home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

પક્ષો દ્વારા અપાતી ટિકિટોમાં ૨૦ ટકા મહિલા માટે અનામત રાખો ઃ મુલાયમ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨

મહિલા અનામત બિલ સામેની ઝુંબેશને નવો વળાંક આપતા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસંિહ યાદવે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ માત્ર ૨૦ ટકા ક્વોટા ઇચ્છે છે. આ ક્વોટા બેઠકો માટે નહિ પણ રાજકીય પક્ષો ૨૦ ટકા ટિકિટો મહિલાઓને આપે તે માટે હોવો જોઈએ.

સમાજવાદી પક્ષની મહિલા અનામત મુદ્દે નવો વળાંક ઃ શિવસેનાના સમર્થનને દાવો

એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં મુલાયમસંિહે જણાવ્યું હતું કે, તેઓ મહિલા અનામતની તરફેણમાં છે. પણ તેઓ ૨૦ ટકાથી વધારે અનામત ઇચ્છતા નથી. આ ૨૦ ટકામાં પણ મહિલાઓને ટિકિટ આપવાનો રાજકીય પક્ષોને અધિકાર હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત સુનિશ્ચિત કરતા બિલને આ સપ્તાહે જ રાજ્યસભામાં પસાર કરાયું છે. ક્વોટામાં પણ ક્વોટાની માગણી કરી હોવાનું નકારતા તેમણે કહ્યું હતું કે, આ ખોટો પ્રચાર છે.

મહિલાઓ માટે બેઠક અનામત રખાય તેના કરતાં પક્ષો મહિલાઓ માટે ટિકિટ અનામતરાખે તેવા વિચારને શિવેસનાએ પણ ટેકો આપ્યો હતો.

 
Copyright   © Gujarat Samachar