| કેન્દ્રના બજેટથી ગુજરાતની વીજ કંપનીઓ પર ૯૨૩ કરોડનો બોજ
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર એસ.ઈ.ઝેડમાંના વીજ એકમો પાસેથી ખરીદાતી વીજળી પર ૧૬ટકાની કસ્ટમ્સ ડ્યૂટી અને કોલસા પર મેટ્રિકટનદીઠ રૂા. ૫૦નો સેસ નાખવાના કેન્દ્રિય બજેટમાં લેવામાં આવેલા પગલાંને પરિણામે ગુજરાતની વીજ કંપનીઓ પર રૂા. ૪૫૭ કરોડનો બોજો પડશે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ અને અને સ્ટાન્ડર્ડ એક્સાઈઝ ડ્યૂટીની જોગવાઈ બદલતા પણ રાજ્ય પર રૂા. ૧૨૯ કરોડનો બોજો આવશે.
વિપક્ષના નેતા મનઘડત આક્ષેપો કરી રહ્યા છે ઃ સૌરભ દલાલ ઉર્જા, ખાણ ને પેટ્રોકેમિકલ્સ વિભાગની માગણીઓ અંગે બોલતા વિપક્ષોએ શાસક પક્ષ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતા ઉર્જા રાજ્ય મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે દસ વર્ષમાં રાજ્યના તમામ કક્ષાના ગ્રાહકો માટેના વીજ દરમાં ખાસ કોઈ વધારો કરાયો નથી, પરંતું કેન્દ્ર સરકારે કોલસાના દરમાં પાંચ વાર અને રેલવેના નૂર દરમાં છ વાર વધારો કરીને ગુજરાતની વીજ કંપનીઓ પર ચાર વર્ષમાં રૂા. ૭૬૭૧ કરોડનું ભારણ વધાર્યું છે. કેન્દ્ર દ્વારા રાજ્યને ફરજિયાત આપવાના થતાં વીજ પુરવઠામાં વારંવાર કાપ મૂકવામાં આવે છે. ગેસના ભાવ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે પટ્રોનેટ એલ.એન.જી.ના ગેસનો અત્યારનો ભાવ ક્યૂબિક મીટરદીઠ છે. માર્ચ ૨૦૧૦થી તે રૂા. ૧૩.૭૪નો થયો છે. પરિણામે ગુજરાત પર રૂા. ૫૦૦ કરોડનો વધારોનો બોજો પડશે. રિલાયન્સનો ગેસ નાના ઔદ્યોગિક વપરાશકારોને પણ આપવામાં આવે તો તેમને સસ્તા ભાવે ગેસ મળી શકે છે.
અદાણી ગુ્રપ સાથેના એગ્રીમેન્ટ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે જીયુવીએનએલએ અદાણી ગુ્રપ સામે ગુજરાત વીજ નિયમન પંચમાં ફરિયાદ કરી છે. જર્કને પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાની સત્તા પણ કેન્દ્ર સરકારે જ આપી છે. જર્ક એક ન્યાયિક સંસ્થા હોવાથી રાજ્ય સરકારે તેના નિર્ણય પ્રમાણે જ કામ કરવાનું રહે છે. જી.એસ. પી.સી. અંગે જોયા જાણ્યા વિના તેમણે મનઘડંત આક્ષેપો અને રાજકીય અવલોકનો જ વિપક્ષના સભ્યોએ કર્યા છે. |