home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

નેટવર્ક

જેમના ખભાઓ ઉપર આજનો ભારતીય જનતા પક્ષ ઊભો થએલો છે એવા સમર્પિત, નિષ્પૃહી નેતાઓમાંના એક એવા નાનાજી દેશમુખ

જેમ ગુજરાતનો ભાજપ સ્વ. વસંતરાવ ગજેન્દ્ર ગડકર, સ્વ. નાથાલાલ ઝગડા, સ્વ. ચકુભાઈ ડોડીયાના ખભાઓ ઉપર ઊભો થએલો છે એમ કેન્દ્રનો ભાજપ એટલે જૂનો જનસંઘ સ્વ. દીનદયાળ ઉપાઘ્યાય, સ્વ. જગન્નાથરાવ જોષી, સ્વ. સુંદરસંિહ ભંડારી, અટલબિહારી બાજપેયી વગેરે કર્મઠ, સમર્પિત, નિસ્પૃહ કાર્યકરો નેતાઓના ખભાઓ ઉપર ઊભો થયો છે. આજના આડવાણીથી માંડી નીતિન ગડકરી સુધીના એકેએક નેતા આ બધા પાયાના પથ્થર છે એમના ખભાઓ ઉપર ઊભા થયેલા છે. (જેમ આજની આપણી જેવી છે તેવી લોકશાહી અને આઝાદી નેહરૂ-સરદાર પટેલે ઊભી કરેલી છે જેની ઉપર ઊભા રહીને આપણે એમને જ ગાળો આપી શકીએ છીએ તેમજ બીજા સેંકડો દેશો કરતાં વઘુ સારી રીતે જીવીએ છીએ.)

આજનું ભાજપ જેનો અવતાર છે એ ભારતીય જનસંઘની શરૂઆત કરવામાં આવી ત્યારે એના જનક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગુરૂજી (માધવરાવ સદાશિવરાવ ગોળવેલકર)એ એ જનસંઘમાં સંઘની પદ્ધતિ પ્રમાણે એમાં સંઘના મુખ્ય કેન્દ્ર નાગપુરથી કોઈને ફાળવવામાં નહીં આવેલા પરંતુ ઉત્તરપ્રદેશ, દિલ્લી અને જમ્મુથી એ રાજકીય પક્ષ માટે સંઘના જ પ્રચારક પણ ત્યાંના જ ફાળવવામાં આવેલા. એમાં જમ્મુથી બલરાજ મધોક હતા, દિલ્લી-પંજાબથી યશદત્ત શર્મા અને ઉત્તરપ્રદેશથી સ્વ. દિનદયાળ ઉપાઘ્યાય તથા અટલ બિહારી બાજપેયી તથા નાનાજી દેશમુખ હતા. આ બધા જ મૂળમાં સંઘના પ્રચારક (એટલે સંઘને જીવન સમર્પિત કરી દીધેલું અને મહેનતાણું એટલે પગાર નહીં લેવાનો તથા સાવ સાદુ જીવન જીવવાનું) જ હતા. (આડવાણી એ વખતે સંિધથી નિરાશ્રિત તરીકે આવીને કંડલા-ગાંધીધામ, અજમેર અને દિલ્લીમાં પગ મૂકવાનો પ્રયત્ન કરતા હતા. સંઘમાં કે જનસંઘમાં એમનું ક્યાંય સ્થાન નહોતું. સંઘના મુખપત્ર જેવું ‘‘ઓર્ગેનાઈઝર’’ અંગ્રેજી સાપ્તાહિક દિલ્લીથી શરૂ થએલું એમાં વડોદરાનાએક સ્વયંસેવક સુધાકર રાજેને કામ કરવા મોકલેલા. એના તંત્રી એક સંિધીને બનાવેલા એટલે આડવાણી સંિધી તરીકે એમાં જેડાયેલા. એ સાપ્તાહિકમાં...બીજા દરેક સાપ્તાહિકોમાં મોટા ભાગે હોય છે એમ ત્રણ ચાર જણનો જ સ્ટાફ હતો.)

ત્યારે જનસંઘની સ્થિતિ પહેલાં દિલ્લી અને ઉત્તરપ્રદેશમાં મજબૂત કરવાનું નક્કી કરાયેલું એટલે એની જવાબદારી નાનાજીને સોંપવામાં આવેલી. નાનાજીએ ઉત્તરપ્રદેશમાં એવું જનસંઘ માટે કામ કર્યું કે...૧૯૬૭માં જ્યારે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો જ દબદબો હતો ત્યારે જનસંઘને એમણે કોંગ્રેસના વિકલ્પની કક્ષાએ પહોંચાડી દીધેલો.

