home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

કુંભ મેળો અને અધિક માસ હોવા છતાં
હરિદ્વાર માટેની સ્પેશિયલ ટ્રેન ન દોડાવાતા શ્રઘ્ધાળુઓ નારાજ

અમદાવાદ,

૧૩મી માર્ચે કુંભ મેળો તેમજ ત્યાર બાદ પવિત્ર અધિક માસ આવતો હોવાથી હરિદ્વાર જવા માટે ટ્રેનમાં અભૂતપૂર્વ ધસારો રહે છે. આથી અમદાવાદથી હરદ્વાર માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાની વારંવાર માગણી કરાઇ હોવા છતાં તે નહીં સંતોષાતા ગુજરાતના લાખો શ્રઘ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઇ છે. ભાવિકો કહે છે કે અજમેરના ઊર્સ મેળા માટે એક મહિના પહેલા જ સ્પેશ્યલ ટ્રેન દોડાવાની જાહેરાત કરતા રેલવે બોર્ડને ગુજરાતના શ્રઘ્ધાળુઓ કેમ દેખાતા નથી.

અજમેરના ઊર્સ માટે એક મહિના પહેલાં જ ખાસ ટ્રેનની જાહેરાત જ્યારે ગુજરાત માટે ડીંગો

હાલ કુંભમેળો ચાલી રહ્યો છે. ૧૩મી માર્ચનાં હરિદ્વારમાં મહાકુંભ છે. જે દર ત્રણ વર્ષે આવે છે. ત્યાર બાદ અધિક માસ શરૂ થાય છે. જે એપ્રિલના અંત સુધી ચાલશે. ગત મેળા અને અધિક માસમાં અમદાવાદ તેમજ ગુજરાતમાંથી સવા બે લાખથી વઘુ શ્રઘ્ધાળુઓ હરિદ્વારમાં ગયા હતા. અમદાવાદથી દિલ્હી માટે માત્ર દિલ્હી મેલ જ છે. જેને કારણે રીઝર્વેશન મળતું નથી અને ભારે મુકેલીઓ ઉભી થાય છે.

શ્રઘ્ધાળુઓ કહે છે કે અજમેરનાં ઊર્સ માટે રેલવે બોર્ડ ખાસ ટ્રેન દોડાવાની જાહેરાત એક મહિના પહેલાથી જ કરી દે છે. જે બાબતનો અમારો વિરોધ નથી. પરંતુ હરિદ્વાર જવા માટે બીજી કોઇ ટ્રેનો નહીં હોવાથી અને કુંભ સ્નાન તેમજ અધિક માસમાં ભીડ ખૂબ રહેતી હોવાથી અનેક વખત રેલવે તંત્ર સમક્ષ હરિદ્વાર માટે કાસ ટ્રેન દોડાવાની માગણી કરી હતી. જે હજુ સુધી સંતોષાઈ નથી.

અમદાવાદથી હરિદ્વાર મેલ રોજ ઉપડે છે. પરંતુ આ મેલનું તમામ રીઝર્વેશન ત્રણ મહિના પહેલા જ ફૂલ થઇ જાય છે. આવા કારણોથી જ સ્પેશ્યલ ટ્રેનની માગણી કરાતી હોવા છતાં તે સંતોષાતી નથી. દરમિયાનમાં ગુરુવારે પણ આ અંગે રજૂઆત થયા બાદ અમદાવાદથી ઉપડતા હરદ્વાર મેલમાં (શુક્રવાર એક દિવસ માટે) એક થ્રી ટાયર એસી કોચ અને બે સ્લીપર કોચ લગાવાની ખાતરી અપાઇ છે. ગુજરાતના લાખો યાત્રાળુઓની માગણી છે કે હરિદ્વાર માટે ખાસ ટ્રેન દોડાવાની જાહેરાત રેલવે બોર્ડે તુરંત કરી દેવી જોઈએ.

Copyright   © Gujarat Samachar