home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર

શેરબજાર

સેન્સેક્સ ૧૭૯૨૨ ઉપર બંધ થતાં ૧૮૨૮૮

ભારત સકારના કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રાલયના ફર્ટીલાઇઝર ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૧, એપ્રિલ ૨૦૧૦ના નોટીફિકેશન નંબર ૨૩૦૧૧/૧/૨૦૧૦ એમપીઆર દ્વારા સંિગલ સુપર ફોસ્ફેટસ (એસએસપી) ફર્ટીલાઇઝર જેનો વપરાશ વિશ્વના ટોચના દેશો કરતાં ભારતમાં ખૂબ જ ઓછો હોવાથી ચીલ્ડ ખેત ઉપજ વિશ્વની ૧૪.૦૦ સરેરાશ સામે ભારતમાં માત્ર ૬.૦૦ની છે. જેને ઘ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ થકી આર્થિક વૃદ્ધિને બે આંકમાં પહોંચાડવાના લક્ષ્યએ અપાતી સબસીડી ટનદીઠ રૂા. ૨૦૦૦ હતી, તે ૧, મે, ૨૦૧૦થી ૧૨૦ ટકા વધારી આપી રૂા. ૪૪૦૦ ટનદીઠ કરવામાં આવી છે. આ નોટીફિકેશનના અસાધારણ ફાયદાં એસ.એસ.પી.નું ઉત્પાદન કરવામાં સૌથી મોખરે રહેલી બે કંપનીઓને થશે (૧) લીબર્ટી ફોસ્ફેટ લિમિટેડ, જેની ક્ષમતા વાર્ષિક ૮,૨૬,૦૦૦ મેટ્રીક ટન છે. પ્રત્યક્ષ, પરોક્ષ રીતે મળીને ૭૧ ટકાથી વઘુ પ્રમોટર પ્રેફ. ફાળવણી મેળવનારા ગુ્રપના હોલ્ડંિગની કંપની જેની શેરદીઠ કમાણી રૂા. ૩.૯૦થી વધીને રૂા. ૧૩.૯૧ અપેક્ષીત છે. અને બુકવેલ્યુ રૂા. ૫૩ છે, જેને માત્ર ૬નો પી/ઇ ગણીએ તો પણ ભાવ રૂા. ૮૩ને આંબી શકનાર બુક વેલ્યુ કરતા નીચે રૂા. ૩૬ ભાવે ઉપલબ્ધ છે. (૨) ખૈતાન કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝર્સ જેની ક્ષમતા ૮,૪૫,૫૦૦ ટનની છે, અને શેરદીઠ કમાણી ૯૦ પૈસાથી વધીને રૂા. ૨૪ અપેક્ષીત છે. (કંપનીએ નુકસાન કરતા સોયા ડિવિઝનનું ઉત્પાદન બંધ કરી દેતા નફામાં વૃદ્ધિ મેળવશે) જે તેની અપેક્ષીત બુક વેલ્યુ રૂા. ૧૦૩ અને ૬ના પી/ઇ મુજબ રૂા. ૧૪૪ને આંબી શકવાની ક્ષમતા સામે બુક વેલ્યુ કરતા નીચા રૂા. ૭૯ ભાવે ઉપલબ્ધ છે.

