home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
માંડવીના મોટીભાડઇ ગામ પાસે
દર્શન કરી પરત ફરતી વખતે બાઇક ઉપરથી પડી જતાં વૃદ્ધાનું મોત

ભુજ, તા. ૨૬

માંડવી તાલુકાના મોટીભાડઇ પાસે બાઇક પાછળ બેઠેલા વૃદ્ધા નીચે પડી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જયારે ગાંધીધામમાં તરૂણી અને ભુજમાં મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

ગાંધીધામમાં તરૂણીએ તથા ભુજમાં મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

માંડવી પોલીસે જણાવ્યું હતું કે માંડવીના ગુંદિયાળી ગામના રમેશ અરજણ રૂપાણી (ગરવા, ઉ.વ.૪૫) અને તેમના માતા ઝવેરબેન બાઇક નં. જીજ૧૨એબી ૨૯૩૨ પર બેસી પોણા બે માસ પૂર્વે કોઠારા કુળદેવી દર્શન કરી પરત ઘેર આવતા હતા ત્યારે મોટીભાડાઇ પાસે વૃદ્ધા બાઇક પરથી પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડતાં ત્યાં મૃત્યુ થયું હતું.

ગાંધીધામના આંબેડકરનગર કાર્ગો ઝુંપડામાં રહેતાં જી વૈંકટરાવ સુનારાયણની પંદર વર્ષની પુત્રી આદ્યલક્ષ્મીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

ભુજના જુની પોસ્ટ ઓફિસ સામે નાના વોંકળા શેરીમાં રહેતાં હર્ષદ અમરશી શાહના પત્ની તૃપ્તિબેન (ઉ.વ.૩૫) પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં તે માનસિક અસ્થિર મગજના હોવાનું ખુલ્યું હતું.

Copyright   © Gujarat Samachar