home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

અવતરણ

ખાદ્ય પદાર્થોની કંિમતમાં થયેલો વધારો ખોટી નીતિને કારણે નહીં પરંતુ આપૂર્તિના અભાવને કારણે થયો છે. ભારત ખૂબ ઝડપથી આ મોંઘવારી પર કાબૂ મેળવી લેશે.

- પ્રણવ મુખરજી

કોંગ્રેસે મહારાષ્ટ્રના રાજયપાલ તરીકે શંકર નારાયણનની નિમણૂક કરી છે. લોકોની ભાવનાઓ સાથે સંપર્ક ગુમાવી ચૂકેલા પેન્શનભોગી હવે રાજભવનમાં આવ્યા છે.

- બાલ ઠાકરે

અમે અમારા સમય દરમિયાન હજારો શિક્ષકોની ભરતી કરી છે અને દૂરના તથા ઉપેક્ષિત વિસ્તારોમાં તેર જેટલી નવી કોલેજો થોડા જ સમયમાં કાર્યરત બનશે.

- પ્રકાશસંિહ બાદલ

ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો ફેંસલો ઘણો કઠિન હતો, પરંતુ હું એવું મહેસૂસ કરતો હતો કે મારું શરીર ટેસ્ટક્રિકેટની માગને પૂરું કરી શકે તેવું નથી.

- બ્રેટ લી

મારા શરીરને ભારતના ભાત અને ભારતનું ધન ટેકો આપી રહ્યું છે.

- દલાઇ લામા

અફઘાનીસ્તાનના પુનઃ નિર્માણ માટે કામ કરતાં ભારતીય નાગરિકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. અમે તમામ ભારતીયોને સલામતી પૂરી પાડીશું અને હુમલાખોરોને ઝડપીશું.

- હમીદ કરઝાઈ

અમે માનીએ છીએ કે વૈશ્વિક આર્થિક મંદીથી માંડીને ઊર્જા, સુરક્ષા, ગ્લોબલ વૉર્મંિગ અને અણુ હથિયારના પ્રસારની બાબતમાં એટલે કે આ સદીના બધા જ પડકારોમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

- રોબર્ટ બ્લેક

હું ઘણી મજબૂત અને મક્કમ છું અને મને એવી રીતે રહેવું ગમે છે.

- તબ્બુ

Copyright   © Gujarat Samachar