home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

અઠવાડિક ભવિષ્ય

તા.૧૪-૩-૨૦૧૦ રવિવારથી તા.૨૦-૩-૨૦૧૦ શનિવાર સુધી

મેષ (અ.લ.ઇ.)

તા. ૧૬ માર્ચથી ચૈત્રી વર્ષારંભ-ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે તેથી નોકરી ધંધાના કામમાં પ્રગતિ-સફળતા જણાય. વેપાર-ધંધામાં, આવકમાં વધારો થાય. નવા આયોજન અંગે, ફેરફારી અંગે વિચારો આવે પરંતુ આપના ઘર-પરિવાર, કુટુંબના કામ અંગે વિચારવું પડે. ધીરજ, શાંતિ રાખવી પડે. સંયુક્ત પરિવારમાં સંયુક્ત ધંધામાં કે નોકરીની ફેરફારીના નિર્ણયમાં મીનારક, કમુરતાના કારણે રૂકાવટ-મુશ્કેલી જણાય. કામમાં વિલંબ થાય. આંખમાં, છાતીમાં દર્દપીડાથી સંભાળવું. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું. મિત્રવર્ગના કારણે તકલીફ થાય નહિ તેની તકેદારી રાખવી. તા. રવિ ૧૪ શાંતિથી દિવસ પસાર કરવો. સોમ-૧૫ નોકરી-ધંધાના કામમાં સુસ્તી બેચેની. મંગળ-૧૬ ધર્મકાર્ય થાય. આનંદ રહે. બુધ-૧૭ નોકરી ધંધાના કામમાં સાનુકુળતા. ગુરૂ-૧૮ ચંિતા-ખર્ચ. શુક્ર-૧૯ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહિ. શની-૨૦ શાંતિ રાખવી પડે.

વૃષભ (બ.વ.ઉ.)

ચૈત્રી વર્ષારંભની શરૂઆત તા. ૧૬ માર્ચથી થાય છે. તેથી આપના હૃદય મનની પ્રસન્નતા, આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધાના કામમાં ફાયદો, લાભ જણાય. આવક થાય. નોકરીમાં આવક થાય. વધારાની કામગીરી થાય. ઇન્કમટેક્ષના, વીમાના કામમાં ઘ્યાન આપી શકો. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ થાય. ફર્નીચરના ધંધામાં, તૈયાર વસ્ત્રોના ધંધામાં આવક થાય. ધર્મકાર્ય, શુભકાર્યનો ખર્ચ થાય. બહાર જવાનું થાય. પરંતુ પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં આપે ઘ્યાન આપવું પડે. તા. રવિ-૧૪ ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપવું. સોમ-૧૫ નોકરી-ધંધાના કામમાં વિચારો રહે. મંગળ-૧૬ કામકાજમાં સફળતા, લાભ. બુધ ૧૭ આનંદ-ઉત્સાહ રહે. ગુરૂ-૧૮ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. શુક્ર-૧૯ ચંિતા-ખર્ચ બેચેની રહે. શની-૨૦ સાંજ પછી હળવાશ રાહત જણાય.

મિથુન (ક.છ.ધ.)

તા. ૧૪મી માર્ચથી મીનારક, કમૂરતાં શરૂ થાય છે તેથી આપને નોકરી-ધંધાના કામમાં, ઘર, પરિવારનાં કામમાં, ભાગીદારીવાળા ધંધામાં ચંિતા-રૂકાવટ-મુશ્કેલી અનુભવવી પડે પરંતુ તા. ૧૬મીથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે તેથી ધર્મ-અઘ્યાત્મિક્તાના કારણે તન-મનની પ્રસન્નતા રહે. ધંધામાં નવીન ફેરફારીના નવા, આયોજન અંગેના વિચારો આવે. ભાગીદારીવાળા ધંધામાં, કુટુંબ-પરિવારનાં સંયુક્ત ધંધામાં વહેંચણીનો પ્રશ્ન ચર્ચા-વિચારણાવાળો બને. મસ્તક, પીડા છાતીમાં દર્દપીડાથી બેકાળજી રાખવી નહીં. પત્નીને યાત્રા-પ્રવાસ, ધર્મ કાર્યથી આનંદ રહે, આપને હળવાશ રાહત જણાય. તા. રવિ -૧૪ વડીલ વર્ગ અંગે ચંિતા રહે. સોમ- ૧૫ ચંિતા-બેચેની રહે. તા. મંગળ- ૧૬ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. બુધ-૧૭ આનંદ ઉત્સાહ રહે. ગુરૂ ૧૮ હર્ષ-લાભ. શુક્ર ૧૯ કામકાજમાં સફળતા. લાભ. શની ૨૦ સફળતા રહે.

