| કટોકટી દરમિયાન ધીમું ઝેર અપાયાનો શેખ હસીનાનો આક્ષેપ
(પી.ટી.આઇ.) ઢાકા, તા. ૧૨ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ આરોપ મૂકતા જણાવ્યું છે કે, કટોકટી દરમિયાન તેમને સબ જેલ ખાતે અટકાયતમાં રખાયા હતા ત્યારે તેમના ભોજનમાં ઝેર ભેળવીને તેમની હત્યા કરવાના પ્રયાસો થયા હતા. બાંગ્લાદેશની સંસદ સમક્ષ વડાંપ્રધાને વ્યથા ઠાલવી ઃ બેગમ ખાલિદા સાથે સારો વ્યવહાર હતો ગઈકાલે ઢાકા ખાતે સંસદને માહિતી આપતાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે, આ ‘ધીમા ઝેર’ના કારણે તેમની આંખોને ગંભીર નુકસાન થયું છે. કટોકટી દરમ્યાન તેમને ગંદા ઘરમાં રખાયા હતા અને તેમની પથારી પણ અત્યંત ગંદી હતી. તેમણે વઘુમાં જણાવ્યું હતું ક કટોકટીના સમય દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના વડાં ખાલિદા ઝીયાને સ્પિકરના નિવાસસ્થાને રખાયા હતા. આ ઉપરાંત તેમને સ્થાનિક મદદ મળી રહેતી અને તેમનું ભોજન પણ સારી ગુણવત્તાનું આવતું. હસીના આભાર પ્રસ્તાવ અંગે વકતવ્ય આપી રહ્યા હતા. જો કે, આ ચર્ચામાં ખાલિદા ઝીયાએ ભાગ લીધો નહોતો. હસીનાએ બીએમપી- જમાત ગઠબંધન પર જીવનજરૂરી ચીજવસ્તુઓનો ભાવવધારો કરવાનું કાવતરું રચવાનો આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું હતું કે, બીએનપી- જમાત ગઠબંધને નક્કી કર્યું છે કે, તેઓ દેશને યોગ્ય રીતે ચાલવા દેશે નહીં. તેમણે વઘુમાં જણાવ્યું હતું કે, મોંઘવારીથી દેશની પ્રજાને મુશ્કેલી પડી રહી છ પણ બીએનપી જમાત ગઠબંધનને તેની ચંિતા નથી. |