| સ્વાતંત્ર્ય સેનાની મગનલાલ પ્રજાપતિનું વિસનગરમાં નિધન શિકાગો, તા. ૧૪ ગુજરાત રાજ્યના વિસનગર શહેરના અયોઘ્યાનગરમાં રહેતા સ્વાતંત્ર સેનાની મગનભાઈ નાથાલાલ પ્રજાપતિનું નિધન થતાં તેમના આત્માને શ્રદ્ધાંજલી અર્પવા માટે મીચીગન રાજ્યના સ્ટર્લીંગ હાઉસ ટાઉનમાં વસવાટ કરતી તેમની પુત્રી શારદાબેન ઓઝાના નિવાસ સ્થાને શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારમાં વસવાટ કરતા ભારતીય સમાજના આગેવાનો તથા સગાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મિશિગન રાજ્યના સ્ટર્લંિગ હાઉસ ટાઉનમાં શોક સભા યોજાઈ સ્વ. મગનભાઈ પ્રજાપતિની પુત્રી શારદાબેન ઓઝાએ આ પ્રસંગે શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે મારા પિતા મગનભાઈ પ્રજાપતિનું અવસાન તાજેતરમાં વિસનગર ખાતે થયેલ છે. તેમનો જન્મ સને ૧૯૯૨માં થયો હતો અને ત્રણ ભાઈઓના પરિવારમાં તેઓ બીજા નંબરના હતા. નાનણપથી જ તેઓ સ્વતંત્ર મિજાજ ધરાવતા હોવાથી ગાંધી બાપુની ૧૯૪૨ની હંિદ છોડો ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું. |