home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

સમીના દાદખામાં મૃત મહિલાનું વીલ બનાવી જમીન હડપ કરવાનું કૌભાડ

પાટણ,તા.૧૨

સમીના દાદખા ગામે એક મૃતક મહિલાનું ખોટું વીલ બનાવી જમીન હડપ કરવાનો કારસો રચવા બદલ પાંચ શખ્સો સામે પોલિસ ફરિયાદ નોંધાઇ છે. દુદખા ગામે રહેતી શાન્તાબેન મહાદેવભાઇ નાડોદા આજથી છએક મહિના અગાઉ મરણ પામેલ. આ મરણ પામેલ મહિલાની દુદખા ગામે જમીન હતી.

પાંચ શખ્સોએ વીલમાં ખોટી સહીઓ કરતાં પોલીસ ફરિયાદ

આ જમીન મયાભાઇ પથુભાઇ નાડોદાએ ખોટુ વીલ બનાવી જમીન હડપ કરી લેવાનું કાવત્રું રચી આ ખોટું વીલને સાચુ બતાવવા માટે તેમને પાંચ જણાને સાક્ષી તરીકે ખોટા વીલમાં સહીઓ કરાવી હતી. જેમાં જાદવ કનુભાઇ ચેલાભાઇ , જાદવ ભગાભાઇ નાથાભાઇ જાદવ, વજુભાઇ મોતીભાઇ અને નાડોદા લખુભાઇ એલાભાઇનો સમાવેશ થાય છે. ઉપરોક્ત શખ્સોએ ખોટી સહીઓ વીલમાં કરી હતી. વીલ રજીસ્ટ્રર રજુ કર્યું હતું. આ બનાવમાં મરણજનાર મહિલાના ભાણેજ શંકરભાઇ ભગવાનભાઇ નાડોદાને શક જતાં તપાસ કરતાં વ્હીલ ખોટું બનેલ જે અંગે સમી પોલીસમાં ફરીયાદ કરતાં સમી પોલીસે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. રાઠોડને સોંપાઇ છે.

Copyright   © Gujarat Samachar