ડાર્ક હોર્સ ઃ લીબર્ટી ફોસ્ફેટ ઃ ખૈતાન કેમિકલ

આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૦૦ સર્ટીફાઇડ, ૬ મેન્યુફેક્ચરીંગ યુનિટ, ૧૪ રાજ્યોમાં ૧ પ્રાદેશિક ઓફિસ દ્વારા માર્કેટીંગ, ૩૪ વર્ષથી એગ્રીકલ્ચર ક્ષેત્રે ફર્ટીલાઇઝરમાં ૮,૨૬,૦૦૦ ટનની વાર્ષિક એસએસપી (સંિગર સુપર ફોસ્ફેટસ), વાર્ષિક ૧,૬૫,૦૦૦ ટન એનપીકે અને ૫૦૦૦ ટન મેગ્નેશીયમ સલ્ફેટની ક્ષમતા ધરાવતી લીબર્ટી ફોસ્ફેટ લિમિટેડ એસએસપી ફર્ટીલાઇઝર્સમાં ભારતમાં બીજી સૌથી મોટી અને દેશની કુલ એસએસપી માંગના ૧૮ ટકા પુરવઠો પૂરો પાડતી કંપની છે. કંપની પોતાના ડાયરેક્ટ માર્કેટીંગ નેટવર્ક સિવાય ચંબલ ફર્ટીલાઇઝર લિમિટેડ, ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની લિમિટેડ અને ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સહભાગીદારીમાં માર્કેટીંગ-વેચાણ કરી રહી છે. કંપની ખેડૂતોમાં પોતાની બ્રાન્ડ ‘ડબલ હોર્સ’ નામે પ્રસિદ્ધી મેળવી છે. ભારત સરકારના કૃષિ ખાતાના જોઇન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા નિવૃત બી.કે. ઘુપિયા માર્કેટીંગ ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટસ સંભાળે છે. જેથી કંપની ૧૪ રાજ્યોના ૮૦૦૦ રીટેલ નેટવર્ક, ૭૦૦ ખાનગી ડીલર તથા ગ્રાહક લિસ્ટમાં ટાટા કેમિકલ્સ, ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ, ચંબલ ફર્ટીલાઇઝર, ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર્સ, ગુજરાત એગ્રો, ગુજકોમાસોલ, ગોદરેજ એગ્રોવેટ, રાજફેડ, એમ.પી. એગ્રો, માર્કફેડ (છતીસગઢ અને ભોપાલ), હિફેડ-હરિયાણા, હિમફેડ-શિમલા, એમએઆઇડીસી મહારાષ્ટ્ર, ઓઇલ ફેડરેશન-ભોપાલ જેવા જાણીતા ગ્રાહકો ધરાવે છે. ફર્ટીલાઇઝર વેચાણમાં ટ્રક ભાડા (ટ્રાન્સપોર્ટેશન) ખર્ચ વધારે હોય તો નુકસાનકારક હોય છે, પરંતુ લીબર્ટી ફોસ્ફેટ ઉદયપુર- રાજસ્થાનમાં વાર્ષિક ૧,૫૦,૦૦૦ ટન, ગુજરાતમાં ૭૫૦૦૦ ટન, મહારાષ્ટ્રમાં ૫૫,૦૦૦ ટન, મઘ્યપ્રદેશમાં ૧,૧૦,૦૦૦ ટન તથા કોટા-રાજસ્થાનમાં ૧,૫૦,૦૦૦ ટન વાર્ષિક, આમ વિવિધ રાજ્યોમાં ઉત્પાદન સવલતો ધરાવતી હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચતનો ફાયદો છે. પ્રમોટર્સ કંપનીમાં સતત પોતાનું હોલ્ડંિગ વધારેલું છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો ૫૧.૩૫ ટકા છે, પણ પ્રમોટર્સ અને અન્ય પ્રેફરન્શિયલ ફાળવણી મેળવનાર ગુ્રપ જે પબ્લિક હોલ્ડંિગમાં દર્શાવ્યું છે, તે મળીને કુલ ૭૧.૦૫ ટકા હોલ્ડંિગ દર્શાવે છે.

માર્ચ ૨૦૦૫માં કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડંિગ ૩૫.૩૭ ટકા હતું, જે માર્ચ ૨૦૦૬નાં ૬૫.૦૨ ટકા વધીને ૪૦.૩૯ ટકા, માર્ચ ૨૦૦૭માં ૫.૦૨ ટકા વધીને ૪૦.૩૯ ટકા, માર્ચ ૨૦૦૮માં ૪.૫ ટકા વધીને ૪૪.૮૯ ટકા, માર્ચ ૨૦૦૯માં ૩.૭૩ ટકા વધીને ૪૮.૬૨ ટકા, માર્ચ ૨૦૧૦માં ૨.૭૩ ટકા વધીને ૫૧.૩૫ ટકા, આમ ચાર વર્ષમાં કુલ ૧૬ ટકા હોલ્ડંિગ વધાર્યું છે. જે વિવિધ શેર ભાવે રૂા. ૧૦, રૂા. ૧૮, રૂા. ૨૫ અને રૂા.૩૧.૬૦ ભાવે પ્રેફરન્શિયલ ઇસ્યુ થકી વધાર્યું છે. આ સિવાય તે જ સમય દરમિયાન પબ્લિક હોલ્ડંિગમાં દર્શાવેલું અનુક્રમે ૨.૧૨ ટકા, ૩.૭૩ ટકા, અને ૧૩.૮૫ ટકા હોલ્ડંિ પણ પ્રેફરન્શિયલ ઇસ્યુમાંથી મેળવેલું છે. જેની સંખ્યા ૨૮,૪૪,૩૯૬ શેરોનું છે. માર્ચ ૨૦૦૬માં કંપનીના પેઇડઅપ શેર ૪૧,૨૯,૫૦૦ હતા, જે માર્ચ ૨૦૧૦માં ૧,૪૪,૩૮,૨૦૧ છે. આમ ચાર વર્ષમાં કુલ ૧,૦૩,૦૮,૭૦૧ શેરોનો વધારો થયો છે. માર્ચ ૨૦૦૬માં પ્રમોટર્સ પાસે ૧૪,૬૦,૬૪૫ શેરો હતા, જેમાં ૫૯,૫૨,૭૯૫ શેરો વધારો થઇ હાલ ૭૪,૧૩,૪૪૦ શેરો થયા છે. પબ્લિક હોલ્ડંિગમાં પ્રેફરન્શિયલ ફાળવણીના ૨૮,૪૪,૩૯૫ શેરો ઉમેરીએ તો કુલ ૧,૦૨,૫૭,૮૩૫ શેરો થાય. જે કંપનીની કુલ પેઇડઅપના ૭૧.૦૫ ટકા હોલ્ડંિગ થાય છે. જેથી પ્રમોટર્સ અને તેના ગુ્રપનું કુલ હોલ્ડંિગ ૭૧.૦૫ ટકા થયું હોવાનું દર્શાવે છે.