નાનાજી. (એમનું પૂરું નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ) મૂળમાં સંઘના પ્રચારક તરીકે ગોરખપુર જિલ્લામાં રહેલા. ત્યાં એમણે ગામડે ગામડે સંઘનું કામ (શાળાઓ) શરૂ કરેલી. પરિણામે જનસંઘ પણ ઉત્તરપ્રદેશમાં ચારેબાજાુ પથરાયેલો. એથી ૧૯૬૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ૪૧૨ સભ્યો હતા એમાં જનસંઘના ૯૯ હતા એ નાનાજીના કારણે.

નાનાજીએ એ વર્ષોમાં ઉત્તરપ્રદેશ, દિલ્લી, પંજાબ વગેરેમાં જનસંઘના જે પાયા નાંખેલા એના ફળ આજ સુધી એ લેતો રહ્યો છે. જોકે એ પ્રદેશોમાં ત્યાર પછી જે જનસંઘ કે ભાજપના જે કોઈ નેતાઓ થયા એ બધા બોદા નીકળ્યા છે....પછી એ લાલજી ટંડન હોય કે કલ્યાણસંિહ હોય કે રાજનાથસંિહ હોય ! ઉત્તરપ્રદેશમાં નાનાજીએ જનસંઘને બીજા સ્થાને લાવી મૂકેલો એને ત્યાર પછીના નેતાઓએ ચોથા સ્થાને આ ૪૦ વર્ષમાં લાવી દીધો છે !

નાનાજીએ પોતાના જીવનનું જે ટાઈમટેબલ નક્કી કરેલું એ મુજબ જો એમણે રાજકારણ અને જાહેરજીવનને રામરામ કરી દીધા ન હોત તો અને તેઓની પાસે ભાજપનું સુકાન હોત તો આજે ભાપજની જે દશા છે એ ન હોત !

એમની પ્રતિભા એવી હતી કે...વિરોધી વિચારસરણીવાળા પણ એમના દોસ્ત હોય !

દા.ત. ગાંધીજીની હત્યા પછી ૧૯૪૮માં નહેરૂ પટેલે સંઘ ઉપર પ્રતિબંધ મૂકવાનો લાગ લીધેલો ત્યારે સંઘની યોજના પ્રમાણે નાનાજી દેશમુખે પકડાવાનું નહોતું અને ગુપ્તવેશે બહાર રહીને કામ કરવાનું હતું. નાનાજીની ત્યારે ૩૨ વર્ષની ઉંમર અને ઉત્તરપ્રદેશના એક વિભાગના પ્રચારક. એમણે ભૂગર્ભમાં રહીને સંઘની પ્રવૃત્તિ ચાલુ રહે એ જોવાનું હતું. ત્યારે તેઓ ત્યારની નેહરૂ સરકારમાં જેઓ અન્નપ્રધાન હતા અને જેમણે ઘડીના છઠ્ઠા ભાગમાં દેશભરમાં અંગ્રેજોએ દાખલ કરેલું રેસનીંગ નાબુદ કરેલું તથા જેઓ નહેરૂના ખાસ મિત્ર હતા એ રફી અહમદ કીદવાઈના પ્રધાનના બંગલામાં રહીને સંઘનું દિલ્લી-ઉત્તરપ્રદેશ-પંજાબનું કામ ચલાવેલું !

એવું જ ઈન્દિરા ગાંધીએ ‘‘ઈમરજન્સી’’ લાદેલી ત્યારે થએલું. ત્યારે પણ એમણે ભૂગર્ભમાં રહીને કામ કરવાનું નક્કી થએલું. એમણે પોતાનો પહેરવેશ અને દાઢીમૂછ એવા રાખેલા કે ભલભલા એમને ઓળખી શકે નહીં. દિલ્લીની પોલિસ એમને શોધતી હતી પણ એ હાથમાં નહોતા આવતાં.

એ વખતે પંજાબ ભાજપના એક નેતા કીશનલાલ શર્મા એમને મળવા આવેલા. એ કીશનલાલને પકડવા પંજાબની પોલિસ એમની પાછળ ફરતી હતી. એ કીશનલાલ નાનાજીને મળવા દિલ્લી આવ્યા ત્યાં પોલિસે એમને ઝડપી લીધા. એ વખતે ઘરમાં નાનાજી હતા જ એટલે એમને પણ પૂછપરછ માટે સાથે લીધા જ્યાં એમણે કબલ્યું કે...તેઓ નાનાજી દેશમુખ છે.

