home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ધંઘુકામાં કપાસની એક પેઢીનું એકા એક ઉઠમણાથી પંથકમાં ચકચાર

ધંઘુકા, તા.૧૨

ધંઘુકામાં એક કાલાકપાસનો ધંધો કરતી પેઢીએ લાખો રૂપિયાની કપાસની ખરીદી કરી ઉઠમણા કરતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. જે અંગે ધંઘુકા પોલીસમાં ફરીયાદ થતા પેઢી સાથે સંકડાયેલા સાત આરોપી નાસી છુટ્યા હતા. જે અંગે પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી.

પેઢીના સાત ભાગીદારો વિરૂઘ્ધ છેતરપીંડી અંગે પોલીસ ફરીયાદ

ધંઘુકા પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ વાગડ ગામના હાલ સ્વસ્તિક સોસાયટી ધંઘુકા ખાતે રહેતા મહેન્દ્રસંિહ ગંભીરસંિહ ચુડાસમા દ્વારા ધંઘુકા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ કપાસની પેઢીના છ એ ભાગીદારોમાં બોટાદના સુરેશ વાલજીભાઈ, સંજય વાલજીભાઈ ઈટાલીયા, લાઠીદડના પ્રવિણ ભીમજીભાઈ પટેલ, ધંઘુકાના જાદવ નારાયણ ભુગલીયા, મનોજસંિહ આર. ઝાલા, સંતોષ રાજુલાલ ગુપ્તા તથા દેવરાજ અરજણભાઈ સોજીત્રાની સંયુક્ત પેઢીને થોડા સમય પૂર્વે ૨૫૯૯ મણ કપાસ આપ્યો હતો. જેના નાણા ચુકવવાના સમયે નાણા નહીં ચુકવી વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરી હતી અને તમામ ભાગીદારો ઉઠમણુ કરી નાસી છુટ્યા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મહેન્દ્રસંિહ ચુડાસમાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરાર પેઢીના ભાગીદારો વિરૂઘ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦ મુજબ ગુન્હો નોંધી વઘુ તપાસ હાથ ધરી હતી.

Copyright   © Gujarat Samachar