ફિલ્મી ગપસપ...! કેટરીના કૈફ-બચકે રહેના રે બાબા
દીપિકા અને રણબીર પાછા એકઠા થયા છે એ અફવા સરાસર ગલત છે. હવે તેમની વચ્ચે માત્ર મૈત્રી જ છે. પ્રેમની વાત તેઓ ભૂલી ગયા છે અને દીપિકા આ પરિસ્થિતિથી ખુશ છે. જ્યારે રણબીર તેનાથી પણ વઘુ ખુશ છે. તે કેટરીનાનો સાથ છોડવા તૈયાર નથી અને હવે તો વાત એટલી હદ સુધી પહોંચી ગઇ છે કે કેટ અને રણબીરે દુનિયાની ઐસી-તૈસી કરી જાહેરમાં સાથે ફરવાનું શરૂ કર્યું છે. જાણવા મળ્યા પ્રમાણે તેમણે મુંબઇના વાંદરા વિસ્તારમાં મિલન માટે એક નવું સ્થળ શોધી કાઢ્યું છે અને ત્યાં તેઓ અવાર-નવાર સાથે કોફી પીતા અને લાંબી વાતો કરતા જોવા મળે છે. સલમાન અહીં નજીકમાં જ રહેતો હોવાથી આ બંનેને જરા સંભાળીને રહેવાની સલાહ આપવાનું મન થઇ જાય છે. ગોવંિદા-સલમાનભાઇથી નારાજ? બૉલીવૂડમાં થતી કાનાફૂસી સાચી હોય તો ગોવંિદા અને સલમાન વચ્ચે કિટ્ટા થઇ ગઇ છે. સલમાને તેની હોમ પ્રોડક્શન ફિલ્મમાં સોનાક્ષી સંિહાને સાઇન કરી ત્યારે ગોવંિદાને લાગ્યું હતું કે સલમાન તેની પુત્રી નર્મદાને પણ બ્રેક આપશે. આ આશાએ ચીચી ભૈયાએ સલમાન સાથે ઘણી મીટંિગો કરી. સલમાનને ઘણા ભાઇ-બાપ કર્યાં પરંતુ વાત આગળ વધી નહીં. આથી હવે ગોવંિદાએ સલમાન સાથે અબોલા લીધા છે. અને આ વાત ગળે ઊતરતી નથી. તમે જ કહો ‘પાર્ટનર’ દ્વારા સલમાને ગોવંિદાની ડૂબતી કારકિર્દીને જીવનદાન આપ્યું હતું. હવે ગોવંિદાના આખા પરિવારને પ્રમોટ કરવાનો તેણે ઠેકો થોડો લીધો છે? સોનમ કપૂરની લવ સ્ટોરીની આડે આવેલું ગ્રહણ સોનમ કપૂર અને પુનીત મલ્હોત્રાની લવ સ્ટોરી આડે ગ્રહણ આવ્યું છે. ના, આ ગ્રહણ પાપા અનિલ કપૂરને કારણે આવ્યું નથી. પરંતુ સોનમ અને તેની ફિલ્મ ‘આઇ હેટ લવ સ્ટોરી’ના દિગ્દર્શક પુનીત મલ્હોત્રાની લવ સ્ટોરીમાં ફિલ્મના નિર્માતા કરણ જોહરે વિલનનું કામ કર્યું છે. ‘આઇ હૅટ......’ રિલિઝને આરે છે ત્યારે કરણ તેની ફિલ્મની હિરોઇન અને દિગ્દર્શકની પ્રેમકથાની ચર્ચા થાય એમ ઇચ્છતો નથી. લોકો ફિલ્મના હીરોને બદલે દિગ્દર્શક સાથે હિરોઇનને સાંકળે એ કોઇ પણ નિર્માતા ચલાવી લે નહીં એ વાત સ્વાભાવિક છે. આથી કરણે સોનમ અને પુનીતને એકબીજા સાથે જાહેરમાં ફરવાની સ્પષ્ટ ના સુણાવી દીધી છે. આમ અનિલ જે કરી શક્યો નહીં એ કરણે કરી દેખાડ્યું છે. |