આ પ્રક્રિયાથી કાર્બનના ગોળ દાણા અથવા નેનોટ્યુબ બનાવવા પેટ્રોલિયમ ગેસોની જરુર પડતી નથી.’

કાર્બનના આ ઝીણા ગોળ દાણા લુબ્રીકન્ટ, ટોનર, રંગ અને ફીલ્ટરમાં પણ ઉપયોગી નીવડે છે.

પોલે વઘુમાં કહ્યું કે ‘વ્યાજબી ખર્ચે આ બની શકે છે. તેનું પુનઃનિર્માણ થઇ શકે છે.’

Copyright   © Gujarat Samachar