અમદાવાદમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતા બે વ્યક્તિએ મુંબઇની કંપનીનો રૂા. ૩.૩૫ કરોડનો બનાવટી ચેક વટાવી લીધો અમદાવાદ, મુંબઇ ખાતે આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપનીના નામે રૂપિયા ૩.૩૫ કરોડનો બનાવટી ચેક અમદાવાદની બેન્ક ઓફ ઇન્ડિયામાં વટાવનાર બે આરોપીઓ સામે નવરંગપુરા પોલીસે ગુનો નોધી વઘું તપાસ હાથ ધરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ઃ ફરાર આરોપી અગાઉ એ.એમ.ટી.એસનો ડ્રાઇવર હતો અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સી.ટી.એમ. ખાતે રહેતો અને અગાઉ એ.એમ.ટી.એસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો નરેશ ગૌરીભાઇ ચૌધરી અને શાંતીલાલ પુખરાજભાઇ જૈને ભેગા મળી એકાદ વર્ષ અગાઉ અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સર્કલ નજીક આદિત્ય એક્સપોર્ટ ઇન્કપોર્ટ નામની કંપનીના શરૂ કરી હતી. દરમિયાન તેઓએ મુંબઇ ખાતે આવેલી ગ્લેનમાર્ક જેનેરીક નામની ફાર્માસ્યુટિક કંપનીનો તારીખ ૬ માર્ચના રોજ રૂપિયા ૩,૩૫,૬૯,૧૦૦નો ચેક સીજીરોડ ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડીયા શાખાના તેમના એકાઉન્ટમાં વટાવ્યો હતો. દરમિયાન મુંબઇ ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાના એ.જી.એમ.એ અમદાવાદ સીજીરોડ ખાતે આવેલી તેમની બેન્કના જનરલ મેનેજરને તારીખ ૯ માર્ચે ફોન કરીને આ ૩.૩૫ કરોડનો બનાવટી ચેક હોવાની જાણ કરી હતી. આ અંગે અદાવાદાવાદ સીજીરોડ ઉપર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર જોનફાન્સીસ ફર્નાન્ડીસે નવરંગપુરા પોલીસ મથક ખાતે છેતરપંિડીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે શાંતીલાલ જૈનની ધરપકડ કરીને ફરાર થઇ ગયેલા મુખ્ય સુત્રઘ્ધાર નરેન ચૌધરીને ઝબ્બે કરવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નરેન ચૌધરીએ ૩.૩૫ કરોડ આ જ બેન્કની ભદ્રશાખામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ૧૦ વર્ષની એફ.ડી. બનાવી હતી. ત્યારબાદ નરેને તારીખ ૮ માર્ચેના રોજ આ રકમ સામે તેટલીજ રકમના ઓવર ડ્રાફ્ટ બનાવી એસ.જી.હાઇવે પરની બેન્ક ઓફ બરોડામાં જમા કરવી હતી.જેમાંથી ૨.૧૦ કરોડ ઉપાડી લીધા હતા. પોલીસે હાલમાં પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં નરેનના ખાતામાં રૂપિયા ૧.૨૫ કરોડ પોલીસે સીઝ કર્યા છે.તેમજ આ કંપની અન્ય કોઇ વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. |