સિહોર એસ.બી.આઈ. બેંકની તૃટીઓને લઇ સીનીયર સીટીઝનોને ભારે હાડમારી
ભાવનગર,
સિહોર એસ.બી.આઈ. શાખામાં આંતરીક ફેરબદલીને લઈ નવા અધિકારી સાથે ગ્રાહકો સેટ થયા નથી. તે ઉપરાંત બેસવાની કે કેશબારી વધારવા અંગે પણ કોઈ નિર્ણયો નહી લેવાતા આધેડ વયની વ્યક્તિને ભારે તકલીફ વેઠવી પડી છે. જે અંગે પેન્શનર પ્રતિનિધિ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
અપુરતા સ્ટાફ અને બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાની ઉઠતી ફરિયાદ
ભાવનગર એસ.બી.એસ. બેંકની એસ.બી.આઈ. બેંકમાં મર્જ થતા પ્રજાજનો એમ સમજતા હતા કે લોકોને સારી સુવિધા મળશે પરંતુ સિહોર એસ.બી.આઈ. શાખામાં આધેડ વયના ગ્રાહકો ખુબ જ મુશ્કેલીમાં મુકાયા છે. બેંકમાં જુના કર્મચારી હતા તેઓની ગ્રામ્ય વિસ્તારમાં ફેરબદલી કરી છે. અને ગ્રામ્ય વિસ્તારના બીન અનુભવી સ્ટાફને અહીંની શાખામાં બદલી કરી છે તેઓને સરકારી કામનો અનુભવ નથી એટલે ગ્રાહકોને ખુબ જ મુશ્કેલી પડે છે. બેંકના મકાન ખુબ જ સંકડાશવાળુ છે ગ્રાહકોને કલાકો સુધી ઉભુ રહેવું પડે છે તેમાં પેન્શનરો તથા સીની. સીટીજન ઉભા રહી શકતા નથી બેસવા માટે પુરતી જગ્યા નથી એટલે તેઓને મુશ્કેલી પડે છે. તેમજ અહીંની શાખામાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઘણી જગ્યા ખાલી છે તાલુકા કક્ષાની શાખા હોય ત્યાં ખાલી જગ્યા તુર્તજ પુરવી જોઈએ. પેન્શનરો તથા સીની. સીટીઝનની અલાયદી બારી કરવાની જરૂર છે જેથી મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા પેન્શનર સમિતિ દ્વારા રજુઆત કરાઈ છે.