પહેલાં કૂતરાનો ત્રાસ ને કરડ્યા પછી મ્યુનિ. અધિકારીઓનો ત્રાસ વીએસમાં હડકવા વિરોધી રસી ખલાસ ઃ દર્દીઓમાં રોષ અમદાવાદ,શનિવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સૌથી મોટી હોસ્પિટલ એવી વાડીલાલ હોસ્પિટલમાં આજે હડકવા વિરોધી રસી ખાલી થઇ જતાં દર્દીઓ રઝળી પડ્યા હતાં. ભર ગરમીમાં બપોરે ૨ વાગ્યે લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે રસી ન મળી ત્યારે કેટલાય દર્દીઓની ડોક્ટરો સાથે ચકમક ઝરી હતી. જોકે ભારે રકઝક બાદ વીઆઇપીઓ માટે રખાયેલા જથ્થામાંથી કેટલાક લોકોને રસી આપીને બાકીનાને પ્રાઇવેટમાં રસી લેવા માટે રવાના કરાયા હતાં.
હૈદરાબાદ એરપોર્ટ પર રસીનું પાર્સલ ફસાયું ઃ કરડ્યાનો પહેલો દિવસ હોય તેવા ૨૬ લોકોને જ ઇન્જેેક્શન અપાયાં વીએસ હોસ્પિટલમાં દરરોજ બપોરે અઢીથી પાંચ દરમિયાન કૂતરું કરડ્યું હોય તેવા અમદાવાદના નાગરિકોને મફતમાં રસી અપાય છે. હડકવા વિરોધી રસીનો કોર્સ ૧૫૦૦ રુપિયામાં પડતો હોવાથી ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો મ્યુનિ. હોસ્પિટલમાં જ તે રસી લેવા માટે આવે છે. જોકે આજે વીએસ હોસ્પિટલમાં આ રસીનો સ્ટોક ખાલી થઇ જતાં લોકો ભારે ગુસ્સે થયા હતાં. આ મુદ્દે તપાસ કરતાં ખબર પડી હતી કે માત્ર ૩૦ રસીનો સ્ટોક જ હતો. જે વીઆઇપી માટે રખાયો હતો. જોકે લોકોએ ભારે વિરોધ કરતાં આ સ્ટોક વાપરવો પડ્યો હતો. આ સ્ટોકમાંથી આજે જ જેને કૂતરું કરડ્યું હોય અને પહેલો ડોઝ હોય તેવા ૨૬ લોકોને રસી અપાઇ હતી અને બાકીનાને રવાના કરવામાં આવ્યા હતાં. જોક કૂતરાની રસી ૦,૪,૭,૧૪ અને ૨૮માં દિવસે લેવી પડે છે. જો કોઇ આ પ્રમાણેનો ડોઝ મિસ કરે તો તેને હડકવા થવાની સંભાવના વધી જાય છે. મ્યુનિ. હડકવા ન થાય તે માટે કરોડો રુપિયા ખર્ચે છે. તે જોતાં વીએસ હોસ્પિટલમાં રસી પૂરી થઇ ગઇ છતાં નવો સ્ટોક કેમ ન મંગાવાયો તે બાબતે તપાસ કરતાં કેટલીક ચોંકવનારી હકીકતો જાણવા મળી હતી. વીએસ હોસ્પિટલ દ્વારા ઇન્ટ્રામસ્કુલર વેક્સિનની ૪,૦૦૦ જેટલી વાયલનો ઓર્ડર બે કંપનીને આપ્યો છે. તેમાંથી એક જથ્થો હૈદારાબાદથી આવવાનો હતો. જોકે હૈદરાબાદ એરપોર્ટ પર પાર્સલ ફસાઇ જતાં કે અન્ય સમસ્યા સર્જાતા હવે રસીનો જથ્થો વીએસ હોસ્પિટલ આવી શક્યો નહોતો ્અને કૂતરાના શિકાર લોકો રઝળી પડ્યા હતાં. મ્યુનિ.ના આ મેનેજમેન્ટ સામે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો કારણ કે લોકોએ બહારથી ત્રણસો રુપિયા ખર્ચીને રસીનો ડોઝ ખરીદવો પડ્યો હતો. ઇન્ટ્રા મસ્ક્યુલર રસી બંધ કરવાનો આદેશ છતાં વીએસમાં અપાય છે વીએસના ઉચ્ચ અધિકારીઓનું હડકવા વિરોધી રસીનું કૌભાંડ
અમદાવાદ,શનિવાર મ્યુનિ.ની વીએસ હોસ્પિટલમાં આજે ખાલી થઇ ગયેલી રસી બાદ કેટલીક ચોંકવનારી વિગતો બહાર આવી હતી. મ્યુનિ. હેલ્થ ઓફિસરે વીએસના ઉચ્ચ અધિકારીઓને નવી ટેક્નિક પ્રમાણે ચામડીમાં આપવાની હડકવા વિરોધી રસી વાપરવાનું કહ્યું છે. તેમ છતાં ત્યાંના અધિકારીઓ જૂની ટેક્નિક એટલે કે નસમાં આપવાની રસી જ વાપરી રહ્યા છે. નવી ટેક્નિકની ઇન્ટ્રા ડર્મલ રસીનો ૧૦૦૦ વાયલનો જથ્થો પણ વીએસમાં કેટલાય સમયથી પહોંચાડી દેવાયો છે. છતા તે પડી રહી છે. વીએસના અધિકારીઓ ૧,૦૦૦ ઇન્ટ્રા ડર્મલ રસીનો જથ્થો કેમ વાપરતા નથી? ઃ નવી ટેકનિકથી ૬૦ ટકા ખર્ચ બચી શકે હોસ્પિટલના સ્ટાફને બેથી ત્રણ વખત નવી રસી આપવાની ટ્રેનંિગ પણ આપી દેવાઇ છે છતાં જૂની રસીની ખરીદીમાં કમિશન મળતું હોવાથી તે ચાલુ રખાઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઇન્ટ્રા ડર્મલ રસી મ્યુનિ.ને ૩૦૦ રુપિયામાં પડે છે જ્યારે જૂની ઇન્ટ્રા મસ્ક્યુલર રસી ૧૫૦૦ રુપિયામાં પડે છે. આમ વીએસના અધિકારીઓ મ્યુનિ. પર ખર્ચ બોજો પાડી રહ્યા છે. એલજી અને શા.ચી. હોસ્પિટલમાં નવી ટેક્નિકથી રસી આપવાનું શરુ થઇ ગયું છે. સ્ટેન્ડંિગ કમિટીમાં નવી ટેક્નિકની રસી ખરીદવાની મંજૂરી એપ્રિલમાં જ અપાઇ ગઇ હતી. |