home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

ભાવ વધારાના મુદ્દે ડાબેરીઓ દ્વારા સંસદમાંથી વોકઆઉટ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૨

ડાબેરી પક્ષોએ ભાવવધારાના મુદ્દે રાજધાની નવી દિલ્હીમાં કરેલા વિરોધ પ્રદર્શનના પડઘા સંસદમાં પણ પડ્યા હતા. આજે ચાર ડાબેરી પક્ષોએ મોંઘવારીના મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની તેમની માંગણી અંગે સરકારે આંખ આડા કાન કરતા તેમણે સંસદના બન્ને ગૃહોમાંથી વોકઆઉટ કર્યો હતો. લોકસભામાં સમાજવાદી પાર્ટી પણ વોકઆઉટમાં જોડાઈ હતી જ્યારે ભાજપ,આરજેડી, બસપ અને બીજેડીએ ડાબેરીને ટેકો આપ્યો હતો.

શ્વેતપત્રની માગણી ન સ્વીકારાતા વિપક્ષ નારાજ અકાર્યક્ષમ સરકારને બદલવી આવશ્યક ગણાવાઈ

શૂન્યકાળ દરમિયાન ભાવવધારાના મુદ્દે ચર્ચા કરતા સીપીઆઈ-એમના નેતા સિતારામ યેચુરીએ જણાવ્યું હતું કે મોંઘવારીના મુદ્દે વિરોધ કરવા દેશભરમાંથી લાખો લોકો રાજધાનીમાં આવ્યા છે, યેચુરીએ મોંઘવારીને લગતી તેમની પાંચ માગણીઓ માન્ય રાખવાની સરકારને વિનંતી પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે ગોડાઉનમાં પડેલો અનાજનો ૨૭૫ લાખ ટનનો જ્થ્થો સરકારે મુક્ત કરવો જોઈએ. આ જથ્થો બફર સ્ટોક માટે જરૂરી ૨૦૦ લાખ ટન કરતા ઘણો વધારે છે. યેચુરીએ માગણીઓને સીપીઆઈના ડી રાજાએ પણ ટેકો આપ્યો હતો.

મોંઘવારીનો મુદ્દો લોકસભામાં રજૂ કરતા સીપીઆઈના નેતા ગુરુદાસ દાસ ગુપ્તા અને વાસુદેવ આચાર્ય (સીપીઆઈ-એમ)એ કંિમતોની સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કંિમતોને કાબુમાં લેવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. બીજી બાજુ આ મુદ્દે ભાજપના ગોપીનાથ મુંડે, બીજેડીના ભર્ગુહરી મહતાબ અને બસપના દારાસંિહ ચૌહાણે પણ ટેકો આપ્યો હ તો. જો કે આ તમામ ઘટનાક્રમ છતાં યોગ્ય પ્રતિભાવ ન મળતા સમગ્ર ડાબેરીપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો.

 
Copyright   © Gujarat Samachar