સુરત ઇન્કમટેકસને ર૦૦૦ કરોડથી વઘુનો લક્ષ મળશે (પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર સુરત ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ગત નાણાંકીય વર્ષે ફાળવાયેલો રૂ।.૧૮૬૦ કરોડને લક્ષ્યાંક પાર કરી રૂ।.૧૮૭૩ કરોડની વસુલાત કરતા ચાલુ નાણાંકીય વર્ષમાં ઇન્કમટેક્સને રૂ।.ર૦૦૦ કરોડથી વઘુનો લક્ષ્યાંક ફાળવવામાં આવે એવી શક્યતા છે. ગત્ વર્ષે રૂ.૧૮૬૦ કરોડના લક્ષ્યાંક ને સિઘ્ધ કરી સુરત આયકર ખાતાએ રૂ. ૧૮૭૩ કરોડની બેનામી આવક શોધી કાઢી હતી કેન્દ્રીય નાણાં મંત્રાલય તથા સીબીડીટી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન લક્ષ્યાંક ફાળવવામાં આવે તે પહેલાં જ સુરત ઈન્કમ ટેક્સ વિભાગની ડીડીઆઈ વંિગે સુરતના બે બિલ્ડર તથા એક ડાયમંડ જુથો પર મેગા સર્ચ-સર્વે ઓપરેશન હાથ ધરીને કુલ રૂ.૧૭૦ કરોડ જેટલી બેનામી આવક શોધી કાઢી છે.જેના પગલે ચાલુ નાણાંકીય વર્ષમાં સુરત ઈન્કમ ટેક્સ વિભાગને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકનો આંક પણ ઉંચો જાય તેવી સંભાવના વધવા પામી છે.આયકર ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ ગત્ નાણાંકીય વર્ષ-૨૦૦૯-૧૦માં સુરત ઈન્કમ ટેક્સ વિભાગને કુલ રૂ.૧૮૬૦ કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો.જે મંદીના માહોલને લક્ષમાં લઈને અગાઉના નાણાંકીય વર્ષ -૨૦૦૮-૦૯ની તુલનાએ રૂ.૨૪૦ કરોડ જેટલો ઓછો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ સુરત ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે ફાળવવામાં આવેલા લક્ષ્યાંકને હાંસલ કરીને સુરતના કરદાતાઓ પાસેથી રૂ.૧૮૭૩ કરોડ શોધી કાઢીને કરપાત્ર આવકની વસુલાત કરી હતી.જેના પગલે ચાલુ નાણાંકીય વર્ષમાં સુરત ઈન્કમ ટેક્સ વિભાગને રૂ.૧૮૭૩ કરોડ કરતાં વઘુ ઉંચો લક્ષ્યાંક ફાળવવામાં આવે તો નવાઈ નહીં. ઈન્કમ ટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ-૨૦૦૯-૧૦માં રાજ્યમાંથી કુલ રૂ.૧૫૨૪૦.૨ કરોડને નેટ ટેક્સ વસુલવામાં આવ્યો હતો.જેમાં કોર્પોરેટર સેકટરમાંથી રૂ.૭૨૯૬ કરોડ તથા રૂ.૬૬૫૭ કરોડના ટીડીએસ ટેક્સની વસુલાત કરી હતી.વીતેલા નાણાંકીય વર્ષમાં રાજ્યભરમાં ઈન્કમટેક્સ વિભાગે કુલ ૩૦૦ જેટલા સર્વે-સર્ચની કામગીરી હાથ ધરી હતી. જે પૈકી સુરતમાં જ ૧૭૩ જેટલા સર્વે-સર્ચે હાથ ધરીને કુલ રૂ.૨૫૫ કરોડની બેનામી કરપાત્ર આવક શોધી કાઢી હતી.સુરતમાં મુખ્યત્વે ટેક્સટાઈલ ડાયમંડ ઉધોગ ઉપરાંત બિલ્ડર લોબી અને જવેલરીના ધંધાર્થીઓને સર્વે દરમિયાન લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.ઈન્કમ ટેક્સ વિભાગે રાજ્યમાં કુલ ૨૭ દરોડા પાડીને કરચોરી કરતાં કરદાતાઓ પાસેથી કુલ રૂ.૫૭૬.૫ કરોડની બેનામી આવકની કબૂલાતો કરાવવામાં સફળતા મેળવી હતી. |