home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વિસનગરમાં ચોરીના બે કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ

મહેસાણા,તા.૨૬

વિસનગર તાલુકાના ધારુસણા ગામની સીમમાં આવેલા પાતાળ કુવા ઉપરથી પાંચ દિવસ અગાઉ કેબલ ચોરી કરવાના કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. રૂા.૧૫ હજારના કેબલ કબજે લેવા પોલીસે ઝડપાયેલા બે સગાભાઇઓની વઘુ પુછપરછ શરુ કરી છે. આ ઉપરાંત તરભ ગામમાં આવેલા વાળીનાથ મંદિરનીગૌશાળામાંથી ગાયની ચોરી કરવાના આરોપમાં પણ વડનગરનો આરોપી ઝડપાઇ ગયો છે.

ધારુસણાની સીમમાંથી કેબલ ચોરીમાં બે સગા ભાઇઓને પકડી પૂછપરછ શરુ કરી

વિસનગર તાલુકાના ધારુસણા ગામની સીમમાં આવેલા રબારી નારણભાઇ હરજીભાઇના પાતાળકુવા ઉપરથી ૧૫ હજાર રુપિયાનો કેબલ ચોરાતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

પાંચ દિવસ પહેલાની ચોરીની ઘટનામાં પોલીસે ધારુસણા ગામના દેવીપૂજક ગોવંિદભાઇ મોહનભાઇ અને દેવીપૂજક ગોવંિદભાઇ મોહનભાઇ અને દેવીપૂજક નટુભાઇ મોહનભાઇની ધરપકડ કરી વઘુ પુછપરછ હાથ ધરી છે.નોંધપાત્ર એ છે કે તાજેતરમાં જ વિસનગર તાલુકાના તરભ ગામમાં આવેલી વાળીનાથની જગ્યામાંથી ગાય ચોરવાની કોશિશ કરવાના આરોપમા ં વડનગરમાં અમરપોળ દરવાજા નજીક રહેતાં દેવીપૂજક મેલાભાઇ ચીકુભાઇની વિસનગર પોલીસે ગઇકાલે રાત્રે ધરપકડ કરી છે. આમ વિસનગર પોલીસે ચોરીના બે કેસમાં કુલ ત્રણ દેવીપૂજકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar