home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ચિખોદરા ચોકડી પાસે વાહનની ટક્કરથી બાઈકચાલકનું મૃત્યુ

આણંદ,તા.૧૨

આણંદ નજીકની ચિખોદરા ચોકડી પાસે મઘ્યરાત્રિના સુમારે કોઈક અજાણ્યા વાહનના ચાલકે એક ૪૫ વર્ષની ઉંમરના મોટરસાયકલ સવારને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. મઘ્યરાત્રિનો સુમાર હોવાથી ગંભીર ઈજાઓ પહોંચતા આ યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વઘુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધરાતે ટક્કર મારીને વાહનચાલક ભાગી ગયો ઃ યુવાનનું ઘટનાસ્થળે મોત

આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચિખોદરા ગામે રહેતા એક ૪૫ વર્ષની ઉંમરના આશરાના લાલબહાદુર સંતબહાદુર ગોરખા નામનો વ્યક્તિ ગતરોજ મઘ્યરાત્રિના લગભગ ૨ઃ૦૦ કલાકના આસપાસના સમયગાળા દરમ્યાન પોતાની મોટરસાયકલ નં.-જીજે-૨૩કે-૩૮૬૩ લઈને જઈ રહ્યો હતો ત્યારે ચિખોદરા ચોકડી પાસે કોઈક એક અજાણ્યો વાહનનો ચાલક પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઈ રીતે હંકારી લઈ આવતા આ મોટરસાયકલ સવારને ટક્કર મારી હતી. આથી મોટરસાયકલ સવાર ૪૫ વર્ષીય લાલબહાદુર ગોરખા ગંભીર રીતે ઘવાયો હતો. જો કે અજાણ્યા વાહનનો ચાલક રાત્રિના સમયનો લાભ લઈ ટક્કર મારી નાસી છુટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ લાલબહાદુરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ.

આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આવીને મૃતક લાલબહાદુરના મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી આપ્યો હતો.

આ બનાવ અંગે ચિખોદરા ગામે રહેનાર રાવજીભાઈ ગંગારામ ગોરખા નામના વ્યક્તિએ આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળના સઘન ચક્રો ગતિમાન કરી વઘુ તપાસ આદરી છે.

Copyright   © Gujarat Samachar