‘‘ઈમરજન્સી’’ના બધા કેદીઓની સાથે નાનાજીને તિહાર જેલમાં રાખવામાં આવ્યા જ્યાં સામ્યવાદી પક્ષના પણ હતા. એ સામ્યવાદી કાર્યકરોના કુટુંબને કશો આર્થિક ટેકો મળતો નહોતો એ નાનાજી જેલની બહાર પોતાના સાથીદારોને જણાવીને પેલા સામ્યવાદી કાર્યકરોના ઘરે મદદ મોકલતાં.

ઈમરજન્સી પછી નાનાજીએ જે ભૂમિકા ભજવી એ પણ એવી જ (કદાચ વઘુ) મહત્ત્વની હતી. કારણકે એમની એ ભૂમિકાના કારણે કેન્દ્રમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી.

ઇન્દિરા ગાંધીએ ચલાવેલી આપખુદશાહી સામે અને ભ્રષ્ટાચાર સામે જયપ્રકાશ નારાયણે જે આંદોલન ચલાવેલું એના પ્રેરક અને કર્તા નાનાજી જ હતા. એ દરમ્યાન તેઓ જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી નેતા અને બીજા સમાજવાદી નેતા અચ્યુત પટવર્ધનના નિકટ સંપર્કમાં એવા આવ્યાં કે જયપ્રકાશ નારાયણ નાનાજીની આંખે જ જોતા થઈ ગયા ! એ દરમ્યાન તેઓ દૈનિક ઈન્ડીયન એક્સપ્રેસના માલિક સંચાલક રામનાથ ગોએન્કાના પણ વિશ્વાસુ બની ગયા.

એ આંદોલન દરમ્યાન પટણામાં ગાંધી મેદાનમાં જયપ્રકાશ નારાયણ ઉપર પોલિસે લાઠીઓ વરસાવેલી ત્યારે નાનાજીએ એમની ઢાલ બનીને એ બધી લાઠીઓ ઝીલેલી. એના કારણે નાનાજીના એક હાથનું હાડકું ભાંગી ગએલું જે પછી સારું જ નહીં થએલું. એને તેઓ પોતાનું સામાન્ય કર્તવ્ય જ ગણાવતા હતાં.

જોકે જયપ્રકાશ નારાયણ પોતાને હેવી ડાઈબીટીસ હોવાથી અને પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરાવવાનું હોવાથી નવનિર્માણના આંદોલનની નેતાગીરી લેવા તૈયાર નહોતા. એમણે કહેલું કે એ લાંબુ જીવે તેમ નથી અને આવું ભારે મહેનત કરવાનું કામ તેઓ કરી શકે તેમ નથી. નાનાજી, ગોએન્કા, હંિદીના કવિ રામધારીસંિહ દિનકર જેવાની હાજરીમાં એમણે આ બેંગ્લોરમાં ઇન્ડિયન એક્સપ્રેસના ગેસ્ટ હાઉસમાં કહેલું. ગોએન્કાએ જે.પી.ને સમજાવતા કહેલું કે ‘‘હું વેલોરની હોસ્પીટલમાં પોસ્ટેટનું ઓપરેશ કરાવી આપીશ.’’ તો પણ જે.પી. માન્યા નહીં. અંતે નાનાજીના સૂચનથી એવું નક્કી થયું કે બધાએ તિરૂપતિ બાલાજીના દર્શન કરવા જઈ એમના આશિર્વાદ લઈને આગળ વિચારવું. બધા બાલાજીના દર્શન કરીને મદ્રાસ (ચેન્નઈ) માઉન્ટ રોડ ઉપર ગોએન્કાજીના બંગલામાં ચર્ચા કરવા ગયા. ત્યાં રામધારીસંિહને હૃદયરોગનો હુમલો આવ્યો અને નાનાજી, જે.પી., અચ્યુત પટવર્ધનની ઉપસ્થિતિમાં તેઓએ ગોએન્કાજીના ખોળામાં દેહ છોડ્યો. એ પછી તરત જ જે.પી.એ નિર્ણય લઈ લીધો કે તેઓ નવનિર્માણ આંદોલનનું નેતૃત્વ લેશે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધનું એ નિવનિર્માણનું આંદોલન ત્યાર સુધીના આઝાદી પછીના ભારતના ઈતિહાસનું મોટામાં મોટું આંદોલન હતું જેના નેતા અલબત્ત, જયપ્રકાશ નારાયણ હતા પણ એના પ્રેરક અને સંચાલક નાનાજી દેશમુખ હતા. નાનાજીના જીવનનો એ ઉત્તમ તબક્કો હતો. તેઓ સંઘ અને જનસંઘના હોવા છતાં તેઓ સમાજવાદી અને ગાંધીવાદી પણ હતા. એમાંથી જનતા પક્ષનો આકાર ઊભો થયો. ઇંદિરા ગાંધીએ ઈમરજન્સી લાદી. સંઘ ઉપર ફરી પ્રતિબંધ મૂક્યો અને બધા જ વિરોધપક્ષના નેતાઓને જેલમાં નાંખ્યા. એમાંથી સામ્યવાદીઓ સિવાયના બધા જ વિરોધપક્ષો એટલે બિનકોંગ્રેસી પક્ષોનો એક જ પક્ષ જનતા પક્ષ બનાવ્યો જેના ઘડવૈયા નાનાજી હતા પણ જયપ્રકાશ નારાયણ અને મોરારજીભાઈને જ એમણે મોખરે રાખેલા.

