| વડોદરા કોરું ધાકોર ઃ ગોધરા અને દાહોદમાં રાતે વરસાદવડોદરા,શુક્રવાર વડોદરા શહેર આજે પણ આખો દિવસ વરસાદ વગર કોરું રહ્યું હતું જોકે. આજે મોડી સાંજ પછી ગોધરા, દાહોદ તથા કવાંટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ થતાં વડોદરામાં પણ ગમે ત્યારે વરસાદ પડી શકે છે તેવી આશા બંધાઇ હતી. વડોદરા જિલ્લાના કવાંટમાં પણ મોડી સાંજે ઝાપટાં વડોદરામાં આજે પણ દિવસ દરમિયાન વાતાવરણ અર્ધ વાદળછાયું રહ્યું હતું અને વરસાદના કોઇ ચિન્હો જણાયા ન હતા. વરસાદની રાહ જોઇ રહેલા શહેરીજનોની ધીરજની જાણે કસોટ ી થઇ રહી છે. બીજી બાજુ , આજે મઘ્ય ગુજરાતના અન્ વિસ્તારોમાં ઝાપટાં પડવા ચાલુ થયાં હતા. દાહોદના અહેવાલ મુજબ મોડી સાંજથી દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં સુસવાટાભેર પવનો સાથે વરસાદ ખાબકયો હતો. થોડા વિરામ બાદ ફરી વરસાદી ઝાપટાં શરુ થતાં ખેડૂતો હરખાઇ ગયા હતા. ગોધરાના પણ અહેવાલ મુજબ રાતના સાડા નવ વાગ્યા પછી ગોધરા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ થતાં લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલો મળ્યા હતા. |