કર્ક (ડ.હ.)

તા. ૧૪મીથી મીન સંક્રાંતિ, મીનારક કમુરતાનો પ્રારંભ થાય છે તેથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપની શારિરીક, માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. તા. ૧૬મીથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે તેથી ધર્મકાર્ય આઘ્યાત્મિક કર્મથી હૃદય-મનની પ્રસન્નતા, શાંતિ-આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં, સોના-ચાંદીના, અનાજ, કરિયાણાના ધંધામાં આવક થાય. કન્સલલટન્સીનું કામ, આવક મેળવી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. પરદેશના કે અન્ય યાત્રા-પ્રવાસનાં આયોજનમાં પ્રગતિ જણાય, ચર્ચા વિચારણા થાય. વડીલવર્ગને ખાવાપીવામાં, યાત્રા પ્રવાસમાં સંભાળવું પડે. તા. રવિ ૧૪ તન-મન-ધન, વાહનથી સંભાળવું. સોમ ૧૫ સોમ-શાંતિથી દિવસ પસાર કરી લેવો. મંગળ ૧૬ ધર્મકાર્ય, અન્ય કાર્યથી આનંદ. બુધ ૧૭ આનંદ-ઉત્સાહ રહે. ગુરૂ ૧૮ નોકરી ધંધાનાં કામની વ્યસ્તતા રહે. શુક્ર ૧૯ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. શનિ ૨૦ રોજીંદા કામમાં ઘ્યાન રાખવું.

સંિહ (મ.ટ.)

સપ્તાહના પ્રારંભથી મીન સંક્રાંતિ, કમુરતાનો પ્રારંભ થાય છે. તેથી આગામી સમય આપને તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. હરો-ફરો, કામકાજ કરો, પરંતુ નાની-મોટી ચંિતા-ઉપાધિ પોતાની કે આપના કારણે અનુભવાય. પોતાના નિકટના સગાં-સંબંધી મિત્રવર્ગમાં બિમારી ચંિતાનું આવરણ આવી જાય. બેંક લોન કે અન્ય નાણાંની ચૂકવણી, ઉઘરાણીનાં પ્રશ્ને આપને શાંતિ-રાહત જણાય નહીં. રાત્રે ઊંઘ આવે નહીં. નોકરીમાં મૌન રાખી, શાંતિથી પોતાની ફરજ, કામગીરી પ્રમાણિક્તાપૂર્વક અદા કરવી. લાંચ-ભ્રષ્ટાચાર ખોટું કામ કરવામાં તકલીફમાં મુકાવ. સરકારી, કાનૂની કાર્યવાહીમાં પીછેહઠ થાય. તા. રવિ ૧૪ ધીરજ-શાંતિ રાખવી. સોમ ૧૫ માનસિક પરિતાપ. મંગળ ૧૬ શારિરીક-માનસિક અસ્વસ્થતા. બુધ ૧૭ ઉતાવળ ઉશ્કેરાટ ગુસ્સો કરવો નહીં. ગુરુ ૧૮ નોકરી ધંધામાં બપોર પછી રાહત. શુક્ર ૧૯ કામની વ્યસ્તતા રહે. શનિ ૨૦ બહારજવાનું થાય. ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.)

તા. ૧૬મીથી ચૈત્રીવર્ષ ચૈત્રી નવરાત્રી પ્રારંભ થાય છે તેથી કામકાજમાં વ્યસ્તતા રહે, પરંતુ તા. ૧૪ માર્ચથી મિનારક-કમૂરતાં શરૂ થવાના કારણે નોકરી-ધંધાના કામકાજમાં, આરોગ્યની બાબતમાં તેમજ નાણાંકીય પ્રશ્નમાં ચંિતા-ઉચાટ-બેચેની રહે. ધર્મકાર્યથી આનંદ રહે. અનાજ, કરિયાણામાં ધંધામાં-લોખંડનાં ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. દૂધ-મિઠાઈ-ખાંડ રૂ તેમજ સોનાચાંદીનાં ધંધામાં નુકસાન થાય તેવો કોઈ નિર્ણય અન્યની દેખાદેખીમાં કરવો નહીં. પત્નીપક્ષે ચંિતાનું આવરણ આવી જાય. નિકટનાં સ્વજન સ્નેહી-મિત્રવર્ગમાં નિકટતા છતાં કડવો અનુભવ થાય. વ્યવહારિક, સામાજીક કામ અંગે ઉચાટ-ઉદ્વેગ રહે. તા.૧૪ રવિ-માનસિક પરિતાપ રહે. તા. ૧૫ સોમ નોકરી-ધંધામાં સંભાળવું. તા. ૧૬ મંગળ-ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૧૭ બુધ-કામકાજમાં સફળતા આનંદ. તા. ૧૮ ગુરૂ-જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-અશાંતિ-તા.૧૯ શુક્ર-તન-મન-ધનથી વાહનથી સંભાળવું. તા. ૨૦ શની- શાંતિથી દિવસ પસાર કરી લેવો.

તુલા (ર.ત.)

તા. ૧૪મીથી મીનારક કમૂરતાં શરૂ થાય છે તેથી આગામી સમયમાં સરકારી-રાજકીય-ખાતાકીય કામકાજમાં નાણાંકીય જવાબદારીવાળાં કામમાં તેમજ કાનૂની કાર્યવાહીમાં ઉચાટ-ઉદ્વેગ રહે. સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય, પરંતુ તા. ૧૬મીથી ચૈત્રી વર્ષ શરૂ થતાં નોકરી-ધંધામાં વિલંબમાં પડેલ કામકાજમાં ઘ્યાન આપી શકો. સ્થળ-સ્થાનની ફેરફારી કે નવી ખરીદી અંગેનું અયોજન ગોઠવાય. ધર્મકાર્ય થઈ શકે. વ્યવહારિક, સામાજીક-કૌટુંબિક કામમાં રૂકાવટ છતાં સાનુકુળતા કાર્ય રચના ગોઠવાતી જાય. સંતાનનાં કામમાં ઘ્યાન આપી શકો. પત્નીથી-મિત્રવર્ગથી સાનુકુળતા રહે. તા. ૧૪ રવિ-વિલંબમાં પડેલ કામકાજ કરી શકો. તા. ૧૫ સોમ-વડીલવર્ગ અંગે, ઘર પરિવાર અંગે ઘ્યાન આપવું પડે. તા. ૧૬ મંગળ-આનંદ-ઉત્સાહમાં વધારો થાય. તા. ૧૭ બુધ-સીઝનલ ધંધો થઇ શકે. તા. ૧૮ ગુરૂ-આનંદ-ઉત્સાહ રહે. તા. ૧૯ શુક્ર-કામકાજમાં સફતા-પ્રગતિ, તા. ૨૦ શનિ બપોર પછી બેચેની વ્યગ્રતા અનુભવો.

વૃશ્ચિક (ન.ય.)

