home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સંક્ષિપ્ત સમાચાર

મિઝોરમ બામ્બુ ડાન્સને ગિનેસ બુકમાં સ્થાન

(પીટીઆઈ) ઐઝવાલ, તા. ૧૨

ભારતના ઉત્તરપૂર્વમાં આવેલા નાનકડા રાજ્ય મિઝોરમને તેના પરંપરાગત વાંસ નૃત્ય માટે ગિનેસ બુકમાં સ્થાન મળ્યું હતું. આસામના લિકુલ પુકિવાન અને ચાનમારી ગામને આવરી લેતાં ૨.૫ કિલોમીટરના વિસ્તારમાં ૧૦૭૩૬ જણાએ ૬૭૧ની ટુકડીમાં બામ્બુ નૃત્ય કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. આ વિક્રમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. નૃત્યમાં ૨૫૧૮ કલાકારો મુખ્ય માર્ગ પર અને ૮૨૨૪ આસામ રાઈફલ્સના મેદાનમાં ૮ મિનિટ નૃત્ય કર્યું હતું. લંડન ખાતેના ગિનેસ વર્લ્ડ રેકોર્ડના વડાએ મિઝોરમને સૌથી મોટા અને સૌથી વઘુ સમય ચાલનારા નૃત્ય માટે મિઝોરમને ગિનેસ બુકમાં સ્થાન આપવાની જાહેરાત કરી હતી.

બઢતી સામે વાંધો હોય તેવા જજની યાદી નથી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૨

સુપ્રીમ કોર્ટમાં બઢતીથી મોકલાયેલા અથવા વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી થઈ હોય અને તેમની બઢતી સામે રાષ્ટ્રપતિએ વાંધો ઉઠાવ્યો હોય તેવા ન્યાયાધીશોની કોઈ યાદી તૈયાર ન હોવાનું કેન્દ્ર સરકારે એક આરટીઆઈના સંદર્ભે જણાવ્યું છે. સરકારે આ મુદ્દો નિર્ણય માટે હવે કેન્દ્રીય માહિતી પંચ પાસે મોકલ્યો છે.

માહિતી અધિકારના આ મુદ્દે કાયદા મંત્રાલયે સેન્ટ્રલ પબ્લીક ઈન્ફર્મેશન ઓફિસરે આપેલા જવાબને બહાલી આપી હતી અને જણાવ્યું હતું કે બઢતી કે નિમણૂકમાં વાંધો ઉઠાવાયો હોય તેવા ન્યાયાધિશોની યાદી તૈયાર કરાઈ નહોતી. એસ.સી. અગ્રવાલ નામના કાર્યકરે કરેલી અરજી કાયદા મંત્રાલયે જવાબ સાથે પરત કરી હતી. આ અરજીમાં અગ્રવાલે કર્ણાટકના ચીફ જસ્ટીસ અને અલ્લાહાબાદના ચીફ જસ્ટીસની બઢતીની દરખાસ્તો અંગે માહિતી માગી હતી.

સબસિડીયુક્ત સસ્તાં ખાતરની દેશની બહાર કરાતી દાણચોરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨

ભારતમાંથી સબસિડીવાળું ખાતર નેપાળ જેવા દેશોમાં દાણચોરી થતી હોવાનું કહી કેન્દ્ર સરકારે રાજ્યોને કડક પગલા ભરવા જણાવ્યું હતું. આ ઉપરાંત યુરિયાના ભાવમાં પ્રતિ ટને ૧૦ ટકાનો વધારો કરી નવી કંિમત રૂા. ૫૩૧૦ ૧ એપ્રિલ, ૨૦૧૦થી અમલી બનશે તેમ પણ સરકારે કહ્યું હતું.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુરવણીનો જવાબ આપતાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન શ્રીકાંતકુમાર જેનાએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી ખાતરની દાણચોરી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રએ રાજ્ય સરકારોને દાણચોરીમાં સંડોવાયેલા યુરીયાના વેપારીઓ સામેેે કડક પગલા ભરવા તાકીદ કરી છે અને તેમાં પણ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોને દાણચોરી અટકાવવા ખાસ જણાવ્યું છે.

યુરીયાનો ભાવવધારો કરવાના નિર્ણયની અનિવાર્યતા અંગે તેમણે જણાવ્યું હતું કે, એનડીએના શાસન સાથે સરખામણી કરતાં કંિમતમાં છેલ્લા ૮ વર્ષથી ફેરફાર કરાયો નથી. એનડીએની સરકારમાં યુરિયાની કંિમતોમાં ૨૦ ટકાનો વધારો કરાયો હતો.

યુરિયા સરકારના નિયંત્રણમાં રહેશે તેમ કહી શ્રીકાન્તે જણાવ્યું હતું કે, સરકારે યુરીયાની વર્તમાન કંિમત પ્રતિટનરૂા. ૪૮૩૦માં ૧૦ ટકાનો વધરો કરીને રૂા. ૫૩૧૦ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવ ૧ એપ્રિલ, ૨૦૧૦થી લાગુ થશે. આગામી નાણાંકીય વર્ષ માટે ખાતર પર સબસીડી હશે કે કેમ તે અંગેની આગાહી કરવી મુશ્કેલ હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.

મહિલા બિલ અંગે લડત ચાલુ ઃ લાલુ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૨

રાજદના વડા લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે મહિલા અનામત બિલ અંગે લડત ચાલુ રહેશે અને બિલ અંગે તેમના પક્ષમાં કોઈ મતભેદો નથી.

લાલુપ્રસાદ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો પક્ષ મહિલા અનામતનો વિરોધી નથી પરંતુ તેમાં દલિત, મુસ્લિમ અને પછાત વર્ગની મહિલાઓને પણ કવોટા મળવો જોઈએ. તેમના પક્ષના ભવિષ્યના આયોજન અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક મળશે ત્યારે તેઓ તેમના અભિપ્રાય રજુ કરશે. જોકે સર્વપક્ષીય બેઠકની કોઈ તારીખ નક્કી થઈ નથી.

સ્પેલંિગ ભૂલ સામે જજોન ચેતવણી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨

નામમાં શું છે ? પરંતુ જ્યારે કોર્ટના હુકમમાં આરોપીના નામનો સ્પેલંિગ ખોટો લખાય અને બીજો ભળતા નામનો આરોપી જેલમાંથી છૂટી જાય ત્યારે નામનું મહત્ત્વ ઘણું વઘુ થાય છે. દિલ્હી હાઇકોર્ટે નીચલી કોર્ટના જજોને સ્પેલંિગમાં થતી ભૂલો માટે ચેતવણી આપી હતી.

દિલ્હી હાઇકોર્ટે ચેતવણી આપતા નીચલી કોર્ટના જજોને જણાવ્યું હતું કે હવે પછી સ્પેલંિગમાં ભૂલો કરનાર જજની સર્વિસ બુકમાં આ વાતની નોંધ લેવાશે.

કોર્ટના ચુકાદામાં નામ લખવામાં થયેલી ભૂલને કારણે ભળતો આરોપી જેલમાંથી છૂટી ગયાનો કિસ્સો બન્યા બાદ હાઇકોર્ટે આ ચેતવણી આપી હતી.

 
Copyright   © Gujarat Samachar