નડિયાદમાં પરીણિતાના મામલે ટોળાએ હુમલો કરતા ફરિયાદ
નડિયાદ,તા.ર૬
નડિયાદમાં એક પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ તેઓ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ઘ્યાને લઈ ફરિયાદ નોંધી હતી. આ બનાવે સામ-સામે ક્રોસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોીલસ કર્મીઓનું નામ પણ સામેલ હતું.
મહિલાએ સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ કરી ઃ સામે પક્ષે હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ થઈ
નડિયાદ પંથકના મંજીપુરા રોડ પર આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા પાર્થની ઉર્ફે પારૂલ કમલેશકુમાર પરમાર જેઓએ ગઈકાલે પોતાના સાસરીયાઓના શારીરીક અને માનસિક ત્રાસથી કંટાળી જઈ તેઓ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાસરીયાઓ કમલેશભાઈ પરસોત્તમભાઈ પરમાર, પરસોત્તમભાઈ ભીરનભાઈ પરમાર, તારાબેન પરસોત્તમભાઈ પરમાર, અજય પરસોત્તમભાઈ પરમાર, વિજયભાઈ પરસોત્તમભાઈ પરમાર, વિલાસબેન અજયભાઈ પરમાર તથા ચંપાબેન ખોડાભાઈ રોહિત જેઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ સંદર્ભે પાર્વતીબેનના જણાવ્યા પ્રમાણે તેઓના પતિ કમલેશભાઈના પ્રથમ છૂટાછેડા થયેલ હતાં. પરંતુ તેઓએ બીજા લગ્ન પછી પણ પહેલા લગ્ન કરેલ ને ફરીથી ઘરમાં લાવવા બાબતે ઘરમાં અવાર-નવાર જઘડા થતા હતાં. તથા પાર્વતીબેન ને ઘરકામ અંગે મ્હેણા ટોણાં મારી અને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો બહાર આવી હતી. આ શારીરિક - માનસિક ત્રાસ છેલ્લા ત્રણ મહિનાથી અસહ્ય પણ વધતા તેઓએ ગઈકાલે નડિયાદ પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી તેમની સાસરીયાઓ વિરૂઘ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની સામે પરસોત્તમભાઈ ડાહયાભાઈ રોહિત (પરમાર) જેઓએ ક્રોસ ફરિય્દ નોંધાવી હતી. જેમાં પોલીસ કર્મી યુ.આર.ચૌહાણ, કુંદન ઉમેદભાઈ ચૌહાણ, વિજય ઉમેદભાઈ ચૌહાણ તમામ રહે.પીપલગ તથા જશુભાઈ શંકરભાઈ રોહિત, જશુભાઈ શંકરભાઈનો દિકરો રહે.જલારામ પાર્ક સોસાયટી તથા જીજ્ઞેશભાઈ સોમાભાઈ તથા નિરવભાઈ સોમાભાઈ રહે.નિર્મલનગર તથા તેઓને સાથે આવેલ ૧૦૦ થી ૧પ૦ માણસના ટોળાએ પરસોત્તમભાઈના ઘરે ગઈકાલે રાતના સુમારે ઘાતક હથિયારો સાથે ઘરમાં ધૂસી જઈ કમલેશભાઈ તથા ચંપાબેનને શરીરે ગુપ્તી જેવા ઘાતક હથિયારથી ઈજાઓ પહોંચાડી હતી. તથા ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. આ બનાવમાં ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં.