home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

ચિલીમાં ૬.૯ની તીવ્રતાના ભૂકંપના પાછોતરા આંચકા

(પીટીઆઈ) સાન્ટિયાગો, તા. ૧૨

ચીલીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આજે ચીલીના પ્રમુખની શપથવિધિ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે ૬.૯ની તીવ્રતાના ભૂકંપના આફટરશોકથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ચીલીમાં આવેલો આફટરશોક મુળ ભૂકંપ જેટલો જ શક્તિશાળી હતો. જોકે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.

ભૂકંપના આફટરશોક આવ્યા ત્યારે ચિલીના પ્રમુખ સેવાસ્ટીપન મિનેરાની વાલપેરેઈલો ખાતે શપથવિધિ થઈ રહી હતી. સાત શક્તિશાળી આફટરશોકથી સમારોહનું મકાન ઘુ્રજી ઉઠ્યું હતું અને તાત્કાલિક ખાલી કરાવાયું હતું.

Copyright   © Gujarat Samachar