વસાણાથી રોગપ્રતિકારક શકિતમાં વઘારો થાય છે
શિયાળાની સિઝનમાં તાજા-માજા રહેવા માટે આપણાં ઘરડાઓ વસાણા બનાવે છે જેનાથી આપણે આખું વર્ષ તંદુરસ્ત રહી શકીએ. આ વસાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.અત્યારે વસાણામાં આદુપાક, ગુંદરપાક, મેથીપાક, મેથીના લાડવો, અડદિયું, પેદ, સોભાગસુંઠ, આંબળાનું જીવનનો ઉપયોગ વધી ગયો છે. આ વસાણા બનાવવા માટે આઘુનિક ગૃહિણીઓ વિવિધ રેસીપી બુકનો ઉપયોગ કરે છે. તો વળી, ઘણી ગૃહિણીઓ પોતાના સાસુ અથવા વડીલ દાદીની સલાહ લઈને બનાવે છે. આવા એક દાદી ૭૦ વર્ષીય સવિતા પંચાલ કહે છે કે, ‘હું તો વર્ષોથી અડદિયા પાક બનાવું છું. હાલ પણ મારી જાતે અડદનો લોટ દળાવીને ત્યારબાદ ગુંદર, સુંઠ, ગંઠોડા, જાયફળ અને ગાયનું શુદ્ધ નાંખીને બનાવું છું. આ શિયાળામાં જે અડદિયા પાક તે ક્યારેય માંદો ન પડે. મેં મારી દીકરીને અડદિયા પાક બનાવતા શીખવાડ્યો છે. સવારે ઉઠીે નાસ્તાના સમયે અડદિયા પાક ખાવાનો અમારાં ઘરનો નિયમ છે.’’ આવા શિયાળુ પાકથી શરીરમાં તાજગી અને શક્તિ મળે છે. આ ઉપરાંત આ સિઝનમાં શિયાળું પાક ખાવાથી રક્ત શુદ્ધ થાય છે તેમજ પાકને પચાવવા માટે સવારે ચાલવું પણ ઘણું જરૂરી છે. તેને પચાવવું ઘણું જ અઘરું છે. આમળાં તો ઘણાં જ ગુણકારી હોવાથી આંબળાનું જીવન પણ ખવાય છે. જયારે ગૃહિણી રક્ષાબહેન કહે છે, દુકાનમાં મળતા ચ્યવનપ્રાશનો સ્વાદ કાંઈક અલગ લાગે છે તેથી અમે તો ઘરમાં જ આંબળાનું જીવન બનાવીએ છીએ. મને મારી મમ્મીએ શીખવાડ્યુંહતું. તેમાં અશ્વગંધા, કેસર, જાવંત્રી, પીપર, ચારોળી, લવંિગ, જાયફળ અને આમળાનો ઉપયોગ થાય છે આને સવારે ખાવાથી ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે. આમળા તે સ્વાસ્થ્ય માટે ઘણાં જ ગુણકારી છે. તેનાથી વાળ પણ ઉતરતા નથી. આમળાનું જીવન ખાવાથી રક્તશુદ્ધિ થાય છે. તેમાં ચોખ્ખું ઘી જ વાપરવાનું હોય છે. અરે, અમારા દાદી તો કહેતા હતા કે આમળાનું જીવન તો આ સિઝનમાં ખાવાથી તમારું આખું વર્ષ સુધરી જાય છે તેમાં બદામ, પિસ્તા, ચારોળીને ઝીણા કરીને નાંખવામાં આવે છે. આવી રીતે સૌભાગ્ય સૂંઠ, પેદ, ચીકી, કચરિયું ઉપરાંત રાબ પણ પીવામાં આવે છે. ‘રાબ’ એક લિક્વીડ વસાણું છે. તે વૃદ્ધોમાં ખૂબ જ માનીતું છે સવારે ચા પીતા પહેલા રાબ પીવામાં આવે છે. વર્ષોથીરાબ પીતા રમણભાઈ કહે છે કે, ‘હું તો રાબ હંમેશા પીવું છું. રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી. શરીરમાં ગરમાવો પણ મળે છે.’સુશીલાબહેન કહે છે કે, ‘સુખડી તો ગરીબો માટે એક વસાણું જ છે. જે ખર્ચ કરીને અડદિયા પાક, સાલમ પાક, મેથી પાક ખાઈ ન શકે તેઓ મોટા ભાગે સુખડીનો સહારો લેતા હોય છે. સુખડીતો ઘણી જ આરોગ્યપ્રદ છે.’ સૌભાગ સૂંઠ વિશે દાદીમા કહે છે કે, ‘આ ખૂબ મોંધું વસાણું છે. તે સોભાગ સૂંઠમાં બદામ, મગજતરી, ધોળાં મરી, તજ, વાંસ કપૂર, જાયફળ, ઇલાયચી, જાવંત્રી, કેસર, લવંિગ, પીપર, બદામ વગેરે ઉમેરવામાં આવે છે. આ સૌભાગ સૂંઠ બનાવતી વખતે તેનું પ્રમાણ જાણવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે ૩ તારની ચાસણી વખતે કાળજી ઘણી લેવી પડે છે. ઘણાં લોકો તેના લુકમાં ચેન્જ કરવા માટે વરખ પણ લગાવે છે. તે ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે. તાકાત વધે છે હું તો વર્ષોથી સૌભાગ સૂંઠ બનાવું છું. આશરે ૫૦૦થી ૭૦૦ રૂપિયાના ખર્ચમાં બને છે.’ જ્યારે વસાણું બનાવતા શીખતી રૂપા કહે છે કે, ‘‘ પેદમાં બાવળનો ગુંદર, કોપરું, ગોખરુ, સૂંઠ, ગંઠોડા, જાવંત્રી ઉપયોગમાં લેવાય છે. આ શરીરમાં ગરમી પૂરી પાડે છે. સૂંઠ ગંઠોડાથી સાંધાના દર્દોમાં રાહત રહે છે. દૂધ સાથે પણ ગંઠોડા અને સૂંઠ લેવાથી પણ ફાયદો રહે છે.’’ આવા આરોગ્યપ્રદ વસાણા અંગે હેમંત વૈદ્ય કહે છે, ‘આ સિઝન હેમંતની છે. જેમાં કફનો પ્રકોપ થાય છે. આ વસાણામાં તજ, લવંિગનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કફનો નાશ થાય છે. |