તા. ૧૪મીથી મીનારક-કમુરતાં શરૂ થાય છે પરંતુ આપની ચંિતા-વ્યથામાં ઘટાડો થતો જાય. તા.૧૬મીથી ચૈત્રી વર્ષ પ્રારંભે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. તેથી આપના નોકરી-ધંધા કામકાજમાં સાનુકુળતા રહે. આવકમાં વધારો થાય. નાણાંની લેવડ-દેવડનો વ્યવહાર, દેવાની ચૂકવણી, બેંક હપ્તાની કાર્યવાહી વગેરેમાં અન્યનો સહકાર મળી રહે. સંતાનનાં કામકાજમાં ઘ્યાન આપવું પડે. પરંતુ સંતાન સાથે વાત વાતમાં મતભેદ વિવાદ-ઉશ્કેરાટનાં કારણે તમારાં અંગત કામમાં કે નિર્ણયમાં મુશ્કેલી અનુભવો. તે સિવાય સંતાનને બહારનું ખાવા પીવામાં ઇન્ફેકશન થાય નહીં તેની કાળજી રાખવી. તા. ૧૪ રવિ-ઘરપરિવાર સગાં સંબંધી મિત્રવર્ગનાં કારણે શારિરીક-માનસિક શ્રમ અનુભવાય. તા. ૧૫ સોમ. અન્યના કારણે ચંિતા ખર્ચ થાય. તા. ૧૬ મંગળ-હૃદય મનને હળવાશ રાહત જણાય નહીં. તા. ૧૭ બુધ-સારી. તા. ૧૮ ગુરૂ- કામકાજમાં સાનુકુળતા. તા.૧૯ શુક્ર-આનંદ-ઉત્સાહ રહે. તા. ૨૦ શનિ-કામકાજમાં સાનુકુળતા.

ધન (ભ.ફ.ધ.ઢ.)

તા. ૧૪મીથી મીનારક કમૂરતાં શરૂ થવાના કારણે આગામી ત્રીસ દિવસ આકસ્મિક ચંિતા-નાની મોટી તકલીફ ઉપાધિમાંથી પસાર થવું પડે. બી.પી., ડાયાબીટીસ, હાર્ટ કે ફેફસાંની તકલીફ હોય તેમજ હાડકાંની મણકાની પીડા-દર્દ હોય તેમને આરોગ્યની બાબતમાં ઘ્યાન આપવું પડે. દેવું થઇ ગયું હોય ધંધો નુકસાનીમાં ચાલતો હોય તેમને ચંિતા વધતી જાય. નવી જગ્યા મકાન-વાહન ખરીદવામાં કે મિલકતની ખરીદી વેચાણમાં ઉતાવળ કરવી નહીં. ઈલેકટ્રીકનો ધંધો હોય દવાની દુકાન હોય- તાંબાનો વેપાર હોય કે ટ્રાવેલ્સનો, જમીન-મકાનની દલાલીનો ધંધો હોય તેને નાની-મોટી કોઈને તકલીફ ચંિતા વિવાદનો સામનો કરવો પડે. તા. ૧૪ રવિ-યાત્રા પ્રવાસ મુલાકાતમાં સંભાળવું, તા. ૧૫ સોમ સગાં સંબંધી મિત્રવર્ગની ચિતા રહે, તા. ૧૬ મંગળ નોકરી ધંધાનાં કામકાજમાં ઘ્યાન આપી શકો. તા. ૧૭ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૧૮ ગુરૂ.હળવાશ રાહત અનુભવો. તા.૧૯ શુક્ર ઉતાવળમાં નિર્ણય કરવો નહીં, તા. ૨૦ શની બપોર પછી રાહત.

મકર (ખ.જ.)

