home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

(-ઃ વાત વાતમાં ઃ-)

પાક. ક્રિકેટનો પ્રોબ્લેમ !

પાકિસ્તાની ક્રિકેટમાં સન્નાટો છવાઈ ગયો છે ! ત્યાંના ક્રિકેટ બોર્ડ ટીમમાંથી સારા સારા ૭ પ્લેયરોને કાઢી મૂક્યા પછી ટીમમાં રહ્યું જ શું ?

પી.સી.બી.ની ઓફિસમાં ટેન્શન છે...

* * *

ક્રિકેટ બોર્ડના અઘ્યક્ષ હજી છાતી ફૂલાવીને ગુસ્સામાં આંટા મારી રહ્યા છે. જ્યારે બીજા ફાલતુ સભ્યો ઢીલી ઘેંશ જેવું ડાચું કરીને બેસી રહ્યા છે.

એક સભ્ય ધીમેથી કહે છે, ‘‘મિયાં યે જરા જ્યાદા નહીં હો ગયા ?’’

‘‘ક્યા જ્યાદા હો ગયા ?’’ અઘ્યક્ષ ડોળા કાઢીને પૂછે છે, ‘‘જ્યાદા ક્યા હો ગયા ? યે હરામખોર ક્રિકેટર અગર જુર્માના ભરેંગે તો ભી સિર્ફ ૧ કરોડ ૪૦ લાખ રૂપિયા આયેગા ! યે ક્યા જ્યાદા હૈ ?’’

‘‘મગર...’’

‘‘ક્યા મગર ?’’ અઘ્યક્ષે ટેબલ પરથી ફાઇલો ઉછાળી, ‘‘એક તો પાકિસ્તાનમેં કોઈ વિદેશી ટીમ ખેલને હી નહી આતી ! હમારા ચાય-પાની કા ખરચા ભી નહીં નિકલતા ! ઇન બુરે હાલાત મેં કમ સે કમ યે ૧ કરોડ ૪૦ લાખ કી ઇન્કમ તો હોગી ?’’

‘‘વો તો ઠીક હૈ, મગર...’’ બીજા એક સભ્યે હંિમત કરીને પૂછ્‌યું, ‘‘અબ તો વિદેશ કી કોઈ ભી ટીમ હમારે સાથ નહી
ખેલેગી !’’

‘‘ક્યા બકવાસ કર રહે હો ? સુબહ સે મેરે ઉપર ફોન પે ફોન આ રહે હૈં ! વિ વોન્ટ ટુ પ્લે વિથ યુ ! વિ વોન્ટ ટુ પ્લે વિથ યુ !’’

‘‘અચ્છા ? કૌન ખેલના ચાહતે હૈ હમારી ટીમ કે સાથ ?’’

‘‘બાંગ્લાદેશ ! અઘ્યક્ષે છાતી કાઢીને ગણાવવા માંડ્યું ઝિમ્બાબ્વે !.... કેન્યા!... નેધરલેન્ડ!.... કેનેડા !... બર્મુડા !... સબ ટીમે અબ હમારે સાથ ખેલકર અપના રેકોર્ડ સુધારના ચાહતી હૈ !’’

અન્ય મેમ્બરો ચૂપ થઈ ગયા.

થોડીવાર પછી ત્રીજા મેમ્બરે ડરતાં ડરતાં કીઘું, ‘‘જનાબ, દુબઈ સે ભાઈલોગો કા ફોન થા... બોલ રહે થે, આપને તો હમારા ધંધા ચૌપટ કરવા દીયા ! અબ ફીક્સીંગ ભી ક્યા હોગી ?’’

‘‘હો સકતા હે ! સબ કુછ હો સકતા હૈ!!’’ બોર્ડના અઘ્યક્ષે વધારે જોશથી છાતી ફુલાવી, ‘‘મેરે ઘ્યાન મેં એક ઐસી ટીમ હૈ જીસ કે સાથ મેચ રખેંગે તો ઐસી સનસની ફેલ જાયેગી કિ હારજીત કે પીછે હજારો કરોડ રૂપયે દાવ પે લગેંગે !!!’’

‘‘અચ્છા ? વો કોન સી ટીમ હૈ ?’’

‘‘ઇન્ડિયા કી મહિલા ટીમ !’’

- મન્નુ શેખચલ્લી

Copyright   © Gujarat Samachar