home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

રવિ શાસ્ત્રીની કોલમ

ઘરઆંગણાના ક્રિકેટરોનું મહત્વ પણ વઘ્યુ છે
આઇપીએલે અન્ય રમતોના વિકાસ માટે પણ બ્લુપ્રિન્ટ પુરી પાડી છે

આઇપીએલ-૩નો પ્રારંભ થઇ ચુક્યો છે. આઇપીએલના કારણે ક્રિકેટમાં જબરદસ્ત પરિવર્તન આવ્યુ છે. બેટ્‌સમેનો અને બોલરો માટે નવતર પ્રયોગો થયા છે. જ્યારે ફિલ્ડરોની કુશળતામાં પણ વધારો થયો છે. ખેલાડીઓમાં ત્વરિત નિર્ણય શક્તિનો અને ટેકનીકનો વિકાસ થયો છે.

સ્ટાર ખેલાડીઓ આકર્ષણ જમાવશે

નાણાંકિય રીતે પણ રમતો - એક વ્યવસાયિક ઉદ્યોગ તરીકે વિકસી રહી છે. હવે અન્ય રમતો પાસે આઇપીએલની બ્લુપ્રિન્ટ છે જેના સહારે તેઓ આગળ વધી શકે છે. એક આખી નવી શૃંખલા શરુ થઇ છે જેમ કે મલ્ટીપ્લેક્સમાં અથવા યુ-ટુબ પર મેચોનું પ્રસારણ. રમતો, ટેકનોલોજી અને વ્યવસાયના સમન્વયના કારણે આ શક્ય બન્યુ છે. છ સપ્તાહના ક્રિકેટના કાર્નિવલનું આયોજન જબરદસ્ત રીતે કરવામાં આવ્યુ છે. માળખાગત સુવિધાઓથી માંડીને, ટીમોનું પ્રવાસન, તમામ ટીકીટોનું આયોજન, આતિથ્ય-સત્કાર અને જાહેરખબરોનું આયોજન તેમજ મર્યાદાને ઓળંગી નવીનતાને અમલી બનાવવા માટે ખુબ જ સુંદર રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાંચ મિનિટના સ્ટેટેજીક બ્રેકને અઢી-અઢી મિનિટમાં ફેરવીને રમતના પ્રવાહમાં થતી છેડછાડની અસરને નહીવત્‌ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આઇપીએલની ટીમો માટે ઘરઆંગણાના ક્રિકેટરો પણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેટલું જ મહત્વ ધરાવતા હોય છે. ક્રિકેટના લેજન્ડસ હેડન, ગિલક્રિસ્ટ, વોર્ન, કુમ્બલે વિગેરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેમનું પ્રભુત્વ સ્હેજ પણ ઓછુ થવા દીઘું નથી. આઇપીએલમાં જો કોઇ બોલર સારો દેખાવ કરે તો તે ખુબ જ સરાહનીય ગણાય કારણ કે ફોર્મેટના નિયમો મોટાભાગે બેટ્‌સમેનોની તરફેણના છે. આ ફોર્મેટમાં ફાસ્ટ બોલરોની આકરી કસોટી થશે.

Copyright   © Gujarat Samachar