આપના હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. ધર્મકાર્યથી આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. નિકટના સ્વજન સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવાય. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. નોકરીમાં ફેરફારીની તક આવવાથી કે ધંધાની ઓફર આવવાથી શું કરવું? તેની ચંિતા-મુંઝવણ અનુભવો. સંતાનના કામમાં સાનુકુળતા રહે. વ્યવહારિક, સામાજીક કે અન્ય કામમાં અન્યને મદદરૂપ થઇ શકો. ઘરપરિવારના કામમાં ઘ્યાન આપી શકો. દેશ, પરદેશના પ્રવાસ અંગેની, રાજકીય કામ અંગેની કાર્યવાહી થઇ શકે. ઇન્કમટેક્ષના કામમાં, નાણાંકીય આયોજનમાં ઘ્યાન આપવું પડે. તા. રવિ ૧૪ કામકાજમાં સાનુકુળતા, સોમ ૧૫ સાધારણ, મંગળ ૧૬ ધર્મકાર્ય, અન્ય કામમાં સાનુકુળતા, બુધ ૧૭ નોકરી-ધંધાનુ કામ ઉકેલાય. ગુરૂ ૧૮ ઘર-પરિવાર માટે ખર્ચ થાય. શુક્ર ૧૯ ઉચાટ-ઉદ્વેગ રહે, શની ૨૦ સાંજ પછી બહાર જવાનું થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

તા. ૧૪મીથી મિનારક, કમુરતા શરૂ થવાના કારણે આપને આપના નાણાંકીય આયોજન અંગે, બેંક વ્યવહાર અંગે કે ઇન્કમટેક્ષની કાર્યવાહી અંગે સંભાળવું પડે, ઘ્યાન આપવું પડે. કૌટુંબિક પ્રશ્ને તેમજ સગાસંબંધી મિત્રવર્ગના વ્યવહાર અંગે, કામકાજ અંગે ચંિતા અનુભવો. તે સિવાય, તા. ૧૬મીથી ચૈત્રી વર્ષારંભ, ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેથી ધર્મકાર્યથી હળવાશ, રાહત, શાંતિ-આનંદ અનુભવાય. ખાવાપીવામાં, વાહન ચલાવવામાં તેમજ આંખની દર્દ-પીડામાં સંભાળવું પડે. કૌટુંબિક ભાગીદારીવાળા ધંધામાં, ચંિતા-વિવાદ પછી રાહત જણાય. તા. રવિ ૧૪ માનસિક પરિતાપ. સોમ ૧૫ ધીરજ, શાંતિ રાખવી. મંગળ ૧૬ હળવાશ, આનંદ રહે. બુધ ૧૭ કામકાજમાં સાનુકુળતા પ્રગતિ, ગુરુ ૧૮ પ્રવાસ, શુક્ર ૧૯ નોકરી ધંધાનું કામ થાય. તા. ૨૦ શની દ્વિધા-ચંિતા રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

તા. ૧૪મીથી મિનારક કમુરતા શરૂ થવાના કારણે આગામી ત્રીસ દિવસ આપને નાની-મોટી કોઈ ચંિતા-ઉપાધિ-અશાંતિ, અનંિદ્રા વિચારોમાંથી સમય પસાર કરવો પડે. આરોગ્યની કાળજી રાખવી. ઘર-પરિવારના, નોકરી-ધંધાના કે સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્ને આપને શાંતિ-રાહત જણાય નહીં. ઉશ્કેરાટ, ગુસ્સામાં વિવાદમાં તમે બંધન, મુશ્કેલીમાં આવી ન જાવ તેની સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઈ જવુ નહીં. તા. ૧૬મીથી ચૈત્રી વર્ષારંભ અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. તેથી ધર્મકાર્ય આઘ્યાત્મિક કાર્યમાં ઘ્યાન આપશો તો ચંિતા-આપત્તિમાં સૂળી નો ઘા સોયથી ટળી જાય. તા. રવિ ૧૪ આકસ્મિક ખર્ચ-ચંિતા, સોમ ૧૫ નોકરી-ધંધાના ઘર પરિવારના કામમાં ધીરજ, શાંતિ રાખવી. મંગળ ૧૬ માનસિક પરિતાપ, ચંિતા પછી રાહત, બુધ ૧૭ ધીરજથી શાંતિથી કામકાજ કરવું. ગુરૂ ૧૮ બપોર પછી સાનુકુળતા. શુક્ર ૧૯ કામકાજમાં સાનુકુળતા. શની ૨૦ હળવાશ-રાહત જણાય.

Top

Copyright   © Gujarat Samachar