home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

(-ઃ વાત વાતમાં ઃ-)

૨૫ વરસ પછીના બ્રેકંિગ ન્યુઝ...

પચીસ વરસ પહેલાં તમને કોઈએ કીઘું હોત કે બોસ, ભોપાલ ગેસ કાંડનો ચુકાદો પચીસ વરસ પછી આવશે ત્યારે કોઈને સજા નહિ થાય... તો તમે માન્યું હોત ?

અરે, પચીસ વરસ પહેલાં ભિખારીઓ મોબાઇલ રાખતા થઈ જશે એવી યે કોને ખબર હતી ? બસ તો, એ જ વાત પર વાંચી નાખો ૨૦૨૫ના કેટલાક ન્યૂઝ...

* * *

સચિન તેન્ડુલકર કહે છે કે, આ વરસે યોજાનારા ટેન-૧૦ વર્લ્ડ કપમાં હું રમવા માગું છું.

* * *

આવતીકાલથી લુહાર ટીવી ચેનલ પર (કેમ, ‘સોની’ હોય તો ‘લુહાર’ ચેનલ ના હોય ?) રાખી સાવંતનો ૧૦મો સ્વયંવર શરૂ થશે.

* * *

પેટ્રોલ- ડિઝલના ભાવમાં કાલથી ઘટાડો થશે. હવે પેટ્રોલ ૯૦૦ રૂપિયે લિટરને બદલે ૮૯૮ રૂપિયે અને ડિઝલ ૭૫૦ને બદલે ૭૪૨ રૂપિયે લિટર મળશે.

* * *

શરદ પવારે કહ્યું છે કે એપ્રિલ ૨૦૨૫ સુધીમાં પાણીના પાઉચની કંિમત ઘટીને ૧૫૦ રૂપિયા થઈ જશે.

* * *

મણિરત્નમની લેટેસ્ટ ફિલ્મ ‘કુંભકર્ણ’ એટલી સુપરહીટ છે કે ફિલ્મ ચાલુ થતાની ૧૦ મિનિટમાં બધા ઊંઘવા માંડે છે.

* * *

રિતીક રોશનની દિકરી નતાશા અમિતાભ બચ્ચનની હિરોઇન બનશે. ફિલ્મનું નામ છે ઃ ‘ચીની ખતમ’ !

* * *

સરકારે ફરી વાર જાહેર કર્યું છે કે અફઝલ ગુરુને જરૂરથી ફાંસી આપવામાં આવશે. એ બાબતે વિલંબ થશે નહિ

* * *

‘ડોકીયા’ના નવા મોબાઇલમાં (‘નોકીયા’ હોય તો ‘ડોકીયા’ કેમ ના હોય ?) નહાવાનું શાવર, દાઢી કરવાનું શેવર તથા પ્લાસ્ટીક સર્જરી કરવાનું સિલાઇ મશીન પણ હશે.

* * *

એક સર્વે મુજબ ભારતના ભિખારીઓ ભીખ માગવા કરતા વઘુ સમય એમના મોબાઇલ પર આવતી ફિલ્મો જોવામાં વીતાવે છે (આમાં ૧૦ ટકા આંધળા ભિખારીઓનો પણ સમાવેશ થાય છે !)

* * *

... અને, વડાપ્રધાન રાહુલ ગાંધીએ ફરીવાર જણાવ્યું છે કે, હજી લગ્ન બાબતે મેં કોઈ વિચાર કર્યો નથી.

- મન્નુ શેખચલ્લી

Copyright   © Gujarat Samachar