નવનિર્માણનું આંદોલન જે.પી.એ નાનાજી દેશમુખની પ્રેરણાથી બિહારમાં શરૂ કરીને દેશવ્યાપી કરેલું પણ એના પાયા તો ગુજરાત- અમદાવાદમાં બે વર્ષ અગાઉ નંખાયેલા, જેના પરિણામે ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ હતા.. એમની સરકારને ઉથલાવવાના ઉદ્દેશ્યથી ઇંદિરા ગાંધીએ નવનિર્માણનો પલીતો ચાંપેલો, એટલે અંતે ચીમનલાલની સરકાર ગઈ. એ વખતે આજના ભાજપનો પૂર્વ અવતાર જનસંઘ હતો અને ગુજરાતમાં સ્વ. વસંતરાવ ગજેન્દ્ર ગડકર જનસંઘનું કામ સંભાળતા હતા. નાનાજી ત્યારે ઉત્તર પ્રદેશનું અને દિલ્લીનું કામ સંભાળતા હતા. ત્યારે ૧૯૭૫માં ચૂંટણી કરવાની થઇ જેમાં કોંગ્રેસની સામે વસંતરાવના પ્રયત્નોથી જનતા મોરચો થયો અને એની બહુમતિ પણ થઇ. પરિણામે સ્વ. બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્ય પ્રધાન થયા અને સરકારમાં જનસંઘના ચાર સભ્યો લેવાયા જેમાં વડોદરાના સ્વ. મકરંદ દેસાઇ મુખ્ય હતા. નાનાજીએ દિલ્લીમાં જનતા પક્ષનો જે પ્રયોગ કરેલો એની પહેલાં ગુજરાતમાં સ્વ. વસંતરાવે પ્રયોગ કરેલો. એ વખતે એમને પ્રધાન થવું હોત તો થઇ શકયા હોત પણ એ રીતે પાછલા બારણેથી સત્તા પર બેસી જવાને જનસંઘ અનીતિ સમજતો હતો. ચૂંટાયા વિના ખુરશી સત્તા પર બેસી જવાની અનૈતિકતા ભાજપમાં તો પછી શરૂ થઈ.

રાષ્ટ્રહિત ખાતર પક્ષ અને એના સિદ્ધાંતોનું નાનાજીએ એ રીતે બલિદાન કર્યું અને એમ કરવા બીજાને શીખવ્યું. નાનાજીએ ઘડેલી એ એકતાના પરિણામે પછીની ચૂંટણીમાં ૩૦ વર્ષમાં કોંગ્રેસ કેન્દ્રમાં પહેલીવાર હારી. જનતાપક્ષની સરકાર થવાનું નક્કી થયું.

એ વખતે જયપ્રકાશ નારાયણને વડાપ્રધાન થવું હોત તો થઇ શકત...નાનાજીને થવું હોત તો થઈ શકત....પણ એમણે જ મોરારજીભાઈને વડાપ્રધાન બનાવવાનું સૂચવ્યું. નાનાજીએ ત્યારે ચૂંટણી લડેલી અને જીતેલા પણ ખરા. જયપ્રકાશ નારાયણ અને મોરારજીભાઈએ એમને ઉદ્યોગપ્રધાન, નાણાપ્રધાન, ગૃહપ્રધાન, જે કોઈ પ્રધાન બનવું હોય અથવા નાયબ વડાપ્રધાન બનવું હોય તો એની પણ ઓફર કરેલી. પરંતુ નાનાજીએ બધાની ના કહી અને જનતા પક્ષ માટે પક્ષનું જ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને એ કામ કરવાનું રાખ્યું. ૧૯૭૭ના એ દિવસો હતા.

