home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

દિલ્હીની વાત

હવે પ્રણવ-પવાર-ચિદમ્બરમ્‌નો વારો

નવી દિલ્હી, તા.૧૨

મહિલા અનામત વિધેયક હાલપૂરતું બાજુ પર રહેતાં ફરી એક વાર નાણાંમંત્રી પ્રણવ મુખર્જી, કૃષિમંત્રી શરદ પવાર અને ગૃહમંત્રી ચિદમ્બરમ્‌ ચર્ચાના કેન્દ્રમાં આવશે.

પ્રણવ મુખર્જી માટે ફાયનાન્સ બિલ અને સામાન્ય બજેટ પસાર થઇ જાય તે પ્રાથમિક કામ છે, તો ભાવવધારો અને માઓવાદી હંિસાના મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લેવા ઇચ્છતો હોવાથી પવાર અને ચિદમ્બરમ્‌ નિશાન પર રહેશે. બજેટ પ્રવચન વખતે વિપક્ષોના વોકઆઉટથી પ્રણવ મુખર્જી બહુ દુઃખી થયા હતા. એ જ રીતે, ચિદમ્બરમ્‌ અને પવારના પ્રયાસો પણ હજુ સુધી પરિણામદાયી નીવડ્યા નથી.

મહિલા અનામત વિધેયકના મુદ્દે વિપક્ષોમાં પડેલી ફાટફૂટને દૂર કરવા અને ભાવવધારાના મુદ્દે સાથે રહેલા પક્ષોને ફરી પોતાની તરફેણમાં કરવા ભાજપ પ્રયત્નશીલ છે. યાદવત્રિપુટી મહિલા અનામતના મુદ્દે આડી ફાટતાં વિપક્ષી એકતામાં ભંગાણ પડ્યું હતું.

બદલાયેલી સ્થિતિનો પરચો સરકારને આજે જ મળી ગયો હતો. મહિલા અનામતના મુદ્દે ટેકો આપનાર ડાબેરીઓએ ભાવવધારાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવીને વોક-આઉટ કર્યું હતું. પવાર ભાવવધારો રાકવામાં નિષ્ફળ નીવડ્યા છે અને ખાંડઉદ્યોગ સાથે સાંઠગાંઠનો પણ તેમની પર આરોપ છે. આઘુનિક ટેકનોલોજીથી સજ્જ માઓવાદીઓને કારણે ચિદમ્બરમ્‌નું કામ પણ કઠણ છે. ગઇ કાલે નેશનલ ક્રાઇમ રીસર્ચ બ્યુરોના એક કાર્યક્રમમાં તેમણે કબૂલ્યું હતું કે માઓવાદીઓ સામે અસરકાર પગલાં લેવા માટે સલામતી દળોેએ પોતાની ટેકનોલોજી આઘુનિક બનાવવી પડશે. એક માહિતી પ્રમાણે માઓવાદીઓ શહેરી વિસ્તારોમાં પોતાનાં થાણાં જમાવીને ઔદ્યોગિક અશાંતિ ફેલાવવા માગે છે.

ચિદમ્બરમે રેલવે મંત્રી મમતા બેનરજીને ટાંકીને કહ્યું હતું કે માઓવાદી હંિસા-બંધ-હડતાળોને કારણે રેલવેને આવકમાં ૪૦ ટકાનો ફટકો પડે છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચાલતા ‘ઓપરેશન ગ્રીન હન્ટ’થી ચિદમ્બરમ્‌ કંઇક આશ્વાસન લઇ શકે છે. ઝારખંડના મુખ્ય મંત્રી શીબુ સોરેને માઓવાદી સામેની કાર્યવાહી અંગેનો પોતાનો વિરોધ સંકેલી લીધો છે. સલામતી દળોએ પણ માઓવાદીઓની છાવણી પર આક્રમણોમાં સફળતા મળી હોવાનું જણાવ્યું છે.

તેમ છતાં, માઓવાદી નેતા કિશનજી માટે શીબુ સોરેન અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારના મનમાં સદ્‌ભાવ છે. કિશનજીએ ચેતવણી આપી છે કે માઓવાદીઓ ગમે ત્યારે ડાબેરીઓની મુખ્ય ઓફિસ ‘રાઇટર્સ બિલ્ડંિગ’ ફૂંકી મારશે. તેમણે કહ્યું હતું કે ‘અમારી પાસે આ કામ માટે જરૂરી સાધનો અને આવડત છે. કેન્દ્ર સરકાર અમારા લોકોને મારશે, તો અમે છત્તીસગઢથી સાથીદારો લઇ આવીશું.’

Copyright   © Gujarat Samachar