કોમોડિટીઝ ચાંદીમાં બે દિવસમાં રૂ.૪૬૫નો ઉછાળો (ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર ચાંદીના ભાવો આજે કિલોના રૂ.૨૨૫ વઘ્યા હતા. બે દિવસમાં ભાવો રૂ.૪૬૫ વઘ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૂ.૫થી ૧૦ વઘ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો રૂ.૩૦૦૨૦ વાળા રૂ.૩૦૨૪૫ બંધ રહ્યા હતા જ્યારે સોનાના ભાવો ૯૯.૫૦ના રૂ.૧૮૮૨૦ વાળા રૂ.૧૮૮૩૦ અને ૯૯.૯૦ના રૂ.૧૮૯૧૦ વાળા રૂ.૧૮૯૧૫ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવો રૂ.૧૮.૮૦થી વધી ૧૯ ડોલરની સપાટીને પાર કરી ૧૯.૦૫ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ૧૨૫૦.૭૦ વાળા આજે ૧૨૫૪.૫૦થી ૧૨૫૫ ડોલર રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૂ.૨૨૧૦૦૦ રહ્યા હતા. યુરોપમાં ગ્રીસ, સ્પેન અને પોર્ટુગલમાં નાણાંકિય કટોકટી વધી રહ્યાના નિર્દેશોએ વિશ્વબજારમાં સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ફંડોની ખરીદી આવતી રહી છે. મુંબઈમાં તાજેતરમાં ૨૧મી જૂનના રોજ ચાંદીનો વિક્રમ ઉંચો ભાવ રૂ.૩૦૩૪૦નો દેખાયો હતો. ખાંડમાં ઉછાળો નવી મુંબઈ ખાંડ બજારમાં આજે તેજી આગળ વધતાં હાજરમાં ઉંચામાં ભાવો કિવ.દીઠ રૂ.૨૮૦૦ની સપાટી પાર કરી રૂ.૨૯૦૦ની નજીક પહોંચી ગયા હતા. હાજર ભાવો આજે રૂ.૨૬૨૦થી ૨૬૭૫ વાળા રૂ.૨૭૦૦થી ૨૭૬૦ રહ્યા હતા જ્યારે સારાના ભાવો રૂ.૨૬૫૦થી ૨૭૬૦ વાળા રૂ.૨૭૫૦થી ૨૮૬૦ રહ્યા હતા. કેન્દ્ર સરકારે જૂનનો સિલ્લક કવોટા ૧૫મી જુલાઈ સુધી વેંચવા માટે મિલોને છૂટ આપ્યાના સમાચારો હતા. જુલાઈ મહિના માટે સરકારે દેશી ખાંડનો ક્વોટા ૧૦.૧૫ લાખ ટનનો છૂટ્ટો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જૂનનો બે લાખ ટનનો સિલ્લક ક્વોટા ૧૫ જુલાઈ સુધી ઉપલબ્ધ બનશે તથા ૫૦ હજાર ટન આયાતી રિફાઈન્ડ ખાંડ અને ૧ લાખ ૮૫ હજાર ટન આયાતી રો-સુગર જુલાઈમાં ઉપલબ્ધ બનશે એ જોતાં જુલાઈમાં એકંદરે મુક્ત વેચાણમાં ૧૪.૫૦ લાખ ટન ખાંડ આંતરીક વપરાશ માટે ઉપલબ્ધ બનશે. ઉપરાંત લેચી ખાંડનો ૨.૧૫ લાખ ટનનો ક્વોટા જુલાઈ માટે જાહેર વિતરણ વ્યવસ્થામાં છૂટ્ટો કરવામાં આવનાર છે. એકંદરે જૂન કરતાં જુલાઈમાં ક્વોટા ઓછો અપાયાની ચર્ચા વચ્ચે આજે બજાર ભાવો ઉછળતા રહ્યા હતા. ન્યુયોર્ક વાયદામાં તેજીનો ચમકારો વિશ્વબજારના સમાચારો પ્રોત્સાહક રહ્યા હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકરચારના રૂ.૨૯૫૦૦થી ૩૦૦૦૦ અને ગુજરાત કલ્યાણના રૂ.૨૦૫૦૦થી ૨૧૯૦૦ રહ્યા હતા. મહારાષ્ટ્ર તથા એમ.પી. બાજુ ભાવો રૂ.૨૮૫૦૦થી ૨૯૫૦૦ તથા ઉંચામાં રૂ.૨૯૮૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન બાજુ રૂ.૨૯૫૦થી ૩૦૮૦, હરિયાણા બાજુ રૂ.૩૧૦૦થી ૩૧૩૦ અને પંજાબ બાજુ રૂ.૩૧૨૦થી ૩૧૮૫ રહ્યા હતા. સૂતર બજારના સમાચારો તેજીનો ચમકારો બતાવતા હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ વઘૂ ૨૪, ૨૦, ૧૯ અને ૨૩ પોઈન્ટ વઘ્યાના સમાચારો હતા. ત્યાં ભાવો ત્રણ દિવસમાં ૨૨૬ પોઈન્ટ વઘ્યા છે. ચીન દ્વારા આયાતમાં આશરે ૧૦ લાખ ટનનો વધારો કરવામાં આવશે એવા સમાચારો વચ્ચે અમેરિકામાં ભાવો ઉછળતા રહ્યાની ચર્ચા હતી. એરંડામાં વરસાદના વિલંબ વચ્ચે તેજીનો માહોલઃ ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન મુંબઈ એરંડા ઓગસ્ટના ભાવો રૂ.૩૪૨૬ વાળા આજે રૂ.૩૪૨૪ ખુલ્યા પછી વધીને રૂ.૩૪૩૮ થઈ છેલ્લે રૂ.૩૪૩૫ રહ્યા હતા. ૧વરસાદ આવશે તો વાયદાના ભાવો રૂ.૫૦થી ૧૦૦ ઝડપી તૂટી જવાની શક્યતા પણ તેઓ બતાવી રહ્યા હતા. મુંબઈમાં આજે હાજર એરંડાના ભાવો રૂ.૩૪૧૫ વાળા રૂ.૩૪૫૦ રહ્યા હતા. જ્યારે દિવેલના ભાવો રૂ.૪થી ૭ વધી અનુક્રમે કોમર્શિયલના રૂ.૭૨૦, બીએસએસના રૂ.૭૩૦ અને એફએસજી કંડલાના રૂ.૭૩૨ રહ્યા હતા. દરમિયાન, ગુજરાત- સૌરાષ્ટ્ર બાજુ આજે એરંડાની આવકો ૨૪થી ૨૫ હજાર ગુણી નોંધાઈ હતી અને ત્યાં ભાવો એરંડાના હાજરમાં ગામડાના રૂ.૬૬૮થી ૬૬૯ રહ્યા હતા. રાજકોટ વાયદો રૂ.૩૪૫૪ ખુલી છેલ્લે રૂ.૩૪૬૫ રહ્યાના નિર્દેશો હતા. સંિગતેલના ભાવો રૂ.૭૬૫ વળા રૂ.૭૬૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવો રૂ.૭૫૦ અને ૧૫ કિલોના રૂ.૧૧૬૦ રહ્યા હતા. મુંબઈમાં પામતેલના ભાવો રૂ.૪૦૪ વાળા રૂ.૪૦૫ જ્યારે સોયાતેલ રિફાઈન્ડના રૂ.૪૨૨ વાળા રૂ.૪૨૫ રહ્યા હતા. |