બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા માટે નવી પદ્ધતિનું સંશોધન વૉશંિગ્ટન, તા. ૧૨ જીવન માટે જોખમ ધરાવતા લોહીના ચેપની સારવારમાં મદદ મળી શકે તેવી મોટી સફળતામાં વૈજ્ઞાનિકોએ બ્લડપ્રેશર (રક્તચાપ)ને અંકુશમાં રાખવાનો નવો માર્ગ શોધી કાઢ્યો છે. લોકોની સ્વાસ્થ્ય જાળવણીમાં લોહીના દબાણ પર અંકુશ રાખવાનો મુદ્દો કેન્દ્રમાં છે. હાઇપર ટેન્શન એટલે કે લોહીનું ઊંચુ દબાણ કોરોનરી હૃદયરોગો, હાર્ટફેઇલ્યોર, સ્ટ્રોક અને ઘણા કિસ્સામાં કિડનીની નિષ્ફળતા તરફ દોરી જાય છે તો લોહીનું નીચું દબાણ પણ ઘણી વખત જીવલેણ નીવડી શકે છે. સિડની યુનિવર્સિટીના પ્રોફેસર રોલાન્ડ સ્ટોકરની આગેવાનીમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે લોહીના દબાણને અસર કરતી રક્તવાહિનીઓમાં નવા નિયંત્રણકારી માર્ગની શોધ કરી છે અને તે કેવી રીતે કામગીરી બજાવે છે તેના રહસ્યના દરવાજા પણ ખોલી નાંખ્યા છે. આ શોધના તારણો ‘‘નેચર મેડિસિન’’ જર્નલમાં પ્રકાશિત થયા છે. લોહીના દબાણને અસર કરતી રક્તવાહિનીઓની આંતરિક રચનામાં જ બીપીને નિયંત્રણમાં રાખવાની શક્યતા છે આ શોધ ખરેખર મહત્ત્વની છે કારણ કે બ્લડપ્રેશરને લગતી વિવિધ પરિસ્થિતિઓની સારવારની નવી પદ્ધતિઓનો માર્ગ તે ખોલે છે. પ્રોફેસર સ્ટોકર કહે છે કે, ‘રસપ્રદ બાબત એ છે કે વર્તમાન જાણીતા પાથ-વે પણ જ્યાં નિષ્ફળ જાય છે તેવી પરિસ્થિતિઓમાંપણ આ નવો પાથ-વે વિશેષ અસરકારક જણાયો છે. અમારી શોધ મુખ્યત્વે માનવ શરીરમાં સડા અંગે વઘુ પ્રસ્તુતતા ધરાવશે, જ્યાં બ્લડપ્રેશરનું નિયંત્રણ મુખ્ય સમસ્યા બની રહે છે.’ આ નવા નિયંત્રણકારી પાથ-વેના ઉપયોગ થકી તબીબો ભવિષ્યમાં તીવ્ર ચેપની હાલત અને રોગોથી પીડાતા દર્દીઓમાં રક્તવાહિનીઓની ઢીલાશને નિયંત્રણમાં લેવાના નવા ઔષધોનો ઉપયોગ કરી જંિદગીઓને બચાવી શકશે. |