હોકી વર્લ્ડ કપમાં આજે શનિવારે સતત ત્રીજી વખત જર્મની અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ બંને દેશોએ આ ઝડપી અને કૌશલ્યપૂર્ણ રમતને કેટલી ગંભીરતાથી લઇને તેમાં શ્રેષ્ઠતા મેળવી છે તેનો આ માપદંડ કહી શકાય. વ્યક્તિગત કૌશલ્ય અને ટીમની વ્યુહરચના તેમજ ખેલાડીઓની ફિટનેસના મામલે બંને દેશો લગભગ બરોબરી પર છે. ફાઇનલ મેચ બે ભિન્ન પ્રકારની હોકી સ્ટાઇલનો રોચક મુકાબલો બની રહેશે. એક ટીમ ખુબ જ શિસ્તબદ્ધ અને ધીરજપૂર્ણ રમત દર્શાવશે જ્યારે હરિફ ટીમ તદ્દન ભિન્ન એવી કૌશલ્યપૂર્ણ અને વ્યક્તિગત પ્રભાવવાળી રમતને અપનાવશે. હું માનુ છુ કે જર્મની હંમેશા મુશ્કેલ પરિસ્થિતીમાં શ્રેષ્ઠ ટીમ તરીકે ઉભરીને આવે છે. આવતીકાલે પણ તેઓ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ જીતવાની અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની હેટ્રિક સર્જવા આતુર છે.
હોકી વર્લ્ડ કપમાં આર્જેન્ટીના સામે ૪-૨થી હારી ભારત આઠમા ક્રમે
જર્મનીની ટીમ હોકી વર્લ્ડ કપ ૨૦૧૦ની એકમાત્ર ટીમ છે કે જે એક પણ મેચ હારી નથી. જર્મનીએ જે પ્રકારે ઇંગ્લેન્ડને ૪-૧થી હરાવી સ્ટાઇલમાં ઉજવણી કરી તે જોતા લાગતુ હતુ કે છેલ્લા ૨૫ વર્ષમાં કોઇ ખાસ ફેર પડ્યો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે.
તેમની ટીમ શારીરિક રીતે સૌથી ફિટ લાગે છે. તેમની પાસે અનુભવી અન હોકીના જુદા-જુદા કૌશલ્યની રીતે લગભગ નિપૂર્ણ કહી શકાય તેવા ખેલાડીઓ છે. તેઓ આક્રમક સ્ટાઇલની હોકી રમે છે.