home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

અફઘાન આર્મીને તાલીમ આપવા પાક.ની ઓફર કરઝાઈએ નકારી

(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ, તા. ૧૨

અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સેનાને તાલીમ આપવાના પાકિસ્તાનના પ્રસ્તાવને અફઘાન પ્રમુખ હામિદ કરઝાઈએ નકારી કાઢ્‌યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં સોવિયેત દ્વારા અફઘાન સેનાને તાલિમ આપવાને મુદ્દે ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી. જેના પગલે અફઘાન સરકાર હવે સાવચેતીપૂર્વક વર્તે છે.

તાલિબાન સાથે વાટાઘાટો તથા શસ્ત્રસરંજામના લશ્કરી સહકાર સહિત પાક.ની ઓફર સ્વીકારાશે

ગઈકાલે કરઝાઈએ જણાવ્યું હતું કે અફઘાન સરકારે દારૂગોળો અને સાધનો પૂરા પાડવા સહિતના સૈન્ય સહકારને લગતા પાકિસ્તાનના કેટલાક પ્રસ્તાવોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં અફઘાનપ્રમુખે કહ્યું હતું કે ‘‘અફઘાન સૈનિકો અને અધિકારીઓની તાલીમની વાત છે ત્યાં સુધી તેમના સંરક્ષણ પ્રધાન આ પ્રસ્તાવનો અભ્યાસ કરશે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવાશે.’’

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાન સેના અને પોલીસને તાલીમ આપવાના પાકિસ્તાનના પ્રસ્તાવ સંદર્ભે કરઝાઈ ઉત્સાહી જણાયા નહોતા. ઉલ્લેખનીય છે કે તાલિમનો મુદ્દો કરઝાઈ સમક્ષ પાકિસ્તાની પ્રમુખ આસિફ અતિ ઝરદારિ, વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની અને સૈન્ય વડા જનરલ અશ્ફાક પરવેઝ કાપાનિ દ્વારા છેલ્લી કેટલીક બેઠકો દરમિયાન રજૂ કરાયો હતો.

જો કે તાલિબાન સાથે મનમેળ સાધવાના પ્રયત્નોમાં પાકિસ્તાનની ચાવીરૂપ ભૂમિકા અને તેણે અફઘાન સરકારને કરેલી મદદની નોંધ પણ કરઝાઈએ લીધી હતી. કરઝાઈએ ગિલાનીને જણાવ્યું હતું કે સહિયારા પ્રયત્નો વગર આ બન્ને દેશોમાં શાંતિ અને સ્થિરતા લાવવાનું કામ ઘણું કપરું બની જાત.

દરમિયાન પાકિસ્તાન દ્વારા વરિષ્ઠ અફઘાન તાલિબાન નેતા મુલ્લાહ અબ્દુલ ઘનિ બારદાર સહિતના અન્યોની કરાયેલી ધરપકડ અંગે કરઝાઈએ શંકા વ્યક્ત કરી હતી.

Copyright   © Gujarat Samachar