જનતા સરકાર મોરારજીભાઈના નેતૃત્વ નીચે બરોબર ચાલતી હતી. એમાં જ્યોર્જ ફરનાન્ડીસે ‘‘સંઘ અને જનસંઘ’’નો મુદ્દો ઊભો કરીને ફાચર મારી. છેવટે નાનાજીનો એ સફળ પ્રયોગ અંતમાં નિષ્ફળતામાં પરિણમ્યો. (એ ફરનાન્ડીસને બાજપેયીના વડાપ્રધાનપદવાળી સરકારમાં આડવાણીના કારણે પ્રધાન બનાવેલા. ત્યારના સંઘના વડા સુદર્શન હતા. એમના પણ ફરનાન્ડીસ વહાલા હતા.)

જનતાપક્ષની નિષ્ફળતાએ નાનાજીને નિરાશ કરી દીધા. એમનો ભ્રમ ભાંગી ગયો. એવામાં એમને ૬૦ વર્ષ થયા અને એમણે જાહેર કર્યું કે..સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનું એટલા વર્ષે એમણે નક્કી કરેલું એટલે એ નિવૃત્ત થઈને ગામડાઓની સેવામાં લાગી જશે.

ભાજપના નેતાઓ અને ખાસ કરીને આડવાણી જેવા ખુરશી ભૂખ્યા નેતાઓ માટે તેમજ બીજા પક્ષોનાં નેતાઓ માટે નાનાજીનું જીવન એક આદર્શ છે. એમણે ૬૦મા વર્ષે રાજકારણ છોડ્યું જ્યારે આ નેતાઓ ૭૫માં વર્ષે પણ રાજકારણને ચીપકી રહે છે...છોડી શકતા નથી.

નાનાજીએ રાજકારણ છોડ્યું પણ પ્રવૃત્તિ નહોતી છોડી. રાજકારણમાં એ નિસ્પૃહભાવે રહ્યા અને રાજકારણનો ત્યાગ કરતા વાર પણ ન લગાડી.

એમણે સંઘના તત્ત્વજ્ઞાનને પાયામાંથી પંચાવેલું. ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષની રચના થતી એમણે જોઈ અને આડવાણીનો એની ઉપર છવાય જવાનો વ્યૂહ પણ જોયો. એમને લાગ્યું કે આ ભાજપ (જનસંઘ)થી દૂર રહેવામાં જ ભલું છે. એમણે દિલ્લીમાં દીનદયાળ સંશોઘન કેન્દ્રનું કામ એક બાજુ સંભાળ્યું અને બીજી બાજાુ મહાત્મા ગાંધી અને વિનોબાભાવેના ગ્રામ સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવા મઘ્યપ્રદેશના પછાત વિસ્તાર ચિત્રકૂટ જિલ્લાના ૪૦૦ ગામોમાં કામ કરવા સાથે આપણા દેશના પહેલા ગ્રામ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી. એમણે મહારાષ્ટ્રના ખૂબ પછાત એવા બીડ જિલ્લામાં અને ઉત્તરપ્રદેશના એવા જ પછાત ગૌંડા જિલ્લામાં ગરીબોના તથા ગ્રામજનોના ઊઘ્ધાર, વિકાસના કામો કરવામાં પાછલા ૩૪ વર્ષ કાઢ્‌યા અને છેલ્લે ૯૪માં વર્ષે એક આદર્શ જીવનનો દાખલો મૂકીને વિદાય થયા.

આ જાણો છો, તમે ?

* ક્રેડીટ કાર્ડની કંપનીઓથી ૧૦માંથી ૮ વ્યક્તિ દુઃખી હોય છે એવું એક મોજણીમાં જણાયું છે.

* દિવસે ઝોકું ખાવાથી નવી વાતો શીખવામાં મદદ થાય છે.

* દુનિયામાં ખુબ સુરત મહિલાઓમાં ભારતનું સ્થાન પહેલાં ૧૦ દેશોમાં ૮મું છે. અમેરિકાની મહિલાઓનું સ્થાન પહેલું છે. અમેરિકાની મહિલાઓ દુનિયાના પુરૂષોને આકર્ષતી હોય છે.

આ ૫૦૦૦ પુરૂષોની મોજણી કરીને આ તારણ કરાયું છે. બ્રાઝીલની મહિલાઓ બીજા સ્થાને છે અને સ્પેન ત્રીજા સ્થાને આવે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથે, સ્વીડન છઠ્ઠે, ઇંગ્લાંડ સાતમે, રશિયા નવમે અને કેનેડા દસમા સ્થાને આવે છે.

Top

Copyright   © Gujarat Samachar