કંપનીનું ગ્રોસ પ્રોફીટ માર્જીન જે હાલ ચાર ટકા છે, તે વધીને ૧૦ ટકા સરળતાથી હાંસલ કરી શકશે. આ ઉપરાંત નેટ પ્રોફીટ માર્જીન (એનપીએમ), જે ૨.૮૨ ટકા છે, તે વધીને ૭ ટકાથી વઘુ સરળતાથી મેળવી શકશે. આમ લીબર્ટી ૭ ટકાથી વઘુ સરળતાથી મેળવી શકશે. આમ લીબર્ટી ફોસ્ફેટનું વેચાણ જે ૨.૮૨ ટકા છે, તે વધીને ૭ ટકાથી વઘુ સરળતાથી મેળવી શકશે. આમ લીબર્ટી ફોસ્ફેટનું વેચાણ જે માર્ચ ૨૦૧૦ના રૂા. ૨૦૫ કરોડ હતું, એ વધીને રૂા.૨૮૭ કરોડ અપેક્ષીત છે અને ૭ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો રૂા. ૨૪.૦૯ કરોડ મેળવી શેરદીઠ કમાણી રૂા. ૧૩.૯૧ની અપેક્ષીત છે. જે સારા ચોમાસાના સંજોગોમાં વઘુ પ્રોત્સાહક પરિણામોની પણ ક્ષમતા ધરાવે છે. (૧) લીબર્ટી ફોસ્ફેટ લિમિટેડ રૂા. ૧૩.૯૧ની અપેક્ષીત ઇપીએસ અને સંપૂર્ણ ઉદ્યોગના ૧૪ના પી/ઇ સામે માત્ર ૬નો પી/ઇ આપીએ તો પણ રૂા. ૮૩ના ભાવને આંબીશકનાર અને અપેક્ષીત બુક વેલ્યુ રૂા. ૫૩ સામે રૂા.૩ ભાવે બીએસઇમાં (૫૩૦૨૬૩) ઉપલબ્ધ છે. (૨) ખૈતાન કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝર્સ જેની અપેક્ષીત રૂા. ૨૩ની શેરદીઠ કમાણીને પણ સંપૂર્ણ ઉદ્યોગના ૧૪ના પી/ઇ સામે મા ૬નો પી/ઇ આપીએ તો પણ ભાવ રૂા. ૧૪૪ને આંબી શકનાર તેની અપેક્ષીત બુક વેલ્યુ રૂા. ૧૦૩ સામે માત્ર બીએસઇ (૫૦૭૭૯૪) પર રૂા. ૭૯ ભાવે ઉપલબ્ધ છે.

સેન્સેક્ષ આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૨૨૨ના ટેકાએ ૧૭૯૨૨ ઉપર બંધ આવતા ૧૮૨૮૮ની ઉંચાઇને અને નિફ્‌ટી ૫૧૬૬ના ટેકાએ ૫૩૭૭ ઉપર બંધ આવતા ૫૪૮૮ની ઉંચાઇને આંબતા જોવાશે.

Copyright   © Gujarat Samachar