home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

મનમોહનસંિહ ઓબામા સહિત અનેક નેતાઓ સાથે ચર્ચા કરશે

(પીટીઆઇ) ટોરોન્ટો, તા. ૨૬

કેનેડામાં આયોજિત G-20 શિખર પરિષદની સાથોસાથ વડાપ્રધાન ડો. મનમોહસંિહ કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર, યુએસ પ્રમુખ બરાક ઓમાબા, ફ્રાન્સના પ્રમુખ સારકોઝી સહિત વિશ્વના નેતાઓ સાથે શ્રેણીબઘ્ધ મંત્રણાઓ કરશે. ભારત અને કેનેડા વચ્ચે નાગરિક અણુઊર્જા સહકાર કરાર પર સહીસિક્કા કરવામાં આવનાર છે.

કેનેડા સાથે અમેરિકા જેવા પરમાણુ કરારને મુદ્દે સમજૂતી થવાની ઊજળી શક્યતાઓ

વડાપ્રધાન મનમોહનસંિહ આજે સાંજે કેનેડા આવી પહોંચશે અને મોડેથી વડાપ્રધાન સ્ટીફન હાર્પર સાથે દ્વિપક્ષી હિતો ધરાવતા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે મંત્રણાઓ કરશે. આ ઉપરાંત, યુએસ પ્રમુખ બરાક ઓબામા, બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુન, ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સારકોઝી અને જાપાનના વડાપ્રધાન નાઓટો કા સાથે પણ તેઓ અલગ અલગ મંત્રણાઓ કરવાના છે.

તેઓ બ્રિક- બ્રાઝિલ, રશિયા, ચીન-ના નેતાઓ સાથે મુલાકાત યોજવાના છે.

નાગરિક અણુઊર્જા સહકાર કરાર ઉપરાંત, ભારત અને કેનેડા વચ્ચે ઉચ્ચ શિક્ષણમાં સહકાર તથા ઉત્ખનન સહકાર અંગે સમજૂતીપત્રોમાં સહીસિક્કાઓ કરાશે. મનમોહનસંિહ અને સ્ટીફન હાર્પર વચ્ચે ૨૭ જૂને દ્વિપક્ષી બેઠકના અંતે કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે.

સ્ટીફન હાર્પર દ્વારા વડાપ્રધાન મનમોહન સંિહના માનમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ૪૦૦થી વઘુ મહાનુભાવ હાજરી આપશે. વડાપ્રધાન ભારત પરત આવવા સોમવારથી ટોરોન્ટોથી નીકળશે. મુલાકાત પૂર્ણ કરતા અગાઉ વડાપ્રધાન હાઉસ ઓફ કોમન્સ અને સેનેટના ઈન્ડો-કેનેડિયન સભ્યો તેમજ ઓન્ટારિયો વિધાનસભાના સભ્યો તથા અન્ય મહાનુભાવોને પણ મળશે.

Copyright   © Gujarat Samachar