પેટ્રોલ- ડીઝલ- કેરોસીન- રાંધણ ગેસ જેવી
પેટ્રોલિયમ પદાશોમાં ભાવવધારો મોંઘવારીમાં વધારો કરશે
ગાંધીનગર,
પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તથા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતંિગ ભાવવધારો લદાયો છે આ ભાવવધારાની અસર પરિવહન ખર્ચ, બળતણ ખર્ચ ઉપર પડશે. પરિણામે પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં મોટે ભાગે તમામ ચીજવસ્તુઓના ભાવો વઘુ આસમાને ચઢશે, જેના ફળસ્વરૂપે નાના અને મઘ્યમ વર્ગનો ખો નીકળી જશે.
ભાવવધારાના કારણે લોકમાનસમાં દાવાનળ ઃ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મંદીમાં
રાંધણ ગેસના બાટલાનો ઉપયોગ કરોડપતિના ઘરથી માંડીને ગરીબના ઝૂંપડામાં પણ થાય છે, એટલે અત્યારે પ્રવર્તતો બાટલાદીઠ રૂા. ૩૨૫નો ભાવ વધીને રૂા. ૩૬૦ થતા તમામ ઘરોમાં આ ભાવવધારાની ઘેરી અસર પડશે.
કેરોસીનની લીટરદીઠ ભાવ રૂા. ૯.૨૦ હતો તે હવે વધીને રૂા. ૧૨.૨૦ થતાં નાના વર્ગનું માસિક બજેટ ખોરવાઈ જશે. માસિક ડીઝલનો ઉપયોગ ખેડૂતો તેમના પમ્પ સેટ ચલાવવા માટે મોટા પાયે કરે છે, એટલે આ ખરીફ સીઝનમાં તેમની પડતર મોંઘી થઈ જશે. રાજ્યમાં વાહનોની સંખ્યા વર્ષે સરેરાશ ૫ ટકા વધી રહી છે. ઓક્ટોબર- ૦૯ના અંતે રાજ્યમાં કુલ વાહનો ૧૧૪.૬૫ લાખ હતા, જેમાં ૭૩.૪૮ ટકા વાહનો દ્વિચક્રી હતા. આ દ્વિચક્રી વાહનો નાનો અને મઘ્યમ વર્ગ વાપરે છે. અત્યારે ગુજરાતમાં ઘરદીઠ દ્વિચક્રી વાહનો ેબેથી વઘુ છે. પરિણામે લોકોના જીવન ધોરણ ઉપર પેટ્રોલ અને ડીઝલમાં લદાયેલો ભાવવધારો સીધી અસર પાડશે. એસ.ટી.- એમ.એસ.ટી.એસ. જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનો આમ પણ મોંઘા છે અને એમાં ડીઝલના ભાવ વધતા ટીકીટના દર એમાં પણ વધી જશે.
આમ પણ સામાન્ય માનવીના જીવનને સીધી અસર કરતી આ ચીજોમાં છાસવારે થતા ભાવવધારાને કારણે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તે છે એમાં પાછો ઘરખમ ભાવવધારો ઝીંકાતા લોકોના મનમાં દાવાનળ સળગી રહ્યો છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ કંપનીઓ માટે પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઉપર નિયંત્રણ દૂર કરી આડકતરી રીતે કેન્દ્ર સરકારે ભોગવવી પડતી સબસિડીમાંથી છૂટકારો મેળવ્યો છે. પરંતુ તે પહેલાં તા. ૨૮-૨-૧૦ના રોજ બજેટમાં પેટ્રોલિયમ પેદાશો ઉપરની એક્સાઇઝ ડ્યુટી રીસ્ટ્રક્ચર કરીને ડીઝલમાં આશરે ૮ ટકા જેટલો વધારો કરેલો અને ત્યારબાદ અઢી મહિનાના ટૂંકા ગાળામાં જ લગભગ ૬.૬ ટકાનો વધારો ઝીંકી ટ્રાન્સપોર્ટરો માટે કઠીન પરિસ્થિતિ ઉભી કરી છે. ટૂંકા ગાળામાં ૧૫થી ૧૭ ટકા જેટલો પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થયેલો વધારો આર્થિક વ્યવસ્થામાં ફૂગાવાજનક પરિસ્થિતિ ઉભી કરશે અને માત્ર વપરાશકારો જ નહિ પરંતુ જાહેર જનતાને પણ આડકતરી રીતે મોંઘવારીની અસર ભોગવવી પડશે. એસોસિયેશને વઘુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને તેમના રાજ્યમાં વસુલ થતા ડીઝલ પેટ્રોલ ઉપરના વેટના દરો રીસ્ટ્રક્ચર કરવા જણાવ્યું છે ત્યારે ગુજરાતની વેપાર- ઉદ્યોગ આલમ તથા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે કરકપાત માટે ગુજરાત સરકાર તરફ રાહત માટે મીટ માંડી રહ્યા છે.