home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

આજે તેંડુલકર અને વોર્ન વચ્ચે ટક્કર ઃ બપોરે ૩થી મેચનો પ્રારંભ
રાજસ્થાન રોયલ્સના ગુજરાતના ખેલાડીઓ પર નજર ઃ મુંબઈ પણ મજબૂત

મુંબઈ, તા. ૧૨

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે આવતીકાલે આઇપીએલનો મુકાબલો થવાનો છે. કાલે વર્લ્ડકપ હોકીની પણ ફાઇનલ હોઈ હોકી ફેડરેશને તેઓના પ્રસારણને ચાહકો જોઈ શકે તેથી આઇપીએલની આ મેચ સાંજે ચારની જગ્યાએ ત્રણ વાગે શરૂ કરવાની વિનંતી કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે. રાજસ્થાનની ટીમમાં યુસુફ પઠાણ, સિદ્ધાર્થ ત્રિવેદી, નિરજ પટેલ અને અમિતસંિઘ, મુનાફ પટેલ જેાવા ખેલાડીઓ પર ગુજરાતના ચાહકોની વિશેષ નજર રહેશે. રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની મેચનું મુખ્ય આકર્ષણ વોર્ન અને તેંડુલકર વચ્ચેનો મુકાબલો રહેશે જોગાનુજોગ બંને તેમની ટીમના કેપ્ટન છે તેંડુલકર ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ હજુ પણ વર્તમાન ક્રિકેટના સૌથી ફોર્મ ધરાવતા બેટ્‌સમેનની જેમ રમે છે. જ્યારે વોર્ન નિવૃત્ત થઈ ગયો હોઈ માત્ર આઇપીએલમાં જ રમે છે. વોર્નને તેની કારકિર્દી દરમ્યાન ક્રિકેટ વિશ્વમાંથી એકમાત્ર તેંડુલકરે જ સંપૂર્ણ પ્રભુત્વ સાથે નિર્દયતાથી ઝૂડ્યો હતો. વોર્ને પોતે જ નિખાલસતાથી કબૂલ્યું હતું કે તેંડુલકર ફટકાબાજી કરતો હોય તેવા સ્વપ્નો પણ તેને આવતા હતા. ટ્‌વેન્ટી- ૨૦માં બોલર ચાર જ ઓવર નાખી શકતો હોઈ વોર્ન અને તેંડુલકર વચ્ચે કઈ રીતે ટક્કર થાય છે તે જોવાનું રહેશે. જો કે તેંડુલકર પણ તેને સન્માન આપે છે.

બંને વચ્ચેના ચાર મુકાબલામાં રાજસ્થાન ૨-૧ની સરસાઈ ધરાવે છે

૧૯૯૮માં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં આ બ્રેબોર્ન સ્ટેડિયમ પર જ તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. જેમાં વોર્ને વિકેટ લીધા વગર ૧૦૦ રન આપ્યા હતા. ત્યારથી ખરો મુકાબલો જામ્યો હતો.

૨૦૦૮ની આઇપીએલની પ્રથમ મેચમાં જ રાજસ્થાન સામે ઇજાગ્રસ્ત તેંડુલકર નહોતો રમી શક્યો જે મુંબઈ જીત્યું હતું. બીજી વન-ડેમાં રમ્યો હતો તેમાં તેઓનો પરાજય થયો હતો. ૨૦૦૯ની સાઉથ આફ્રિકામાં રમાયેલી બીજી સિઝનમાં બંને વચ્ચેનો પ્રથમ મુકાબલો વરસાદને કારણે નહોતો રમાયો. ડર્બનમાંં રમાયેલી બીજી મેચમાં રાજસ્થાન ભારે રોમાંચકતા બાદ બે રનથી જીત્યું હતું આમ બંને ટીમો વચ્ચેના ત્રણ આઇપીએલ મુકાબલામાં રાજસ્થાન ૨-૧ની સરસાઈ ધરાવે છે. મુંબઈની ટીમ બરાબરી કરવા પ્રયત્ન કરશે. રાજસ્થાને બે રનથી મુંબઈને હરાવ્યું હતું ત્યારે વોર્ને તેંડુલકરને ૩૦ બોલમાં ૪૦ રનની ઇનંિગમાં લેગબિફોર કર્યો હતો. આ ઉપરાંત તેણે રહાને અને જયાસુરિયાની વિકેટો લઈને પણ મુંબઈની વિજયકૂચ થંભાવી હતી. પ્રથમ સિઝનમાં રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું પણ બીજી સિઝનમાં રાજસ્થાન અને મુંબઈ બેનેનો દેખાવ ખરાબ રહ્યો હતો. રાજસ્થાનને રવીન્દ્ર જાડેજાની ખોટ સાલશે. ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં તે ૧૦૦થી વઘુના સ્ટ્રાઇક રેટ સાથે ૨૯૫ રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર બન્યો હતો જની ડાબેરી સ્પિન બોલંિગ પણ ઘણી જ કરકસરભરી રહી છે. જાડેજા પર આઇપીએલ ગવર્નંિગ બોર્ડે પ્રતિબંધ જાહેર કર્યો છે. રાજસ્થાનને વોટસન, વોજીસ અને બોથા જેવા ખેલાડીઓની ખોટ સાલશે તેઓ તેમના દેશ વતી રમવામાં વ્યસ્ત છે.

મુંબઈ ઇન્ડિયન્સ ઃ તેંડુલકર (કેપ્ટન), ધવન, દુમિની, રાયડુ, તિવારી, બ્રાવો, જયાસુરિયા, મેકલારેન, નેપિયર, નાયર, પોલાર્ડ, મોર્તઝા, મલ્હોત્રા, સતિશ, મદન, ખરે, ફ્‌ર્નાન્ડો, ઝાહીરખાન, કુલકર્ણી, મલંિગા, હરભજનસિઘ, શુક્લા (* સાઉથ આફ્રિકા અને વિન્ડિઝના ખેલાડીઓ પછીથી જોડાશે.)

રાજસ્થાન રોયલ્સ ઃ વોર્ન (કેપ્ટન), યુસુફ પઠાણ, મુનાફ પટેલ, મેસ્કારહન્સ, રાવત, એમ. માર્કેસ, માર્ટીન, લામ્બા, અસનોડકર, સિદ્ધાર્થ ત્રિવેદી, નિરજ પટેલ, સલુનએ, નમન ઓઝા, અમિતસંિઘ, * સ્મીથ, * વોટસન, * વર્જિસ, * બોથા, * ટૈટ (* તેમના ઘરઆંગણે વ્યસ્ત હોઈ હજુ જોડાયા નથી.)

Copyright   © Gujarat Samachar